Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલમાં 17 વર્ષની ફૌજી સર્વિસ કરીને વતન પરત ફરતા વીર યોદ્ધાનું વાજતે ગાજતે સન્માન

17 વર્ષની આર્મીની ફરજો અલગ અલગ રાજ્યોમાં અને બોર્ડર પર  ફરજો બજાવીને કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલા જ્યારે પરત વતન ગોંડલ ( Gondal) ખાતે બપોરે જબલપુર એક્સપ્રેસ દ્વારા ગોંડલ રેલવે સ્ટેશને પધાર્યા ત્યારે વાઘેલા પરિવાર તથા મિત્રજનો તો બહોળી સંખ્યામાં સન્માન કરવા હાજર હતા જ પણ સાથે જ ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ પણ બહોળી સંખ્યામાં સફારી મેડલ કેપ સહિત સેરિમોનિયલ ડ્રેસમાં બહોળી સંખ્યામાં
09:04 AM Feb 05, 2023 IST | Vipul Pandya
17 વર્ષની આર્મીની ફરજો અલગ અલગ રાજ્યોમાં અને બોર્ડર પર  ફરજો બજાવીને કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલા જ્યારે પરત વતન ગોંડલ ( Gondal) ખાતે બપોરે જબલપુર એક્સપ્રેસ દ્વારા ગોંડલ રેલવે સ્ટેશને પધાર્યા ત્યારે વાઘેલા પરિવાર તથા મિત્રજનો તો બહોળી સંખ્યામાં સન્માન કરવા હાજર હતા જ પણ સાથે જ ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ પણ બહોળી સંખ્યામાં સફારી મેડલ કેપ સહિત સેરિમોનિયલ ડ્રેસમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતું.
વાજતે ગાજતે સન્માન
ગોંડલ રેલવે સ્ટેશને એમનું સ્વાગત કર્યાં બાદ એમને ડી.જે. સહિત વાજતે ગાજતે કુટુંબીજનો, મિત્રમંડળ તથા  બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળના પ્રમુખ અનોપસિંહ ચુડાસમા ની આગેવાનીમાં ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર, નિતેશભાઈ બાબરીયા, રામદેવસિંહ જાડેજા, હરેન્દ્રભાઈ જોષી, જસુભા જાડેજા, સુભાષભાઈ ભટ્ટ, રસિકભાઈ પુરોહિત સહિતના લોકોએ વીર યોદ્ધા કલ્પેશભાઈની એમના નિવાસસ્થાન ભવનાથ સુધી ડી.જે. સહિત સન્માન-રેલી સહિત બહુમાન આપ્યું.

17 વર્ષની ફરજ બજાવી 6 મેડલો જીત્યા
કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલા મૂળ ઘોઘાવદર અને હાલ ગોંડલ છે. એમના બીજા પિતરાઈ ભાઈ ગૌતમભાઈ પણ આર્મીમાં ફરજો બજાવીને ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંદળના એક જવાબદાર સભ્ય છે. વીર યોદ્ધા કલ્પેશભાઈ એ આર્મીમાં 17 વર્ષની ફરજ બજાવી કુલ 6 મેડલો જીત્યા છે. ફરજ દરમિયાન તેમણે નાસિક મહારાષ્ટ્ર, અંબાલા પંજાબ, પઠાણકોટ પંજાબ, ગોપાલપુર ઓરિસ્સા, શ્રીનગર, દિલ્હી, મુંબઈ વિગેરે રાજ્યોમાં કઠિન ફરજો બજાવી જે દરમિયાન શ્રીનગરમાં 2017 થી 2019 દરમિયાન બે આર્મી ઓપરેશન (ઓપરેશન રક્ષક તથા ઓપરેશન વિજય) માઇનસ 10 ડિગ્રીમાં ઓપરેશન પાર પાડવા બદલ પણ બે મેડલ મેળવ્યા. આમ કુલ તેઓએ કઠિન પરિસ્થિતિમાં ફરજો બજાવીને 6 મેડલ તથા એક કૉમેન્ડેશન કાર્ડ પ્રાપ્ત કર્યા છે.

ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ ને આવા જાબાજ યોદ્ધા પર ગર્વ 
પરિવારમાં બે ભાઈઓમાં પોતે સૌથી મોટા છે જ્યારે એમને છ વર્ષનો દીકરો છે જેમને પણ તેઓ આર્મીમાં જ મોકલવાની મહેચ્છા ધરાવે છે. ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ ને આવા જાબાજ યોદ્ધા પર ગર્વ છે.
આ પણ વાંચો--સુરતમાં કાપડના વેપારી સાથે 82.40 લાખની છેતરપીંડી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GondalGujaratFirstMilitaryServiceRAJKOTWarrior
Next Article