Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકો કોમેન્ટ કરશે તો પણ અમે મતદાન જાગૃતિની ફરજ નહીં ચૂકીએ, જાણો કોણે -કેમ કહ્યું આવું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં ગત ચૂંટણીમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારા આઇકોન તરીકે પસંદ કરાયા હતા.  જ્યારે  આ વર્ષે ટ્રાન્સજેન્ડરની પસંદગી  આઇકોન તરીકે કરાઇ છે. ટ્રાન્સજેન્ડર રાગીણી પટેલની આગેવાનીમાં ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ કલેકટર તંત્ર દ્વàª
લોકો કોમેન્ટ કરશે તો પણ અમે મતદાન જાગૃતિની ફરજ નહીં ચૂકીએ  જાણો કોણે  કેમ કહ્યું આવું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં ગત ચૂંટણીમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારા આઇકોન તરીકે પસંદ કરાયા હતા.  જ્યારે  આ વર્ષે ટ્રાન્સજેન્ડરની પસંદગી  આઇકોન તરીકે કરાઇ છે. ટ્રાન્સજેન્ડર રાગીણી પટેલની આગેવાનીમાં ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ કલેકટર તંત્ર દ્વારા આ અંગે એક ડોક્યુમેન્ટ્રી પણ તૈયાર  કરવામાં આવી છે. 
અરૂણબાબુના માર્ગદર્શન હેઠળ તૈયારી 
રાજકોટ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાજકોટની આઠ વિધાનસભા મતવિસ્તારમાં લોકોમાં મત આપવા અંગેની જાગૃતિ કેળવાય તે માટે વિવિધ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપ લોકોમાં મતદાનનું મહત્વ સમજાવવા નવતર પહેલ અન્વયે ટ્રાન્સજેન્ડર સમુદાયના રાગિણી પટેલને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં આઈકોન તરીકે નિયુક્ત કરાયા છે.  જેઓ લોકો વચ્ચે જઈને મતદાન અંગેની જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. 
આ રીતે આવ્યા રાજકોટ જિલ્લા ક્લેક્ટરના સંપર્કમાં 
ટ્રાન્સજેન્ડર રાગીણી પટેલે એક ખાસ વાતચીતમાં ચૂંટણી અંગેના પોતાના અનુભવો જણાવ્યા હતા. મૂળ તેઓ કાલાવડ ગામથી જોડાયેલા છે. કઈ રીતે તેઓ કલેકટર અરુણ મહેશ બાબુના સંપર્કમાં આવ્યા એ અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાયના આધાર કાર્ડ તથા સર્ટિફિકેટ કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. એ દરમિયાન રાગીણી પટેલ રાજકોટ જિલ્લા કલેકટરના સંપર્કમાં આવ્યા હતા.એ સમયે જિલ્લા કલેકટર ચૂંટણી અંગે યુનિક કેમ્પેઇન તૈયાર કરવા માંગતા હતા.રાગીણી પટેલ પણ અતિ ઉત્સાહિત હતા. તેઓએ મતદાન જાગૃતિના આ કાર્યક્રમમાં જોડાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમના આ ઉત્સાહને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા તેમનું સિલેકશન ઇલેક્શન આઈકોન તરીકે કરવામાં આવ્યું હતું. મતદાન અંગેના તેમના કાર્ય અંગે રાગીણી પટેલએ જણાવ્યું હતું કે તેઓ સામાન્ય નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન કરવા માટે અપીલ કરશે. એ માટે કોઈ પણ જાતની લાલચ કે ખોટા લોભ આપીને નહીં પરંતુ દેશના વિકાસમાં સહભાગી થવાની મહત્વની વાત રજૂ કરીને તેઓ મતદાનની અપીલ કરશે. 
અથાગ સંઘર્ષભરી રહી છે સફર 
 પોતાના સંઘર્ષ અંગે રાગીણી પટેલે  જણાવ્યું હતું કે તેમને LGBQT સમુદાયમાં સામેલ થવું હતું. પરંતુ પરિવાર અને સમાજને પોતાના ટ્રાન્સજેન્ડર બનવાના નિર્ણયને સમજાવવા માટે કપરો સંઘર્ષ કરવો પડ્યો હતો. 15 વર્ષની વયે જ તેઓ ટ્રાન્સજેન્ડર બની ગયા હતા.  શરૂઆતમાં પરિવાર સાથે તેમને અનેકવાર ઘર્ષણ થયું હતું, પરંતુ સમય જતા પરિવારે એ વાત સ્વીકારી લીધી હતી કે તે ટ્રાન્સજેન્ડર છે. તેઓ જન્મજાત જ ટ્રાન્સજેન્ડર હોવાથી તેમણે કોઈ પણ સર્જરી કરાવી નથી.  આ અંગેનું સત્તાવાર સર્ટિફિકેટ પણ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા તેમને પ્રદાન કરવામાં આવ્યું છે. રાગીણી પટેલે એમબીએ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સમાજ દ્વારા ઠેર-ઠેર અસ્વીકારને લઇને તેમનો સંઘર્ષ આજે પણ યથાવત છે.  
