ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gondal: SRP ગ્રાઉન્ડ ખાતે શારીરિક પરીક્ષા માટે ઉમેદવારોએ લગાવી દોડ

ગોંડલ SRP ગ્રાઉન્ડ ખાતે શારીરિક પરીક્ષા પરીક્ષા દરમ્યાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો શારીરિક પરીક્ષા માટે ઉમેદવારોએ દોડ લગાવી   Gondal:ગુજરાત પોલીસમાં 12,472 જગ્યાઓની ભરતી માટે શારીરિક પરિક્ષા 8 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને જે 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ ભરતી...
11:50 AM Jan 08, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
Police Recruitment

 

Gondal:ગુજરાત પોલીસમાં 12,472 જગ્યાઓની ભરતી માટે શારીરિક પરિક્ષા 8 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને જે 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ ભરતી માટે અંદાજે 16 લાખ અરજીઓ આવી છે. ગુજરાતમાં અલગ અલગ 15 ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી લેવાશે. ત્યારે આજથી ગોંડલ (Gondal)કોટડા સાંગાણી રોડ પર આવેલ SRP કેમ્પના વિશાળ ગ્રાઉન્ડ માં આજ રોજ વહેલી સવારે 5 વાગ્યે ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવા આવી પોહચ્યા હતા. આજથી શરૂ થયેલ શારીરિક પરીક્ષામાં દોડ લગાવી હતી.

 

શારીરિક પરીક્ષા પાસ થવા 5000 મીટર દોડ લગાવી પડે

ગોંડલ SRP ગ્રાઉન્ડમાં આજથી શરૂ થયેલ શારીરિક પરીક્ષાના પ્રથમ દિવસે વહેલી સવારથી પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ હતી. શારીરિક પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ પરીક્ષા પાસ થવા માટે ગ્રાઉન્ડમાં રનિંગ ટ્રેક પર 25 મિનિટમાં 12 રાઉન્ડના અંતે 5000 મિટર દોડવાનું રહે છે.

 

પરીક્ષા દરમ્યાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ગોંડલ SRP ગ્રાઉન્ડ ખાતે આજથી શરૂ થતાં શારીરિક પરીક્ષા દરમ્યાન ગ્રાઉન્ડ પર તેમજ પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોને એન્ટ્રી ગેઈટ પર સુરક્ષા વ્યવસ્થામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પરીક્ષા દરમ્યાન જો કોઈ ઉમેદવારને શારીરિક ઈજા કે ઇમરજન્સી સારવાર ની જરૂર પડતો ગ્રાઉન્ડની અંદર ઇમરજન્સીમાં મેડિકલ ટીમ, મેડિકલ સ્ટાફ સાથે 2 એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. SRP કેમ્પ માં પરીક્ષા આપવા આવેલ ઉમેદવાર માટે રહેવાની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ  વાંચો -LRD, PSI Physical Test:પોલીસ ભરતી માટે આજથી ઉમેદવારોની શારીરિક કસોટીનો પ્રારંભ

ઉમેદવારોએ કોલ લેટર અને આઈડી પ્રુફ સાથે પ્રવેશ

આજથી શરૂ થયેલ શારીરિક પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને એન્ટ્રી ગેઈટ પર કોલ લેટર તેમજ આઈડી પ્રુફ ચેક કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉમેદવારો સાથે લાવેલ સ્વેટર - જેકેટ અને બેગ રાખવા માટે SRP ગ્રાઉન્ડની અંદર અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ઉમવડવારોએ કોઈપણ ઈલેક્ટ્રોનિક ઘડિયાળ, મોબાઈલ, સ્માર્ટ વોચ સહિત ચીજ વસ્તુઓ બહાર મુકવામાં આવી હતી.

આ પણ  વાંચો -સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLને મોટી સફળતા, ઝડપાઇ કરોડોની વીજચોરી

SRP ગ્રાઉન્ડની બહાર પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરાયું

ગોંડલ SRP ગ્રાઉન્ડ ખાતે પરીક્ષાના પ્રથમ દિવસે શારીરિક પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન એન્ટ્રી ગેટ થી લઈને ગ્રાઉન્ડ સુધી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ઉમેદવાર સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને અંદર જવા દેવામાં આવ્યા ન હતા ઉમેદવારો નો તમામ સામાન જેમકે જાકિટ, બેગ, સહિતનો સામાન SRPના એન્ટ્રી ગેટ ની અંદર એક ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.

અહેવાલ-વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

Tags :
GondalGovernment JobLRDLRD Physical TestpolicePolice RecruitmentPSIPSI Physical TestRunningSRP Ground