Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vinesh Phogat:ડિસક્વોલીફાય થયા બાદ તબિયત લથડી,જાણો સમગ્ર ઘટનાક્રમ

ઓલિમ્પિકના ઘટનાક્રમથી વિનેશ ફોગાટ આઘાતમાં અયોગ્ય ઘોષિત થતા ઊંડા આઘાતમાં છે વિનેશ ફોગાટ વિનેશને હાલમાં ડિહાઇડ્રેશનને લીધે તબિયત લથડી Vinesh Phogat : પેરિસ ઓલિમ્પિકથી એક મોટા સમાચાર આવ્યા હતા. ભારતીય રેસલર વિનેશ ફોગાટ(Vinesh Phogat )ને ફાઇનલ મેચ રમવા અયોગ્ય...
vinesh phogat ડિસક્વોલીફાય થયા બાદ તબિયત લથડી જાણો સમગ્ર ઘટનાક્રમ
  1. ઓલિમ્પિકના ઘટનાક્રમથી વિનેશ ફોગાટ આઘાતમાં
  2. અયોગ્ય ઘોષિત થતા ઊંડા આઘાતમાં છે વિનેશ ફોગાટ
  3. વિનેશને હાલમાં ડિહાઇડ્રેશનને લીધે તબિયત લથડી

Vinesh Phogat : પેરિસ ઓલિમ્પિકથી એક મોટા સમાચાર આવ્યા હતા. ભારતીય રેસલર વિનેશ ફોગાટ(Vinesh Phogat )ને ફાઇનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરવામાં આવી છે. 50 કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતાં ફક્ત 100 ગ્રામ વધુ હોવાથી આ નિર્ણય લેવાયો હતો. આ ઘટના પછી ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો હતો. જો કે હવે અહેવાલ છે કે વિનેશની તબિયત બગડી છે અને તે બેભાન થઈ ગઈ હતી.

Advertisement

વિનેશ ફોગાટની તબિયત લથડી

ઓલિમ્પિકની ફાઇનલમાં અયોગ્ય જાહેર થયા બાદ પેરિસની એક હૉસ્પિટલમાં વિનેશને દાખલ કરવામાં આવી હતી. તેને આઇવી ફ્લૂઇડ આપવાની ભલામણ કરાઈ હતી. વિનેશ ડિહાઇડ્રેશનને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ  વાંચો -Paris Olympics માંથી વિનેશ ફોગાટ અયોગ્ય, બ્રિજભૂષણ શરણ સિંહના પુત્રનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

ઓલિમ્પિક કમિટીએ શું કહ્યું?

ઓલિમ્પિક કમિટીએ કહ્યું કે, આ વાત ખેદજનક છે કે મહિલા કુસ્તી 50 કિલોગ્રામ કેટેગરીમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરાઈ છે. આખી રાત ટીમ દ્વારા કરાયેલા શ્રેષ્ઠ પ્રયત્નો છતાં આજે સવારે તેનું વજન 50 કિલોગ્રામની કેટેગરીમાં નક્કી મર્યાદા કરતાં વધુ હતું. આ અંગે અન્ય ટિપ્પણી કરવામાં આવશે નહીં, અમે તમને વિનેશ ફોગાટની પ્રાઇવસીનું સન્માન કરવાની વિનંતી કરીએ છીએ.

Advertisement

આ પણ  વાંચો -Vinesh Phogat ને લઇને PM મોદીનું ટ્વીટ, તમે ભારતનું ગૌરવ છો...

વડાપ્રધાન મોદીએ આપી પ્રતિક્રિયા

વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં અયોગ્ય ઠેરવવાનો મામલો સામે આવ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું હતું કે 'વિનેશ, તમે ચેમ્પિયનની ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આ આંચકો પીડાદાયક છે. હું ઇચ્છું છું કે હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકું. અમે આશા રાખીએ છીએ કે તમે મજબૂત રીતે પાછા આવશો. અમે બધા તમારી સાથે છીએ.

Tags :
Advertisement

.