સમાજ તરફથી હજુ પૂર્ણ સ્વીકાર્યતા ન મળવાનું દુઃખ 
તાજેતરમાં એક કિસ્સા અંગે તેમણે જણાવ્યું હતું કે રાજકોટના પોશ વિસ્તારમાં તેમને ઘર ખરીદવું હતું. આ માટે તેમણે બિલ્ડરનો સંપર્ક કર્યો તો બિલ્ડર દ્વારા પણ એવો નીરસ જવાબ આપવામાં આવ્યો હતો કે અમે ટ્રાન્સજેન્ડરને મકાન આપીએ તો આસપાસના લોકો વિરોધ કરે છે. આ મુદ્દે રાગીણી પટેલે કહ્યું હતું કે લોકોને ટ્રાન્સજેન્ડર સમુદાય પાસેથી આશીર્વાદ જોઈએ છે. દુવાઓ જોઈએ છે પરંતુ દુનિયા ટ્રાન્સજેન્ડર સમાજના વિકાસ માટે કંઈ પણ કરવા માંગતી નથી.એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાગીણી પટેલે મોટી મોટી કંપનીઓમાં નોકરી માટે અરજી કરી હતી પરંતુ આ કંપનીઓ દ્વારા પણ માત્ર ને માત્ર તેઓ ટ્રાન્સજેન્ડર છે એ મુદ્દાને ધ્યાને લઈને તેમની અરજીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.આ અંગે રાગીણી પટેલે  જણાવ્યું હતું કે અમે પણ ઇચ્છીએ છીએ કે સામાન્ય નાગરિકની જેમ કોઈ સારી કંપનીમાં નોકરી મળે જેમ લોકોના સપનાઓ કોઈ ચોક્કસ નોકરી કરવાના હોય તેમના ધ્યેય ને પૂર્ણ કરવાના હોય એ રીતે અમારા પણ સપનાઓ હોય કે અમે પણ અમારી ઈચ્છા અનુસારની નોકરી કરીએ પરંતુ જે સ્થળ પર અમને નોકરી મળે છે ત્યાં સહકર્મીઓ દ્વારા અમને સહયોગ મળતો નથી. એ લોકો એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે અમારે ત્યાંથી રાજીનામું આપી દેવું પડે અને જ્યાં અમે કામ કરવા ઈચ્છીએ છીએ ત્યાં માત્ર ને માત્ર ટ્રાન્સજેન્ડર સમુદાયને ધ્યાને લેવામાં આવે છે નહીં કે મારી ડિગ્રી મારો અભ્યાસ કે મારો અનુભવ.. 
સમાજના ઉત્થાન માટે કાર્ય કરવાની ઇચ્છા 
રાગીણી પટેલે  પોતાના સમાજના ઉત્થાન માટે કાર્ય કરવા માંગે છે. આ અંગે તેમણે  જણાવ્યું હતું કે અમારા સમાજના અનેક લોકો એવા છે કે જે ભિક્ષા માંગવા જાય છે. મારો અને મારી સાથે અન્ય લોકોને એવો પ્રયત્ન છે કે આ પ્રવૃત્તિને અટકાવવામાં આવે એ લોકો પગભર બને અને સામાન્ય નાગરિકની જેમ તેમને પણ નોકરી મળે અને તેમનું જીવન પણ સામાન્ય હોય.  તેમના આવા પ્રયત્નોથી સમાજમાં એટલો તો બદલાવ આવ્યો છે કે થોડી ઘણી ફાઇનાન્સિયલ કંપનીઓએ એવી છૂટ આપી છે કે તેમના સ્ટાફમાં પાંચ ટકા જેટલા ટ્રાન્સજેન્ડરને નોકરી આપવામાં આવશે પરંતુ તેમનું કહેવું છે કે સમાજમાં જોઈએ તેવું પરિવર્તન હજુ સુધી નથી આવ્યું. આજે પણ હું મારા ઘરની શેરીમાંથી પસાર થઉ છું ત્યારે આસપાસના લોકો મને કિન્નર કહીને સંબોધે છે અને એવા શબ્દોનો પ્રયોગ કરે છે કે જે સાંભળીને કાનમાંથી કીડા ખરી જાય પરંતુ આ સંસારનો નિયમ છે અને તેની સાથે જ અમારે ચાલવાનું છે 
લોકો કોમેન્ટ કરશે તો પણ હું મારી ફરજ નિભાવીશ 
ચૂંટણીમાં મતદારોને રિઝવવા એક મોટો પડકાર છે ત્યારે શું સમાજની રૂઢિચુસ્ત માનસિકતા તેમનો અવરોધ બનશે.એ સમયે રાગીણી પટેલે  જણાવ્યું હતું કે પહેલા તો અમે લોકોને મતદાનનું મહત્વ સમજાવીશું અને મારી એવી માનસિક તૈયારી છે કે લોકો કોઈ પણ પ્રકારની હીન કમેન્ટ કરે પરંતુ હું મતદાન અંગેની મારી ફરજથી નહિ ચુકું અને લોકોને મતદાન કરવા અંગે જણાવીશ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.