Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલમાં સફાઇના મુદ્દે મહિલાઓ બની રણચંડી

ગોંડલ (Gondal) નગરપાલિકાની હદમાં આવતો અને શહેરનો મુખ્ય વિસ્તાર ગણાતો ગુંદાળા રોડ વિસ્તારમાં સફાઈ બાબતે તંત્રમાં અનેક રજુઆત કરવા છતાં કોઈ નિવારણ નહિ આવતા આ વિસ્તારની મહિલાઓ રણચંડી બની હતી અને રોડ પર ચક્કાજામ કરાયો હતો.ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાનગર પાલિકા દ્વારા શહેરના ગુંદાળા રોડ પર આવેલ વૃદાવન સોસાયટી, ગણેશ નગર, ડી.કે નગર, બ્રહ્માણી નગરની 150થી વધુ મહિલાઓ રસ્તા પર પર ઉતરી મુખ્à
ગોંડલમાં સફાઇના મુદ્દે મહિલાઓ બની રણચંડી
ગોંડલ (Gondal) નગરપાલિકાની હદમાં આવતો અને શહેરનો મુખ્ય વિસ્તાર ગણાતો ગુંદાળા રોડ વિસ્તારમાં સફાઈ બાબતે તંત્રમાં અનેક રજુઆત કરવા છતાં કોઈ નિવારણ નહિ આવતા આ વિસ્તારની મહિલાઓ રણચંડી બની હતી અને રોડ પર ચક્કાજામ કરાયો હતો.
ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા
નગર પાલિકા દ્વારા શહેરના ગુંદાળા રોડ પર આવેલ વૃદાવન સોસાયટી, ગણેશ નગર, ડી.કે નગર, બ્રહ્માણી નગરની 150થી વધુ મહિલાઓ રસ્તા પર પર ઉતરી મુખ્ય ગુંદાળા રોડ પર  ચક્કાજામ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
તંત્રએ સફાઇની ખાત્રી આપી 
આ મહિલાઓ દ્વારા આક્ષેપ કરાયો હતો કે પાલિકા તંત્રમાં અનેકવાર રજુઆત કરવા છતાં નીમ્ભર તંત્ર દ્વારા સફાઈ કરવામાં ન આવતા ચક્કાજામ કરી સુધરાઈ સભ્યો હાય હાયના નારા લગાવ્યા હતા. ટ્રાફિક જામના પગલે ગોંડલ પોલીસ તંત્ર સ્થળ પર પહોંચી હતી આ તકે પાલિકા પ્રમુખ ના પ્રતિનિઘી પ્રવીણભાઈ રૈયાણી સેનીટેશન શાખા ના કર્મચારીઓ, બાંધકામ શાખાના ચંદુભાઈ ડાભી, આસિફ ઝાકરિયયા સહિતના પાલિકા સતાધીસો પણ પહોંચી સ્થાનિકો સાથે વાતચિત  કરી વહેલી તકે સફાઈ માટેની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા ચક્કાજામ દૂર કરાયો હતો. ઉપસ્થિત મહિલાઓ દ્વારા આગામી સમયમાં નગર પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં નહીં આવે તો ફરી ચક્કાજામ કરવામાં આવશે તેવી સ્થાનિક મહિલાઓ દ્વારા ચીમકી ઉચ્ચારી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.