Surat થી Rajkot જતી બસમાં તરૂણીની સાથે થયું દુષ્કર્મ
- Suratથી Rajkot જતી બસમાં તરુણી સાથે દુષ્કર્મ
- યુવકે Surat સુધી તરુણીનો પીછો કર્યો હતો
- Rajkot આવતી વખતે તરુણીને બ્લેકમેલ કરી અને દુષ્કર્મ આચર્યુ
Rajkot: Suratની તરુણી Rajkot આવી રહી હતી. આ દરમિયાન ચાલુ બસે ગીર સોમનાથના યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે Rajkotમાં 0 નંબરની ફરિયાદ નોંધી સુરત મહિધરપુરા મોકલાઈ છે. આ તરુણી મૂળ સુરતની હતી અને રાજકોટ હોસ્ટેલમાં રહેતી હતી. Gir Somnath નો યુવક વિજય બારડ પણ આ જ હોસ્ટેલમાં કામ કરતો હતો.
સમગ્ર ઘટનાક્રમ
મૂળ સુરતની તરૂણી Rajkot હોસ્ટેલમાં રહેતી હતી. આ હોસ્ટેલમાં જ Gir Somnath નો યુવક વિજય બારડ પણ કામ કરતો હતો. તરુણી પોતાના ઘરે સુરત ગઈ હતી. તેની પાછળ પાછળ વિજય પણ સુરત ગયો હતો. સુરતથી રાજકોટ રીટર્ન આવતી વખતે ચાલુ બસમાં વિજયે તરુણી સાથે અમાનવીય વર્તન કર્યુ હતું. વિજયે તરુણીને ચાલુ બસે બ્લેકમેલ કરી અને દુષ્કર્મ કર્યુ.
આ પણ વાંચોઃ Kutch: વિરોધ કરવાનો પણ કર્મચારીઓને હક નથી, રૂપિયા છે, મોટું નામ છે એટલે Adani ગમે તે કરશે?
પોલીસ કાર્યવાહી
આ સમગ્ર મામલે પોલીસે રાજકોટમાં 0 નંબરની ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ Suratના મહિધરપુરામાં આ ફરિયાદ મોકલાઈ છે. સુરતથી રાજકોટ આવી રહેલ બસમાં તરુણી સાથે દુષ્કર્મ થતા ચકચાર મચી જવા પામી છે. આ તરુણીને પહેલા બ્લેકમેલ કરીને તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં પહેલા યુવકે તરૂણીનો Surat સુધી પીછો કર્યો. જયારે તરુણી રાજકોટ પરત ફરી રહી હતી ત્યારે Gir Somnath ના વિજય બારડે ચાલુ બસમાં તરુણીને પહેલા બ્લેકમેલ કરી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યુ. આ સમગ્ર ઘટનાથી રાજકોટ પંથકમાં ચકચાર મચી ગઈ છે. હવે ચાલુ બસમાં પણ તરૂણી અને યુવતીઓ સુરક્ષિત રહી નથી. આ ઘટના બાદ યુવતી અને તેના પરિવારજનો પર વજ્રપાત થયો છે.
આ પણ વાંચોઃ VADODARA : નેશનલ હેરાલ્ડ મુદ્દે વિરોધ પ્રદર્શનમાં ભાજપના નેતાનો ટપલીદાવ !