Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના નેતાઓ કોંગ્રેસમાં જોડાશે, પૂર્વ મંત્રીઓ નારાજ ચાલી રહ્યા છે: હાર્દિક પટેલ

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે સભ્ય નોંધણી ઝુબેશ મામલે રાજકોટ જિલ્લા અને શહેર સમિતિની બેઠક માટે પહોંચ્યો છે. ત્યારે, બેઠક પહેલા મીડિયા સાથે વાતચીત કરતા તેમણે અનેક મુદ્દા પર વાત કરી હતી. હાર્દિકે જયરાજસિંહ પરમારના કોંગ્રેસ છોડવા મુદ્દે વાત કરતા જણાવ્યું કે,'જયરાજસિંહે કહ્યું કે હું કંટાળીને જઈ રહ્યો છું પણ પ્રજા ભાજપના શાસનથી કંટાળી છે.'ભાજપના નેતાઓ જોડàª
ભાજપના નેતાઓ કોંગ્રેસમાં જોડાશે  પૂર્વ મંત્રીઓ નારાજ ચાલી રહ્યા છે  હાર્દિક પટેલ
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે સભ્ય નોંધણી ઝુબેશ મામલે રાજકોટ જિલ્લા અને શહેર સમિતિની બેઠક માટે પહોંચ્યો છે. ત્યારે, બેઠક પહેલા મીડિયા સાથે વાતચીત કરતા તેમણે અનેક મુદ્દા પર વાત કરી હતી. હાર્દિકે જયરાજસિંહ પરમારના કોંગ્રેસ છોડવા મુદ્દે વાત કરતા જણાવ્યું કે,'જયરાજસિંહે કહ્યું કે હું કંટાળીને જઈ રહ્યો છું પણ પ્રજા ભાજપના શાસનથી કંટાળી છે.'
ભાજપના નેતાઓ જોડાશે કોંગ્રેસમાં 
રાજકોટમાં મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું કે, ચૂંટણી આવી રહીં છે, ભાજપના નારાજ નેતાઓ પણ કોંગ્રેસમાં આવશે. ઘણા ભાજપના પૂર્વ મંત્રીઓ નારાજ ચાલી રહ્યાં છે. આ ઉપરાંત પોલીસ કમિશનકાંડ મામલે નિવેદન આપતા કહ્યું કે, 'લોકોને તકલીફ અને મુશ્કેલી હોય તો પોલીસ પાસે જતા હતા, પણ રાજકોટની પોલીસે જ તોડબાજી કરી છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચને હાર્દિકે ખાસ બ્રાંચ ગણાવી. ખાસ બ્રાંચે કરોડોની કમાણી કરી સીપીનું ઘર ભરવાનું કામ કર્યુ છે. રાજકોટ પોલીસે એફઆઈઆર કરી પણ ખુદ જાતે જ ન્યાયાલય પણ બની છે'. 
અધિકારીઓ શ્વાનના પગમાં પહેરવા સોનું લાવે 
રાજકોટ સીપી અંગે વધુમાં જણાવ્યું કે,'રાજકોટના સીપી ધરમાં શ્વાન પાળે છે અને તેનું નામ પ્રેસિડેન્ટ રાખેલ છે અને શ્વાનનો બર્થ ડે અમદાવાદ મનાવે છે. રાજકોટ ખાસ બ્રાંચના કેટલાક અધિકારીઓ શ્વાનના ચાર પગમાં પહેરવા સોનું લાવે છે. સીપી સાહેબના નજીકના વ્યક્તિએ અમદાવાદથી કરોડોનું સોનુ પણ ખરીદ્યુ છે. સીપીની નજીકના વ્યક્તિના બર્થ ડે પર ગિફ્ટમાં ખાસ બ્રાંચે એન્ડેવર કાર આપી છે.
કમિશનકાંડ મુદ્દે રૂપાણી ચૂપ કેમ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર પણ આક્ષેપ કર્યો છે કે, 'પોલીસના કથિત કમિશનકાંડ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી ચૂપ કેમ છે? પોલીસે જનતાનો ભરોસો તોડવાનું કામ કર્યુ છે. બુટલેગર પાસેથી દારૂ લઈ પોલીસે વેચ્યો છે તથા CP સામેની તપાસ હજૂ સુધી પુરી કેમ નથી થઈ? સરકાર પોલીસ પાસે કરાવે છે ખોટુ કામ.' 
50 લાખ લોકોને જોડવાનું લક્ષ્યાંક
રઘુ શર્માના કથિત પાટીદાર ફેક્ટરના નિવેદન મુદ્દે હાર્દિક પટેલ ડિપ્લોમેટિક જવાબ આપતા કહ્યું કે, રઘુ શર્માએ આવુ નિવેદન આપ્યુ હોવાનો કોઈ ઓડિયો-વીડિયો નથી માટે પ્રતિક્રિયા નહીં આપુ. આ ઉપરાંત નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાાવાની અટકળો વિશે વાત કરતા કહ્યું કે, 'નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો સ્વાગત છે, સારા આગેવાન કોંગ્રેસમાં આવે તો લાલ જાઝમથી સ્વાગત કરીશુ' આજની બેઠક અંગે જણાવ્યું કે, આજે રાજકોટમાં ડિઝિટલ મેમ્બરશીપને લઈ બેઠક મળી રહી છે. મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ અને આરોગ્યના મુદ્દાઓ લોકો વચ્ચે લઈ જવા આયોજન થશે અને 50 લાખ લોકોને જોડવાનું લક્ષ્યાંક છે. 
કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સ્વીકાર્યો 
રાજકોટ કોંગ્રેસમાં ૨ જૂથ સક્રિય હોવાના મીડિયાના સવાલ પર જવાબ આપતા હાર્દિકે સ્વીકાર્યુ હતુ કે, અનેક જિલ્લાઓમાં કોંગ્રેસમાં જૂથવાદ છે જેને લઈને આગામી દિવસોમાં તમામ નેતાઓની સાથે બેસીને સંવાદના માધ્યમથી ઉકેલ લાવવામાં આવશે. હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યુ હતુ કે, આ પ્રકારની નાના નાના મનમુટાવનો ભોગ પ્રજા બની રહીં છે જે દૂર કરી એક મજબુત વિપક્ષ આપીશુ અને આગામી વિધાનસભાની ચૂંટણી જીતી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવીશું.
Advertisement
Tags :
Advertisement

.