Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ એસટી ડેપો બન્યો રાજકોટ ડિવિઝનનો નંબર વન ડેપો

ગોંડલ એસટી ડેપો (Gondal ST depot)ના નવનિયુક્ત ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજાની મહેનત તથા પાવરફુલ મેનેજમેન્ટના લીધે ગોંડલ એસટી ડેપોએ સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં સ્થાન મેળવી લીધું છે. આવક મેળવવાની બાબતમાં સમગ્ર ગુજરાતના 116 ડેપોમાંથી છલાંગ લગાવી સીધા 1 માં નંબર પર આવી ગયેલ છે અને રાજકોટ ડિવિઝનમાં  પહેલા નંબર પર આવી ગયેલ છે. સતત ચર્ચામાં રહેતા ગોંડલ એસટી ડેપો દ્વારા અચાનક જ પ્રગતિ તરફ વળાંક લીધેà
ગોંડલ એસટી ડેપો બન્યો રાજકોટ ડિવિઝનનો નંબર વન ડેપો
ગોંડલ એસટી ડેપો (Gondal ST depot)ના નવનિયુક્ત ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજાની મહેનત તથા પાવરફુલ મેનેજમેન્ટના લીધે ગોંડલ એસટી ડેપોએ સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં સ્થાન મેળવી લીધું છે. આવક મેળવવાની બાબતમાં સમગ્ર ગુજરાતના 116 ડેપોમાંથી છલાંગ લગાવી સીધા 1 માં નંબર પર આવી ગયેલ છે અને રાજકોટ ડિવિઝનમાં  પહેલા નંબર પર આવી ગયેલ છે. સતત ચર્ચામાં રહેતા ગોંડલ એસટી ડેપો દ્વારા અચાનક જ પ્રગતિ તરફ વળાંક લીધેલ હોય તેમ ડીઝલ કે એમપીએલ, બ્રેકડાઉન, આવકમા સુધારો થયેલ છે. આ અંગે ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે ગોંડલ એસટી ડેપો સમગ્ર ગુજરાતમાં નંબર 1 પર લઈ જવાના અમારા પ્રયત્નો છે.
  • મંજુર શેડ્યુલ :- 79, 
  • સંચાલિત શેડ્યુલ :- 65+6cc=71,
  • મંજુર કિમી :-35904, 
  • સંચાલિત કિમી 29472+1190+4560=35222, 
  • કેન્સલ કિમી :- 6432,
  •  કેન્સલ % :- 17.91, 
  • ટ્રાફિક આવક :- 911191, 
  • એક્સપ્રેસ ઇપીકેએમ :- 33.54, 
  • લોકલ ઇપીકેએમ :- 27.00, 
  • કુલ ઇપીકેએમ :- 29.72, 
  • ડ્રાઈવર ઓટી :-NIL, 
  • કંડકટર ઓટી :-  NIL, 
  • અન્ય વપરાશ :- ડ્રા.-5/કન્ટ.-4 =કુલ 9, 
  • ડીઓઆર કીમી :29472 + 1190 + 4560 = 35222, 
  • લોગશીટ કીમી :-37044, 0.00 to 10.00 
  • લોકલ ટ્રીપ:- 0, 0.00 to 20.00 
  • એક્સ.ટ્રીપ:-0, ડેપો KMPL :-5.50, 
  • એક્સપ્રેસ KMPL :- 5.46, 
  • લોકલ KMPL :- 5.57, 
  • ઓઈલ KMPL :- 37044, 
  • મીકે.બીડી :- NIL, ટાયર પંચર :- NIL, ઓફ રોડ :-  02
જૂનાગઢ ડિવિઝનની સૌથી વધુ બસો બાયપાસ
 ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ ધીમે ધીમે બાયપાસ દોડતી બસો બસ સ્ટેન્ડ ખાતે આવવા લાગી છે. હાલ સૌથી વધુ બાયપાસ બસો જૂનાગઢ અને અમરેલી ડિવિઝન ની દોડે છે જે અંદર આવશે તો મુસાફરોને વધુ ફાયદો મળશે.
મુસાફરોનો શું છે મિજાજ
મુસાફરોનો મિજાજ જાણતા જાણવા મળ્યું હતું કે હાલ નાસિક રૂટ પર જ્યાં 22 કલાકનો રન છે ત્યાં  સાદી એક્સપ્રેસ બસ દોડાવવામાં આવે છે. જો પહેલાની જેમ ફરી સ્લીપર બસ કરવામાં આવે તો મુસાફરોને પણ આરામદાયક મુસાફરી થશે અને આવકમાં પણ વધારો થશે.

દરરોજ 24 કલાકમાં 450 થી 500 વચ્ચે બસ આવક જાવક
 ગોંડલ ડેપો પાસે 87 બસ છે. ગોંડલ ડેપો પાસે ડ્રાઇવર અને કંડકટર તેમજ adm/મેકેનિક મળી ને 350 નો સ્ટાફ છે. આદિવાસી ગામ, ગુલબાર, દાહોદ, છોટા ઉદેપુર, ગોધરા,જૂનાગઢ તેમજ ઇન્ટર સ્ટેટ ઉદેપુર, અંબાજી,નાસિક,દીવ,ઉના વધુ આવક રહેવા પામે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.