ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતના આ શહેરમાં દિવાળીની રાત્રે શાંતિ ડહોળવાનો પ્રયાસ, પોલીસની કડક કાર્યવાહી

વડોદરા (Vadodara) શહેરમાં દિવાળી (Diwali)ની રાત્રે કોમી ભડકો થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. વડોદરાના  પાણીગેટ વિસ્તારમાં બે જૂથ આમને સામને આવી ગયા બાદ પથ્થરમારો થયો હતો અને આગચંપી અને તોડફોડની ઘટના બની હતી. પોલીસ પર પણ પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. જો કે પોલીસે (Police) કડક કાર્યવાહી કરી તોફાનીઓને જેર કર્યા હતા. હરણખાના રોડ પર તોફાનદિવાળીની મોડી રાત્રે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના હરણà
05:09 AM Oct 25, 2022 IST | Vipul Pandya
વડોદરા (Vadodara) શહેરમાં દિવાળી (Diwali)ની રાત્રે કોમી ભડકો થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. વડોદરાના  પાણીગેટ વિસ્તારમાં બે જૂથ આમને સામને આવી ગયા બાદ પથ્થરમારો થયો હતો અને આગચંપી અને તોડફોડની ઘટના બની હતી. પોલીસ પર પણ પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. જો કે પોલીસે (Police) કડક કાર્યવાહી કરી તોફાનીઓને જેર કર્યા હતા. 

હરણખાના રોડ પર તોફાન
દિવાળીની મોડી રાત્રે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના હરણખાના રોડ પર કોમી તોફાન થયું હતું અને તોફાની તત્વો દ્વારા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. નજીવા વિવાદમાં બે જૂથો સામસામે આવી જતાં સ્થિતિ વણસી હતી.
પથ્થરમારો અને આગજની
બંને જૂથોએ આમને સામને આવી  ભારે પથ્થરમારાની સાથે તોડફોડ કરી હતી. ટોળાએ વાહનોને આગચંપી કરી દુકાનોમાં તોડફોડ પણ કરી હતી. મોડી રાત્રે જૂથ અથડામણમાં સ્થિતી વણસી ગઇ હતી. રાત્રે 1 વાગ્યે સ્ટ્રીટ લાઇટ બંધ કરીને તોફાનીઓએ પથ્થરમારો કર્યો હતો. 
પોલીસ પર પેટ્રોલ બોંબ ફેંકાયો
ઘટનાની જાણ થતાં શહેરભરનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જો કે તોફાની ટોળાએ પોલીસ પર પણ  પેટ્રોલબોમ્બ ઝીંકી  ઉત્પાત મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તોફાની તત્વોને કડક હાથે દાબી દીધા હતા.  

પોલીસે કડક કાર્યવાહી કરી
પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિગ શરુ કર્યું હતું જેથી તોફાની તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે સઘન પેટ્રોલિંગ પણ શરુ કર્યું હતું અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 
બંને જૂથના 19 શખ્સની અટકાયત
મંગળવારે સવારથી જ પોલીસે તોફાની તત્વોને જેર કરવાની કાર્યવાહી શરુ કરી હતી અને સીસી ટીવીના આધારે તોફાની તત્વોની શોધખોળ શરુ કરાઇ હતી. પોલીસે સીસી ટીવી ફૂટેજના આધારે બંને જૂથના 19 શખ્સની અટકાયત કરી હતી.

હાલ સ્થિતિ નિયંત્રણમાં
જો કે પોલીસની ત્વરીત કાર્યવાહી બાદ હાલ સ્થિતી કંન્ટ્રોલમાં છે અને કોઇ અનિચ્છનિય બનાવ બન્યો નથી. પોલીસે સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. 
આ પણ વાંચો--ગુજરાતમાં આજે બપોરથી અંદાજે 31 ટકા સૂર્ય ઢંકાઇ જશે, અદ્ભૂત નજારો જોવા મળશે
Tags :
Diwali2022GujaratFirstpoliceVadodara
Next Article