Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે પણ શારીરિક સ્વાસ્થ્યની તુલનામાં માનસિક સ્વાસ્થ્ય વિશેની ગંભીરતા ઓછી

માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ દિવસેને દિવસે વધતી જતી હોય એ અનુભવાય છે. કોરોના સમયે અને ત્યારબાદ માનસિક સ્વાસ્થ્ય કથળતું જણાયું અને લગભગ દરેક વ્યક્તિને નાની મોટી માનસિક સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓ અનુભવાઈ. દેશનો વિકાસ એ ત્યાંના નાગરિક સાથે જોડાયેલો છે અને વ્યક્તિ જ્યારે માનસિક રીતે સ્વસ્થ નહીં હોય તો તેની અસર દરેક ક્ષેત્ર પર પડે છે. 10 ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિતે મનોવિ
05:06 AM Oct 10, 2022 IST | Vipul Pandya
માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ દિવસેને દિવસે વધતી જતી હોય એ અનુભવાય છે. કોરોના સમયે અને ત્યારબાદ માનસિક સ્વાસ્થ્ય કથળતું જણાયું અને લગભગ દરેક વ્યક્તિને નાની મોટી માનસિક સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓ અનુભવાઈ. દેશનો વિકાસ એ ત્યાંના નાગરિક સાથે જોડાયેલો છે અને વ્યક્તિ જ્યારે માનસિક રીતે સ્વસ્થ નહીં હોય તો તેની અસર દરેક ક્ષેત્ર પર પડે છે. 
10 ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિતે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા દોશી અને ભવન અધ્યક્ષ ડૉ.યોગેશ જોગસણ લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર છેલ્લા 6 મહિનાથી શું શું ફેરફાર થયા છે તેના પર 1300 વ્યક્તિઓ પર એક સર્વે કર્યો હતો. આ સર્વેમા લોકોને પૂછવામાં આવેલા સવાલો અને તારણો નીચે મુજબ છે.
- તમારા માનસિક સ્વાસ્થ્યને નીચેનામાંથી તમે કયો ક્રમ આપશો? આ પ્રશ્નના જવાબમાં 30.90% લોકોએ નબળું સ્વાસ્થ્ય ધરાવે છે તેવું કહ્યું, 22.90% લોકોએ ઠીક ઠીક કહ્યું, 20% લોકોએ સારૂ જણાવ્યું, 18.20% લોકોએ સૌથી સારૂ જણાવ્યું જ્યારે 8% લોકોએ સાવ નબળું માનસિક સ્વાસ્થ્ય છે તેવું જણાવ્યું હતું.
- છેલ્લા 6 અઠવાડીયામાં તમારા શારીરિક સ્વાસ્થ્યને કારણે તમને કામ કરવામાં સમસ્યાઓ થઇ છે? જેમાં 57.10% લોકોએ હા જણાવી જ્યારે 42.90% લોકોએ ના જણાવી.
- છેલ્લા 6 અઠવાડીયામાં આવેગિક સમસ્યા, માનસિક સમસ્યા, હતાશા કે ખિન્નતાને કારણે તમને કામ કરવામાં તકલીફ થઇ છે? જેમાં 71.40% લોકોએ હા કહ્યું.
- તમારા કાર્ય કરવાની રીત પર તમારા માનસિક સ્વાસ્થ્યની અસર પડે છે? જેમાં 72.60% લોકોએ હા કહ્યું.
-તમે કોઈ કારણ વગર વારંવાર શારીરિક બીમારીઓ અનુભવો છો? જેમાં 70.10% લોકોએ હા કહ્યું.
-તમારા સબંધોમાં તમારા માનસિક સ્વાસ્થ્યની અસર થાય છે? 68.20% લોકોએ હા કહ્યું.
- છેલ્લા 6 અઠવાડીયામાં તમારા ભોજન લેવાની શૈલીમાં પરિવર્તન આવ્યું છે? 71.60 લોકોએ હા કહ્યું.
- શું તમે ક્યારેય માનસિક રોગ વિશે જાગૃત થયા છો? 35.10% લોકોએ હા કહ્યું.
