લોકગાયક દેવાયત ખવડને ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ગાળો ભાંડનાર બે સામે ગુનો નોંધાયો
શહેરના યુનિવર્સિટી રોડ પર ગોલ્ડન પાર્ક શેરી નં-2 માં રહેતા લોક ગાયક દેવાયતભાઈ ખવડ (ઉ.વ.36) ને ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ગાળો ભાંડી, અપમાનજનક ટીપ્પણીઓ કરવા અંગે કોર્ટમાં કરેલી ફરિયાદ બાદ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે રાજકોટ અને હાલ લંડન રહેતા બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.સોશિયલ મીડિયા પર અપશબ્દો કહ્યાંગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં દેવાયતભાઈ કરેલ
શહેરના યુનિવર્સિટી રોડ પર ગોલ્ડન પાર્ક શેરી નં-2 માં રહેતા લોક ગાયક દેવાયતભાઈ ખવડ (ઉ.વ.36) ને ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ગાળો ભાંડી, અપમાનજનક ટીપ્પણીઓ કરવા અંગે કોર્ટમાં કરેલી ફરિયાદ બાદ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે રાજકોટ અને હાલ લંડન રહેતા બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
સોશિયલ મીડિયા પર અપશબ્દો કહ્યાં
ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં દેવાયતભાઈ કરેલી ફરીયાદમાં આરોપી તરીકે આરોપી હાલ લંડન રહેતા જીત મોડાસીયા અને રાજકોટ રહેતા મયુરસિંહ ચંપકસિંહ ઝાલાનું નામ આપ્યું છે. પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે. લોક ગાયક દેવાયતભાઈએ ફરીયાદમાં જણાવ્યું કે, ગઈ તા. 30 ઓકટોબરના રોજ તેને જાણવા મળ્યું કે લંડનના જીત મોડાસીયા અને રાજકોટ રહેતા મયુરસિંહ ચંપકસિંહ ઝાલાએ ઈન્સ્ટાગ્રામ લાઈવમાં તેને જેમફાવે તેમ અપશબ્દો કહ્યા છે.
કોર્ટના આદેશ બાદ ફરિયાદ
જેથી તેણે ઈન્ટાગ્રામ ચેક કરતા તેમાં જીત મોડાસીયા લાઈવ થયાનું અને મયુરસિંહ ઝાલા તેમાં જોડાયાનું જાણવા મળ્યું હતું. બંને આરોપીઓએ તેને જેમફાવે તેમ ગાળો આપી અને તેના વિશે અપમાનજનક ટીપ્પણીઓ કરી હતી. આ મામલે અગાઉ પોલીસમાં અરજી કરી હતી પરંતુ પોલીસે ફરીયાદ નહી લેતા દેવાયતભાઈએ કોર્ટમાં અરજી કરી હતી બાદમાં આ મામલે પોલીસે કોર્ટના આદેશ બાદ ફરીયાદ નોંધી છે.
ગાર્ડી પાર્કિંગ માટે ઝઘડા બાદ સમાધાન પણ થઈ ગયું હતું
આ બનાવ પાછળનું કારણ એ છે કે. યુનિવર્સિટી રોડ પર ગોલ્ડન પાર્ક શેરી નં-2માં લોક ગાયક દેવાયતભાઈ રહેતા હોય તેમની શેરીમાં રહેતા આરોપી મયુરસિંહના સગા સાથે આગાઉ ગાડી પાર્કિંગ બાબતે તેની સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં સમાધાન પણ થઈ ગયું હતું તેમ છતા આ બાબતનો ખાર રાખી લંડન રહેતા જીત મોડાસીયા જે મયુરસિંહ ચંપકસિંહ ઝાલાનો મિત્ર હોય બન્નેએ ઈન્સ્ટાગ્રામ લાઈવમાં તેને જેમફાવે તેમ અપશબ્દો કહ્યા હતા. આ મામલે ગાંધીગ્રામ-2 પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. આ બાબતે મયુરસિંહ ઝાલાએ પણ લોકગાયક દેવાયત ખવડ સામે પોલીસ કમિશ્નરને અરજી કરી હતી.
Advertisement