Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટમાં ભીડનો લાભ લઇ સામાન લૂંટતી ગેંગ ઝડપાઇ

મહિલા પાસેથી દાગીના સેરવી લેતી ગેંગને ઝડપી પાડતી પોલીસભક્તિનગર પોલીસે સુરત થી ગેંગ ના 7 સભ્યો ને ઝડપી પાળિયા સોનાના દાગીનાનો મુદામાલ પણ કર્યો કબ્જેરાજકોટ (Rajkot)ની ભક્તિનગર પોલીસે (Police) મહિલા પાસેથી દાગીના સેરવી લેતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે 58 તોલા સોનાના દાગીના પણ કબજે કર્યા છે.વૃદ્ધાના દાગીના સેરવી લીધા હતાપ્રાપ્ત માહિતી મુજબ 12 ડિસેમ્બરે 69 વર્ષના વૃદ્ધા ઇન્દુબેન કાંતીલાલ વાઘà«
02:55 AM Dec 16, 2022 IST | Vipul Pandya
મહિલા પાસેથી દાગીના સેરવી લેતી ગેંગને ઝડપી પાડતી પોલીસ
ભક્તિનગર પોલીસે સુરત થી ગેંગ ના 7 સભ્યો ને ઝડપી પાળિયા 
સોનાના દાગીનાનો મુદામાલ પણ કર્યો કબ્જે
રાજકોટ (Rajkot)ની ભક્તિનગર પોલીસે (Police) મહિલા પાસેથી દાગીના સેરવી લેતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે 58 તોલા સોનાના દાગીના પણ કબજે કર્યા છે.

વૃદ્ધાના દાગીના સેરવી લીધા હતા
પ્રાપ્ત માહિતી મુજબ 12 ડિસેમ્બરે 69 વર્ષના વૃદ્ધા ઇન્દુબેન કાંતીલાલ વાઘેલા તેમના પરીવારના સભ્યો સાથે જસદણ લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા ત્યારે તેમના હાથમાં કાપડની થેલી હતી તે થેલીમાં પ્લાસ્ટીકના ડબ્બામાં સોના-ચાંદીના દાગીના હતા. સોરઠીયા વાડી સર્કલ પાસે બસ પહોચતા તેમનો દાગીનાનો ડબ્બો ગાયબ જણાયો હતો. વૃદ્ધાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 
પોલીસે તપાસ શરુ કરી
 બનાવ બાદ ભક્તિનગર પોલીસે તપાસ અલગ અલગ ટિમો બનાવી તપાસ શરૂ કરી હતી.   પોલીસે સીસી ટીવી ચેક કરતાં કેટલીક મહિલાઓની શંકાસ્પદ હીલચાલ જોવા મળી હતી અને સીસી ટીવીમાં જોવા મળેલી રિક્ષાના ચાલકને પોલીસે ઝડપી લીધા બાદ તેણે ચાર મહિલાઓને  નંદાહોલ પાસે ઉતારી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સતત તપાસનો દોર ચાલું રહી હતી અને ગ્રીનલેન્ડ ચોકડીથી આ મહિલાઓ લીંબડી તરફ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. 
પોલીસ પહોંચી સુરત
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ મહિલાઓ સામે સુરત પોલીસમાં પણ ગુના નોંધાયેલા છે જેથી પોલીસની એક ટીમ સુરત પહોંચી હતી અને સુરતના માન દરવાજા વિસ્તારમાંથી મહિલાઓ સહિતની ટોળકીને ઝડપી પાડી હતી. પોલીસે આ ગુનામાં  દશરથ પોપટભાઇ ઠાકોર, મીરા દશરથ પોપટભાઇ ઠાકોર , સુમન શુકકરભાઇ રાખપત્ર,  સંગીતા મનોજ રાખપત્ર, જીજાબાઇ ઉલ્લાસભાઇ  કામલે તથા શારદા ગણેશભાઇ રાજપત્રે, મનોજ શુકકર રાખપત્રને ઝઢપી પાડ્યા હતા. 
 
ટોળકીની એમઓ
આ ટોળકી અલગ-અલગ શહેરોમાં ચોરીઓ કરવા માટે જતી હતી અને ફૂટપાથ પર રહેતી હતી. ત્યારબાદ બસ ટ્રેન તેમજ ભીડભાડ વાળી જગ્યાઓ ઉપર મોકો મળે ત્યારે લોકો પાસે રહેલો સર-સામાન નજર ચુકવીને કાઢી લેતી હતી.  
આ પણ વાંચો--મોરબીમાં ફેક્ટરીના કેશિયર પાસેથી 29 લાખની લૂંટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
GujaratFirstpoliceRAJKOT
Next Article