- તમે ક્યારેય માનસિક સ્વાસ્થ્યનું નિદાન કરાવ્યું છે? 60.30 લોકોએ ના કહ્યું.
- તમારા ઘરમાં ભૂતકાળમાં કોઈ માનસિક સમસ્યાથી પીડાતું હતું? 57.10% લોકોએ હા કહ્યું.
- તમારી ઊંઘવાની ભાત (શૈલી) કેવી છે? 55.10% લોકોએ ખરાબ જણાવી, 27.20% લોકોએ ઠીક ઠીક જણાવ્યું જ્યારે 17.07% લોકોએ સારી જણાવી.
- શું તમને વધારે સમય એકલા રહેવું પસંદ છે? 49.45% લોકોએ હા કહ્યું.
- શું તમને સમાયોજન કરવામાં તકલીફ પડે છે? 55.30% લોકોએ હા કહ્યું.
- શું તમને દિવાસ્વપ્નો વધારે આવે છે? 60.30% લોકોએ હા કહ્યું.
- શું તમે ધ્યાન વિભાજન સહેલાઈથી કરી શકો છો? 63.40% લોકોએ હા કહ્યું.
- નવી પરીસ્થિતીથી ડરી જાવ છો? 40% લોકોએ હા કહ્યું.
- ઉદાસી કે હતાશા અનુભવાય છે? 54.60% લોકોએ હા કહ્યું.
- આશાહીનતા જણાય છે? જેમાં 52.90% લોકોએ હા કહ્યું.
- લઘુતાગ્રંથી અનુભવાય છે? જેમાં 48.20 લોકોએ હા કહ્યું.
- વારંવાર કારણ વગર ચિંતા થાય છે?* 45.30% લોકોએ હા કહ્યું.
- તમારી વાસ્તવિક ઉંમર કરતા નાની ઉંમર જેવું વર્તન કરો છો? આ પ્રશ્નના જવાબમાં 58.20% લોકોએ હા કહ્યું.
- શું તમે લાગણી વ્યક્ત કરવામાં તકલીફ અનુભવો છો? 82.40% લોકોએ જણાવ્યું કે, અમે અમારી લાગણી વ્યક્ત કરવામાં તકલીફ અનુભવીએ છીએ.
- તમારી સમસ્યા માટે બીજાને કારણશીલ માનો છો? 55.40% લોકોએ હા કહ્યું.
- શું તમે હર્ટ વધારે થાવ છો? 70.10% લોકોએ હા કહ્યું.
- માનસિક સ્વાસ્થ્ય અંગેના મંતવ્યો*
1) લોકોને એવું લાગે છે કે જેઓ માનસિક રીતે નબળા અથવા નબળું મન હોય તેને માનસિક બીમારીઓ થાય છે પણ એવું નથી. માનસિક બીમારી કોઈપણને થઈ શકે છે.
2) શારીરિક સ્વાસ્થ્ય બગડે તો લોકોને દેખાય પણ ખરા પણ માનસિક સ્વાસ્થ્ય બગડે ત્યારે કોને કહેવા જવું? કોઈ સમજવા કે સાથ આપનાર હોતું નથી.
3) રડવું આવે તો રડી ય નથી શકતા કેમ કે લોકો નબળા માની બેસે છે.
4) સારા માનસિક સ્વાસ્થ્ય માટે ઘર પરિવારમાં એકબીજાને સમજી શકે એવા લોકો હોવા જરૂરી છે. જો કુટુંબનો સાથ હોય તો દુનિયા શુ કહેશે તેની પરવાહ નથી હોતી.
બીજી બાજુ આવા રોગથી પીડાતા દર્દી સારવાર માટે ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા મનો ચિકિત્સક ડો.પરેશ શાહ સાથે પણ વાત કરી જેમાં લોકો હાલ અનેક માનસિક રોગથી પીડાતા હોય છે એવું નથી સામન્ય લોકોમાં પણ માનસિક રોગ નથી તેમાં પણ આ પ્રકારના રોગ જોવા મળતા હોય છે ત્યારે તેવા પણ રોગ અને નિરાકરણ બતાવ્યા હતા. 
Tags :
GujaratFirstMentalHealthPhysicalHealthWorldMentalHealthDay
Next Article