Rajkot : તળાવમાં નહાવા પડેલા 3 યુવક ડૂબ્યા, જીવ જોખમમાં મૂકી સ્થાનિકોએ બેને બચાવ્યા!
- Rajkot માં તળાવમાં નહાવા પડતાં 3 યુવક ડૂબ્યા
- સ્થાનિકોએ બે યુવકોને બચાવ્યા, એકનું મોત
- અર્જુન મકવાણા નામનાં યુવકનું ડૂબી જતા મોત
- આજીડેમ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી
રાજકોટમાં (Rajkot) ગોઝારી ઘટના બની છે. લોઠડા ગામ નજીક આવેલા તળાવમાં નહાવા પડેલા 3 યુવક ડૂબ્યા હતા. જો કે, બહાદુર સ્થાનિકો ત્વરિત મદદે આવતા 3 પૈકી 2 યુવકોને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ, આ દુર્ઘટનામાં એક યવુકનું ડૂબી જતાં મોત નીપજ્યું છે. એક યુવક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની (Aji Dam Police) ટીમ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Vadodara : 5 લોકોને કચડી નાખનાર લો સ્ટુડન્ટનો દાવો, 'હું નશામાં નહોતો, કાર 50 કિમી પ્રતિ કલાકની સ્પીડે ચાલી રહી હતી'
લોઠડા ગામ નજીક તળાવમાં 3 યુવક નહાવા ગયા હતા
પ્રાથમિક માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાનાં (Rajkot) લોઠડા ગામ નજીક આવેલા તળાવમાં 3 યુવક નહાવા ગયા હતા. દરમિયાન, ત્રણેય યુવક તળાવમાં ડૂબતા બૂમાબૂમ કરી હતી. યુવકોની બૂમો સાંભળીને બહાદુર સ્થાનિક લોકો તાત્કલિક તળાવ પાસે આવ્યા હતા અને પોતાનાં જીવની પરવાહ કર્યા વિના ડૂબી રહેલા યુવકોને બચાવવા તજવીજ હાથ ધરી હતી. સ્થાનિકો દ્વારા 3 પૈકી બે યુવકોને ડૂબતા બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ, આ દુર્ઘટનામાં અન્ય એક યુવકનું તળાવમાં ડૂબી જતાં મોત કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનાં સમાચાર છે.
આ પણ વાંચો - Surat : રમતી બાળકી પર સોસાયટીનો ગેટ પડતા થયું મોત, વીડિયો રૂંવાટા ઉભા કરી દેશે
સ્થાનિકોએ બે યુવકોને બચાવ્યા, એકનું મોત
આ દુર્ઘટનામાં એક યુવક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક આજીડેમ પોલીસને (Aji Dam Police) જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ 18 વર્ષીય અર્જુન મકવાણા તરીકે થઈ છે.
આ પણ વાંચો - અમદાવાદમાં અસામાજિક તત્વો સામે તંત્રની કડક કાર્યવાહી, વસ્ત્રાલમાં ગુંડાગર્દીનો જવાબ બુલડોઝરથી?