ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટમાં સુવિધાઓના અભાવ સાથે મતદાન બહિષ્કારના લાગ્યા બેનર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે લોકો પણ નેતાના નાક દબાવવા મેદાને આવ્યા છે. રાજકોટ મનપામાં ભળેલા મોટા મૌવામાં 3 વર્ષ થયા પણ વેરો નિયમિત ઉઘરાવે છે તો પાણી કેમ નથી આપતા લોકો સવાલો કરી રહ્યા છે. મત માંગવા આવશે પણ પાણી સુવિધા કેમ નથી આપતા આ સવાલો સાથે સ્થાનિકોએ મતદાન બહિષ્કાર કરવાનો નિણર્ય કર્યો છે. રાજકોટ 71 ગ્રામ્યમાં આવતા આ વિસ્તારમાં 20 સોસાયટીમાં લગભગ 5000 લોકો વસવાટ કà
06:56 AM Nov 15, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે લોકો પણ નેતાના નાક દબાવવા મેદાને આવ્યા છે. રાજકોટ મનપામાં ભળેલા મોટા મૌવામાં 3 વર્ષ થયા પણ વેરો નિયમિત ઉઘરાવે છે તો પાણી કેમ નથી આપતા લોકો સવાલો કરી રહ્યા છે. મત માંગવા આવશે પણ પાણી સુવિધા કેમ નથી આપતા આ સવાલો સાથે સ્થાનિકોએ મતદાન બહિષ્કાર કરવાનો નિણર્ય કર્યો છે. રાજકોટ 71 ગ્રામ્યમાં આવતા આ વિસ્તારમાં 20 સોસાયટીમાં લગભગ 5000 લોકો વસવાટ કરે છે. 3500 જેટલું મતદાન થાય છે, રાજકોટ મનપા વોર્ડ નંબર11માં સમાવેશ કરવામાં આવ્યો પણ કોર્પોરેટર ફરકતા નથી.
રોજ લોકોએ પાણી વહેચાતું લેવું પડે છે
મનપા પાણી પૂરું ન પાડતા રોજ સ્થાનિક લોકો દ્વારા પાણીના ટેંકર મંગાવવામાં આવી રહ્યા છે. રોજના 1000 રૂપિયા ટેન્કરના આપવા પડે છે, મહિને 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. પ્રાથમિક સુવિધા ન આપતી મનપા કરતા ગ્રામ પંચાયતમાં સરપંચ પાણી તો આપતા. રોડ રસ્તા ભલે પછી આપો પણ પાણી તો મહાનગર પાલિકા આપવી જ જોઇએ. અનેક રજુઆત કરવા છતાં મનપા સાંભળતી નથી. લોકો હવે ગુસ્સે થઇને બોલવા લાગ્યા છે કે અમે બાંગ્લાદેશમાં તો નથી રહેતા ને એવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો - સુરતમાં પ્રચાર પ્રસારની મહિલા ઉમેદવારોની એસેસરીઝે જમાવ્યું આકર્ષણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022BannersboycottElection2022facilitiesGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstVote
Next Article