Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'સાહેબ, મારો પતિ હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપે છે' જાણો કોણે કહ્યું

વ્યાજખોરો સામેના લોક દરબાર બાદ આજે રાજકોટ (Rajkot) માં મહિલાઓ (women) ની સમસ્યાને લઈને લોક દરબાર (Lok Darbar) યોજાયો.  શહેરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે આ મહિલા લોક દરબાર યોજાયો હતો જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મહિલા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. આ મહિલા લોક દરબારમાં પોતાના પ્રશ્નો રજૂ કરતી વખતે મહિલાઓ જાહેરમાં રડી પડી હતીતેમનો પતિ ઘાતક હથિયાર લઈને મારી નાખવાની ધમકી આપે છેરાજકોટ મહિલા પોલીસ સà«
 સાહેબ  મારો પતિ હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપે છે  જાણો કોણે કહ્યું
વ્યાજખોરો સામેના લોક દરબાર બાદ આજે રાજકોટ (Rajkot) માં મહિલાઓ (women) ની સમસ્યાને લઈને લોક દરબાર (Lok Darbar) યોજાયો.  શહેરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે આ મહિલા લોક દરબાર યોજાયો હતો જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મહિલા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. આ મહિલા લોક દરબારમાં પોતાના પ્રશ્નો રજૂ કરતી વખતે મહિલાઓ જાહેરમાં રડી પડી હતી
તેમનો પતિ ઘાતક હથિયાર લઈને મારી નાખવાની ધમકી આપે છે
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આજે મહિલા લોક દરબાર યોજાયો હતો આ મહિલાઓમાં ઘરેલુ હિંસાના બનાવોથી મહિલાઓની સમસ્યાઓ વધુ સામે આવી હતી ત્યારે આ મહિલા લોક દરબારમાં ચોકાવનારા કિસ્સો સામે આવ્યા હતા. જેમાં એક મહિલાને ત્યાં દીકરીનો જન્મ થતાં તરછોડી દીધાનું સામે આવ્યું હતું.તેમણે કહ્યું હતું કે તેઓ રાજકોટ શહેરના ભગવતીપરાના વર્ધમાન નગર વિસ્તારમાં રહે છે તેમને ત્યાં દીકરીનો જન્મ થતાં તેમના પતિએ છોડી મૂકી છે. તેમના લગ્નને બે વર્ષ જેટલો સમય વીત્યો છે . દીકરીને જન્મ બાદ છોડી મૂક્યા નો મહિલાએ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના પતિનું નામ દશરથ છે.. તે કુવાડવા ગામે રહે છે. આ મહિલાએ કહ્યું હતું કે અવારનવાર તેમનો પતિ ઘાતક હથિયાર લઈને તેમની પાસે આવે છે અને મારી નાખવાની ધમકી આપે છે તેમજ તેમને ત્યાં તાજેતરમાં જ બીજી દીકરી નો જન્મ થયો છે. તેમને પણ ઝેરી દવા આપીને મારી નાખવાનું કહે છે. આ મહિલાએ રડતા રડતા કહ્યું હતું કે તેમને તાત્કાલિક ન્યાય મળે.

લગ્નની લાલચ આપી સબંધ બનાવ્યો
આવીજ એક અન્ય મહિલાએ આપવીતી  કહેતા કહ્યું હતું કે મોરબીના એક શખ્સ દ્વારા લગ્નની લાલચ આપી તેમની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના દ્વારા બિભત્સ મુવી બતાવી તેમની સાથે અપકૃત્ય કરવામાં આવતું હતું. તેણે માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ તેમને તરછોડી મુકતા હવે તેમની જિંદગી બરબાદ થઈ ગઈ.
મહિલાઓ માટે લોક દરબાર
રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગત સપ્તાહે લોકદરબાર યોજાયા બાદ આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા મહિલાઓના પ્રશ્નોના નિરાકરણ કરવા માટે મહિલા પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું. આ લોકદરબારમાં મહિલાઓ પોતાના નાના બાળકો સાથે આવી પહોંચી હતી અને ભીની આંખોએ પોલીસ પાસે ન્યાયની માંગ કરી હતી. પોલીસે પણ અરજદારોની વાત સાંભળી તેમને ન્યાય અપાવવા માટે ખાતરી આપી હતી.
શું કહ્યું ડીસીપીએ
ડીસીપી પૂજા યાદવે જણાવ્યું હતું કે, મહિલાઓના પ્રશ્નો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઘણા અરજદારો આવ્યા છે જેમને અમે સાંભળી યોગ્ય કાર્યવાહી કરી છે. આજે બધા મહિલાઓની વાત સાંભળી તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે શક્ય હશે ત્યાં સુધી સમાધાન પણ કરાવીશું.કોઈના ઘર સંસાર તૂટે નહિ તે માટે સમાધાન પ્રયત્ન પણ કરીશું અને જો સમાધાન શક્ય નહિ જ હોય તેવા કેસમાં ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવામાં આવશે.  
તત્કાળ કાર્યવાહી
 મોટાભાગની ફરિયાદોમાં પતિ તેમજ સાસરિયાઓ ત્રાસ આપી મારકૂટ કરતા હોવાનું કહેવામાં આવ્યું હતું. જો કે આ મામલે ફરિયાદીને સાંભળી પોલીસ દ્વારા તાત્કાલિક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 181 અને શી ટીમને સાથે રાખવામાં આવી હતી. જો સમાધાન થઇ શકે તેમ ન હોય તેવા કેસમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.