રાજકોટમાં કણકોટ કોલેજમાં યોજાશે 8 બેઠકની મતગણતરી
ગુજરાત વિધાનસભા મતદાન પૂર્ણ હવે મત ગણતરી નું કાઉન્ડ ડાઉન શરુરાજકોટ જિલ્લાની વિધાનસભા 8 સીટ મત ગણતરી કણકોટ ખાતે કરવામાં આવશે.એક વિધાનસભા વાઇઝ 14 જેટલા ટેબલ મત ગણતરી કરવામાં આવશે..ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Election) મતદાન પૂર્ણ થતાં હવે મત ગણતરીનું કાઉન્ડ ડાઉન શરુ થયું છે. રાજકોટ (Rajkot)જિલ્લાની વિધાનસભા 8 સીટ મત ગણતરી કણકોટ ખાતે કરવામાં આવશે. કણકોટની સરકારી ઈજનેર કોલેજમાં તમામ 8 સીટ àª
06:06 AM Dec 06, 2022 IST
|
Vipul Pandya
- ગુજરાત વિધાનસભા મતદાન પૂર્ણ હવે મત ગણતરી નું કાઉન્ડ ડાઉન શરુ
- રાજકોટ જિલ્લાની વિધાનસભા 8 સીટ મત ગણતરી કણકોટ ખાતે કરવામાં આવશે.
- એક વિધાનસભા વાઇઝ 14 જેટલા ટેબલ મત ગણતરી કરવામાં આવશે..
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Election) મતદાન પૂર્ણ થતાં હવે મત ગણતરીનું કાઉન્ડ ડાઉન શરુ થયું છે. રાજકોટ (Rajkot)જિલ્લાની વિધાનસભા 8 સીટ મત ગણતરી કણકોટ ખાતે કરવામાં આવશે. કણકોટની સરકારી ઈજનેર કોલેજમાં તમામ 8 સીટ મત ગણતરી એકસાથે થશે શરૂ કરાશે.
1 બેઠક પર 14 ટેબલમાં મત ગણતરી
મતગણતરી કેન્દ્રમાં એક વિધાનસભા વાઇઝ 14 જેટલા ટેબલ પર મત ગણતરી કરવામાં આવશે.સવારે 8 કલાકે મત ગણતરી શરુ થશે જેમાં પહેલા બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવશે.મતગણતરીમાં 8000 જેટલો સ્ટાફ કામે લાગશે.કણકોટ ઈજનેર કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ વચ્ચે EVM સ્ટ્રોંગ રૂમ માં સિલ કરવામાં આવ્યા છે. મતગણતરી કેન્દ્રમાં થ્રી લેયર સુરક્ષા ગોઠવાઇ છે.
તૈયારીઓની સમિક્ષા કરાઇ
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ. જે. ખાચરએ મતગણતરીની પ્રક્રિયા શાંતિ અને સલામતી સાથે સુચારૂ રીતે યોજાય તે માટે સરકારી ઈજનેરી કોલેજ, કણકોટ ખાતે સ્થિત મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. અરુણ મહેશ બાબુએ ઇ.વી.એમ.રીસીવિંગ સેન્ટરના સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કરી આવશ્યક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સી.સી.ટી.વી. કેમેરા અને એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા, અધિકારીઓ અને રાજકીય પક્ષોના ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, કોન્ફરન્સ રૂમ, કંટ્રોલ રૂમ સહિતની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
સુરક્ષાની પણ ચકાસણી
તેમણે આ ઉપરાંત મતગણતરી કેન્દ્ર ખાતે તૈનાત પોલીસ સ્ટાફ અને મિલિટ્રી જવાનોને મળી ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અંગે ચકાસણી કરી હતી. તેમજ તેમની સાથે વાતચીત કરી તેમના રહેવા-જમવાની વ્યવસ્થા વિશે દરકાર કરી હતી. સાથો સાથે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીના કાર્ય વિશે સભ્ય સચિવ સોનલબેન જોશીપુરા સાથે ચર્ચા કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article