ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Rajkot: ભૂદેવોએ સંસ્કૃત ભાષામાં કરી ક્રિકેટ કોમેન્ટ્રી, ધોતી પહેરીને મેદાનમાં ઉતર્યા ખેલાડીઓ

Rajkot Sanskrit Cricket commentary: આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભૂદેવ સમાજ દ્વારા કરવામાં આવ્યું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કર્મકાંડી બ્રાહ્મણો ભાગ લઈ ક્રિકેટ રમવા જોવા મળ્યા હતાં.
07:18 PM Jan 06, 2025 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Rajkot Sanskrit Cricket commentary
  1. અનોખી ક્રિકેટ કોમેન્ટ્રી તમે ક્યારેય નહીં સાંભળી હોય
  2. ક્રિકેટ ટુર્નામેન્ટ આકર્ષણનું કારણ બની સંસ્કૃત કોમેન્ટ્રી
  3. ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભૂદેવ સમાજ દ્વારા કરવામાં આવ્યું

Rajkot: ભારતમાં ક્રિકેટ યુવાનો માટે હંમેશા આકર્ષક રમત રમી રહ્યાં હોય છે, પરંતુ રાજકોટના પરાપીપળીયામાં અનોખી યોજાયેલ એક ક્રિકેટ ટુર્નામેન્ટ આકર્ષણનું કારણ ક્રિકેટ નહીં પણ તેની એક અન્ય જ વિશેષતા છે. આ ક્રિકેટની વિશેષતા સંસ્કૃત ભાષાને લોકો સુધી પહોંચે તે માટે ક્રિકેટ કોમેન્ટ્રી સંસ્કૃત ભાષા કરવામાં આવી. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભૂદેવ સમાજ દ્વારા કરવામાં આવ્યું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કર્મકાંડી બ્રાહ્મણો ભાગ લઈ ક્રિકેટ રમવા જોવા મળ્યા હતાં.

આ પણ વાંચો: Gondal માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ નવા લસણની આવક નોંધાઈ, 15 કટ્ટાની આવક

કર્મકાંડ ભૂદેવ સંગઠન દ્વારા 2 દિવસની ક્રિક્ટ ટુર્નામેન્ટનું આયોજન

ભારતમાં લોકોમાં સંસ્કૃત પ્રત્યે જાગૃતતા આવે એ માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હિરેન જોશીએ ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે વાત કરતા કહ્યું કે, કર્મકાંડ ભૂદેવ સંગઠન દ્વારા 2 દિવસની ક્રિક્ટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં બ્રાહ્મણો દ્વારા સંસ્કૃતમાં કોમેન્ટ્રી આપવામાં આવી હતી. કર્મકાંડી બ્રાહ્રણો જ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમ ભાગ લીધો અને મેચ સાથે સંસ્કૃત કોમેન્ટ્રીનો આંદન પણ માણ્યો હતો.

આ પણ વાંચો: Sutat: FREE FIRE ગેમમાં 14 હજાર હાર્યો, તેની ભરપાઈ કરવા બનાવ્યો આવો પ્લાન?

મેચ રાજકોટના પરા પીપળીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાઈ

આ ક્રિકેટ ટુર્નામેન્ટ સવારે 7 વાગ્યાથી સાંજના 7.30 સુધી રાજકોટના પરા પીપળીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ યોજાઈ હતી. આ મેચમાં જે પણ વિનર ટીમને સંસ્કૃતમાં લખેલું જ શિલ્ડ આપવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષાનો વ્યાપ વધારવા માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 150થી 180 બ્રાહ્મણોએ ભાગ લીધો ઋષિ પરંપરા મુજબ આ ટુર્નામેન્ટમાં જે 10 ટીમો ભાગ લીધો તે ટીમોના નામ પણ સંસ્કૃતમાં જ રાખવામાં આવ્યાં હતાં. જેમ કે અત્રિવિશ્વ, વિશ્વામિત્ર અને ગૌતમી જેવા નામો રાખવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો: Surat: જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત પહેલાં વિવાદ, આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી

છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે

કર્મકાંડ ભુદેવ સંગઠન દ્વારા છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે પરાપીપળીયા ગ્રાઉન્ડમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષાનો વ્યાપ વધારવા માટે ભૂદેવ સમાજ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટને જોવા માટે અનેક લોકો હાજર રહ્યાં હતાં.

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Cricket commentarycricket tournamentCricket tournament in rajkotRajkot Sanskrit Cricket commentarySanskrit commentarySanskrit Cricket commentarySanskrit language commentarySanskrit language Cricket commentary