ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

54% માતાઓ પોતાનું ઘરકામ પતાવવા માટે બાળકોને મોબાઈલ ગેમ્સ રમવા આપી દે છે : સર્વે

બાળકના વર્તનની  સમસ્યાઓ વધી રહી છે. વિકાસ અને ટેક્નોલોજીના આ બદલાતા યુગમાં મોબાઈલ માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કોઈ એક ક્ષણ માટે પણ તેને પોતાની પાસેથી છીનવી લેવા માંગતું નથી. આનું પરિણામએ આવ્યું છે કે આજે નાના બાળકો પણ તેમના માતા-પિતાની દેખરેખમાં તેના વ્યસની બની ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે લાડના કારણે તમે તમારા બાળકના જીવનમાં જે ઉપકરણ દાખલ કર્યું છે, તે પછીથી શારીàª
01:00 PM Dec 15, 2022 IST | Vipul Pandya
બાળકના વર્તનની  સમસ્યાઓ વધી રહી છે. વિકાસ અને ટેક્નોલોજીના આ બદલાતા યુગમાં મોબાઈલ માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કોઈ એક ક્ષણ માટે પણ તેને પોતાની પાસેથી છીનવી લેવા માંગતું નથી. આનું પરિણામએ આવ્યું છે કે આજે નાના બાળકો પણ તેમના માતા-પિતાની દેખરેખમાં તેના વ્યસની બની ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે લાડના કારણે તમે તમારા બાળકના જીવનમાં જે ઉપકરણ દાખલ કર્યું છે, તે પછીથી શારીરિક અને માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. મોબાઈલ એ એક જરૂરિયાત સાધન છે.
માતા-પિતા માટે મોટી સમસ્યા
આજકાલ મોબાઈલનો ઉપયોગ બાળકોમાં સૌથી વધારે વઘી ગયો છે. બાળકોમાં મોબાઈલની લત ખુબ વધતી જતી જોવા મળી છે જેનાથી તેનું ભવિષ્ય પણ ખોરવાઈ શકે છે. બાળકોનું જીવન જાણે મોબાઈલ વિનાનું અધૂરું. મોબાઈલ વિના બાળકો રહેતા જ નથી. મોટાભાગના બાળકો મોબાઇલને પોતાની દુનિયા માની બહારની દુનિયા ભૂલી ગયા છે જે આજના સમયની માતાપિતાની મોટામાં મોટી સમસ્યા છે.
માતા-પિતાની મજબૂરી
નાનપણથી જ મોબાઈલની જીદ દિવસે દિવસે બાળકોમાં વધતી જાય છે. ગમેતેમ કરી મોબાઈલ આપે તો જ હોમવર્ક કરવું, જમવું વગેરે આ બધી બાબત માતાપિતાને હવે ખુબ અઘરી લાગે છે. માતાપિતાને પણ અફસોસ થાય છે કે બાળકોને ફોન આપ્યા એ અમારી મોટામાં મોટી ભૂલ, પણ શું કરીએ ઓનલાઇન લેક્ચર હતા એટલે ફોન આપવો એ પણ જરૂરી બની ગયું હતું. મોબાઈલને કારણે માતાપિતામા ટેંશન, ચિંતા, મૂંજવણ જોવા મળે છે.
બાળકો પાસેથી મળેલ પ્રશ્નોના જવાબો
  • 82% બાળકોને મોબાઈલ જ ગમે છે. મોબાઈલ સિવાય બીજું કશું દેખાતું નથી.
  • 93% બાળકોને મોબાઈલની સાથે મોબાઈલમા ગેમ્સ રમવી જ ગમે છે આઉટડોર ગેમ્સ બાળકોને પસંદ જ નથી અને મોટાભાગના બાળકોને આઉટડોર ગેમ્સ વિશે ખબર જ નથી.
  • 78% બાળકોને મોબાઈલની સાથે જ જમવાની  આદત છે.
  • 82% બાળકો મોબાઈલની સાથે એકલતાનો ભોગ બની ગયા છે.
  • 73% બાળકોને શાળાએ પણ મોબાઈલ યાદ આવે જાણે મોબાઈલ વિના રહી નથી શકતા.
  • 77% બાળકો શાળાએથી ઘરે આવતાની સાથે ફ્રેશ થવાને બદલે મોબાઈલ જ પહેલો હાથમા લે છે.
  • 64% બાળકો ઊંઘમાં પણ મોબાઈલનું રટણ રટે છે.
  • 77% બાળકો મોબાઈલને કારણે સુવાની ટેવ મોડી થતી જોવા મળી.જેને કારણે સવારે શાળાના સમયે વહેલા ઉઠવામાં મોડુ થઇ જાય છે.
  • 89% બાળકો મોબાઈલને  કારણે હોમવર્ક કરવામાં આળસ કરે છે.
  • 83% બાળકોમાં મોબાઈલને કારણે આંખોની મુશ્કેલીઓ જોવા મળી.
  • 67% બાળકોમાં મોબાઈલને કારણે બેહુદું વર્તન કરતા શીખી ગયા જોવા મળેલ છે.
આ લક્ષણો માતા પિતા માટે લાલબત્તી સમાન
  • મોબાઈલને કારણે બાળકો સરખું જમતા પણ નથી.
  • મોડે સુધી મોબાઈલને કારણે જાગ્યા કરે અને ગેમ્સ રમ્યા કરે.
  • જેથી બીજે દિવસે સ્કૂલે જવા માટે સવારે ઉઠવામાં પણ પ્રોબ્લેમ.
  • મોબાઈલ સાથે એકલા રહેવાનો આગ્રહ.
  • કોઈ ડિસ્ટર્બ કરે અથવા તો મોબાઈલ લઇ લેવામાં આવે તો ચીસો પાડવા લાગે, રાડો નાખી ધમપછાડા કરવા લાગે.
  • મોબાઈલને કારણે ચશ્માં આવી જવા અને નંબર વઘી જવાની સમસ્યા વઘી ગઈ છે.
  • શાળાએથી શિક્ષકોની પણ ફરિયાદો કે ભણવામાં ધ્યાન ન આપવું.
  • ક્લાસીસમા ન જવું.
  • વર્તનમા પરિવર્તન 
મોબાઈલના અતિરેકથી જોખમો
  • હતાશા
  • ચિંતા
  • ધ્યાનની ખામી
  • ઓટીઝમ
  • બાયપોલર ડિસઓર્ડર
  • અન્ય મનોવિકૃતિ થવાની સંભાવના
  • શારીરિક વિકાસ ધીમો પડી જાય છે
  • સ્થૂળતામાં વધારો
  • રોગો થવાની સંભાવના
  • ઊંઘનો અભાવ
  • ડિજિટલ સ્મૃતિ ભ્રંશ
આ પણ વાંચો - વિદ્યાર્થીઓએ ગ્રામજનો પાસેથી રૂ.51હજાર એકત્ર કરી સૈનિક કલ્યાણ કચેરી ભુજને સુપ્રત કર્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
childrendangerousGujaratFirstMobilePhonesRAJKOTsurvey
Next Article