Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ જિલ્લા પંચાયત બની રાજ્યની પ્રથમ "પેપરલેસ જિલ્લા પંચાયત"

રાજકોટ (Rajkot) જિલ્લા પંચાયત ગુજરાતની પ્રથમ એવી જિલ્લા પંચાયત બની છે જે રાજ્યની પ્રથમ પેપરલેસ જિલ્લા પંચાયત બની છે. સરકારી ઓફિસમાં  ફાઈલોના ઢગલા હવે ભૂતકાળ બની જશે ત્યારે જુઓ અમારો આ અહેવાલ 'પેપરલેસ પંચાયત'તમામ કામ હવે ઓનલાઇન થશેટેક્નોલોજી દિવસેને દિવસે હરણફાળ ભરી રહી છે અને હવે લગભગ મોટાભાગનું કામ આંગળીના ટેરવે મતલબ કે ઑનલાઈન થવા લાગ્યું છે જેથી લોકોના સમયની ઘણી બધી બચત થઈ રહી છે.
રાજકોટ જિલ્લા પંચાયત બની રાજ્યની પ્રથમ  પેપરલેસ જિલ્લા પંચાયત
Advertisement
રાજકોટ (Rajkot) જિલ્લા પંચાયત ગુજરાતની પ્રથમ એવી જિલ્લા પંચાયત બની છે જે રાજ્યની પ્રથમ પેપરલેસ જિલ્લા પંચાયત બની છે. સરકારી ઓફિસમાં  ફાઈલોના ઢગલા હવે ભૂતકાળ બની જશે ત્યારે જુઓ અમારો આ અહેવાલ "પેપરલેસ પંચાયત"

તમામ કામ હવે ઓનલાઇન થશે
ટેક્નોલોજી દિવસેને દિવસે હરણફાળ ભરી રહી છે અને હવે લગભગ મોટાભાગનું કામ આંગળીના ટેરવે મતલબ કે ઑનલાઈન થવા લાગ્યું છે જેથી લોકોના સમયની ઘણી બધી બચત થઈ રહી છે. બીજી બાજુ સરકારી તંત્ર પણ હવે ટેક્નોલોજી સાથે કદમથી કદમ મીલાવીને લોકોને મદદરૂપ થવા માટે નવતર અભિગમ અપનાવી રહી છે.દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયતનું સઘળું કામ હવેથી ‘પેપરલેસ’ મતલબ કે ઑનલાઈન થઈ ચૂક્યું છે. હવે જિલ્લા પંચાયતને લગતું તમામ કાર્ય ઑનલાઈન જ થવા લાગશે. આમ કરનારી રાજકોટની જિલ્લા પંચાયત ગુજરાતની પ્રથમ કચેરી છે. આ સાથે જ આગામી 26 ડિસેમ્બરથી સરકારના ગુડ ગવર્નન્સ દિવસથી તાલુકા પંચાયતની કચેરીઓ પણ ‘પેપરલેસ’ થઈ જશે.
અઢાર બ્રાન્ચ હવે ઓનલાઇન 
આ અંગે વધુમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતુંકે, હવેથી જિલ્લા પંચાયતમાં કોઈ પ્રકારની ફિઝિકલ મતલબ કે હાર્ડકોપી ફાઈલ ચાલશે નહીં અને તમામ વહીવટ પેપરલેસ મતલબ કે ઓનલાઈન બની જશે. રાજકોટ જિલ્લા પંચાયત અંતર્ગત આવતી અઢારેય બ્રાન્ચમાં આ પ્રક્રિયા અમલી બનાવી દેવામાં આવી છે. આ માટે તમામ કર્મચારીઓ-અધિકારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.
તમામ વહિવટ પેપરલેસ
એકંદરે જિલ્લા પંચાયતનો સંપૂર્ણ વહીવટ ‘પેપરલેસ’ થઈ જવાને કારણે સૌથી મોટો ફાયદો એ થશે કે કોઈ અરજદાર દ્વારા પહેલાં આરોગ્ય, આર એન્ડ બી સહિતના વિભાગોને લગતી ફાઈલ સબમીટ કરાવવામાં આવતી તો ઘણીવાર એવું બનતું કે ફાઈલો ગુમ થઈ જવી, ફાઈલો ન મળવી સહિતની સમસ્યા ઉપસ્થિત થતી હતી. જો કે હવે આ વાત ભૂતકાળ બની જશે કેમ કે ફાઈલ સબમીટ થયા બાદ તેનો રેકોર્ડ કોમ્પ્યુટરમાં સચવાયેલો રહેશે
ફિલ્ડમાંથી પણ ફાઇલને મંજૂર કરી શકાશે
આ નિર્ણયનો બીજો ફાયદો એ મળશે કે જિલ્લા પંચાયતના અધિકારી ફિલ્ડમાં હશે તો પણ ફાઈલને વેરિફાય અથવા તો મંજૂરી આપી શકશે. આ માટે તમામ અધિકારીઓને લોગઈન આઈડી આપવામાં આવ્યું છે જેન થકી તેઓ ફિલ્ડમાં હોવા છતાં પણ લેપટોપ અને મોબાઈલ થકી ફાઈલને મંજૂર-નામંજૂર કરી શકશે. આવી જ રીતે કોઈ ફાઈલ સાથે છેડછાડ નહીં થાય કે તેના ગુમ થઈ જવાની સમસ્યામાંથી છૂટકારો મળશે.આમ થવાથી કાગળની તો મોટી બચત થવાની જ છે સાથે સાથે સમયની પણ મોટી બચત થશે. આ ઉપરાંત અધિકારીઓ ફાઈલનું સ્ટેટસ શું છે તેને કોમ્પ્યુટરના માધ્યમથી ટ્રેક કરીને સ્થિતિ જાણી શકશે. 

અધિકારીના હસ્તાક્ષર પણ ઓનલાઇન થશે
આ ઉપરાંત અધિકારીના હસ્તાક્ષર પણ ઓનલાઈન થઈ જશે. એકંદરે આ નિર્ણયથી અધિકારીઓ એકબીજાના સંપર્કમાં આવ્યા વગર જ ફાઈલનું કામકાજ કરી શકશે.જિલ્લા પંચાયતમાં આ નિયમનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે આવું કરનારી રાજકોટની જિલ્લા પંચાયત ગુજરાતની પહેલી સરકારી કચેરી છે. આ ઉપરાંત 26 ડિસેમ્બરે ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે તાલુકા પંચાયતની પણ સઘળી કામગીરી ઓનલાઈન કરવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે જિલ્લા પંચાયતને મોકલવામાં આવતી ટપાલ મારફતે આવતી લેખિત અરજીઓ પણ સ્કેન કરીને અધિકારીઓને મોકલવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×