Gondal : સગીરને અજાણ્યા શખ્સોએ ધોકા વડે બેરહમ માર માર્યો, પાટીદાર સમાજમાં ભારે રોષ
- Gondal માં એક સગીરને અજાણ્યા શખ્સોએ ધોકા વડે માર માર્યો
- સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં ત્રણ શખ્સોએ સગીરને પકડી માર માર્યો
- બનાવને લઈને પાટીદાર સમાજ દ્વારા પ્રાંત અધિકારીને રોષભેર આવેદન અપાયું
- કાર્યવાહી ન થઈ તો રાજકોટ SP તથા કલેક્ટર કચેરીએ મોરચો લઈ જવાની ચીમકી!
Gondal : રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકામાં ગત સાંજે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં હનુમાનજી મંદિર પાસે ત્રણ શખ્સો દ્વારા ભગવતપરામાં રહેતા સગીરને ધોકા વડે બેરહમ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત સગીરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજું સગીરને માર મારવાની ઘટનાને લઇને રોષે ભરાયેલા પાટીદાર સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે. સાથે જ રાજકોટ SP તથા કલેક્ટર કચેરીએ મોરચો લઇ જવા ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો - Gondal ગાંધીનગરની ટીમે પકડેલ 21.75 લાખના બાયોડીઝલ સહિત સીલ મારેલી ટાંકીની ચોરી
સગીરને અજાણ્યા શખ્સે ધોકા વડે બેરહમ માર માર્યો
ગોંડલમાં (Gondal) ગત સાંજે સરાજાહેર એક સગીરને બેરહમ માર મારવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ભગવતપરા પટેલવાડી નજીક રહેતા દેવ સાટોડિયા (ઉ.17) ને સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં હનુમાનજી મંદિર પાસે દર્શન મયુર સોલંકી અને એક અજાણ્યા શખ્સે ધોકા વડે માર મારતા દેવને પીઠ તથા હાથ-પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત દેવને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે આ મામલે દેવનાં પિતા સમીરભાઈ લક્ષ્મણભાઈ સાટોડિયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે તેમની ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જાનથી મારી નાખવાની ધમકી અને દેવનાં માતા-પિતાને પણ માર માર્યોનો આરોપ કરાયો છે.
આ પણ વાંચો - Kajal Hindustani : સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીની ઓનલાઈન ફરિયાદથી ખળભળાટ!
પાટીદાર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું
આ મામલે પાટીદાર સમાજનાં આગેવાનો, કાર્યકરો, મહિલા તથા વિવિધ સંસ્થાઓનાં હોદ્દેદારો વિશાળ સંખ્યામાં એકઠા થઇ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. સાથે જ રાજકોટ SP તથા કલેક્ટર કચેરીએ મોરચો લઇ જઇ ઊગ્ર રજૂઆતની ચીમકી પણ ઉચ્ચારી હતી.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Sabarkantha : સાથે રહેવા માગતી યુવતીઓનો ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ!