Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટમાં જમાઇએ ખેલ્યો ખૂની ખેલ, 1નું મોત

રાજકોટમાં પત્ની રીસામણે પતિનો હુમલોહુમલામાં દાદાજી સસરાનું થયું મોત5 જેટલા લોકોને થઇ ઇજારાજકોટમાં પત્ની રીસામણે ગયા બાદ પતિ (Husband)એ જીવલેણ હુમલો (attack) કરતાં દાદાજી સસરાનું મોત (death) થયું હતું જ્યારે પાંચને ઇજા પહોંચી હતી. પોલીસે ( Police) આ મામલે તપાસ શરુ કરી હતી. પત્ની સાથે બોલાચાલી થઇ હતીપ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ નજીલ કાલીપાટમાં જમાઈએ ખૂની ખેલ આચર્યો હતો. જમાઈ રાજુ અને તેની પત્ની શિલ્પ
05:07 AM Nov 07, 2022 IST | Vipul Pandya
  • રાજકોટમાં પત્ની રીસામણે પતિનો હુમલો
  • હુમલામાં દાદાજી સસરાનું થયું મોત
  • 5 જેટલા લોકોને થઇ ઇજા
રાજકોટમાં પત્ની રીસામણે ગયા બાદ પતિ (Husband)એ જીવલેણ હુમલો (attack) કરતાં દાદાજી સસરાનું મોત (death) થયું હતું જ્યારે પાંચને ઇજા પહોંચી હતી. પોલીસે ( Police) આ મામલે તપાસ શરુ કરી હતી. 

પત્ની સાથે બોલાચાલી થઇ હતી
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ નજીલ કાલીપાટમાં જમાઈએ ખૂની ખેલ આચર્યો હતો. જમાઈ રાજુ અને તેની પત્ની શિલ્પા વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી શિલ્પાએ તેના ભાઈને ફોન કર્યો હતો. ભાઈ બેનના ધરે આવી સમજાવ્યા બાદ રાજુની માતાએ શિલ્પાને તેના ઘરે લઈ જવાનું કહ્યું હતું. ત્યારબાદ  શિલ્પાને તેના માતા પિતાના ઘેર કાલીપાટ મૂકી આવ્યા હતા.
જમાઇ પત્નીના પિયરમાં પહોંચ્યો
જો કે જમાઇ રાજુ રાત્રે કાળીપાટ પહોંચ્યો અને પત્ની શિલ્પા ને ઘેર સાથે આવવા કહ્યું હતું પણ રાત થઈ ગઈ હોય મૃતક દાદાજી હંસરાજભાઈએ રાત રોકાઈ સવારે જવાનું કહેતા રાજુ જતો રહ્યો હતો.  
જમાઇનો ખૂની હુમલો
જો કે રાત્રે 3 વાગ્યાની આસપાસ રાત્રે રાજુ મેર ફરી પત્નીના ઘેર આવ્યો હતો અને પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં પત્ની શિલ્પાને ગંભીર ઇજા થઇ હતી. જમાઇએ દાદાજી સસરા હંસરાજભાઈ પર પણ  હુમલો કર્યો હતો જેમાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું.  
ઘટનામાં 5ને ઇજા
 પરિવારે પણ પોતાના બચાવ માટે હુમલો કર્યો હતો જેમાં જમાઈ રાજુને પણ ઇજા પહોંચી હતી. આ ઘટનામાં હંસરાજભાઈ મોરવાડિયાનું મોત થયું હતું અને 5 લોકો ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી હતી. 
આ પણ વાંચો--ધનસુરાના ખિલોડીયાના ગ્રામજનોનો ચૂંટણીનો બહિષ્કાર, જાણો કેમ
Tags :
GujaratFirstMurderpoliceRAJKOT
Next Article