Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympics 2024: Vinesh Phogat અયોગ્ય ઘોષિત જાહેર, ફાઈનલ રમવાનું સપનું તૂટ્યું

ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય ઘોષિત રેસલિંગમાં ફાઈનલ મુકાબલો નહીં રમી શકે વિનેશ ફોગાટનું ફાઈનલ રમવાનું સપનું તૂટ્યું Paris Olympics: પેરિસ ઓલિમ્પિકથી (ParisOlympics)એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.વિનેશ ફોગાટ(vineshphogat) કુશ્તી (weight) નો ફાઈનલ મુકાબલો નહીં રમી શકે. તેને અયોગ્ય...
paris olympics 2024  vinesh phogat અયોગ્ય ઘોષિત જાહેર  ફાઈનલ રમવાનું સપનું તૂટ્યું
  1. ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય ઘોષિત
  2. રેસલિંગમાં ફાઈનલ મુકાબલો નહીં રમી શકે
  3. વિનેશ ફોગાટનું ફાઈનલ રમવાનું સપનું તૂટ્યું

Paris Olympics: પેરિસ ઓલિમ્પિકથી (ParisOlympics)એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.વિનેશ ફોગાટ(vineshphogat) કુશ્તી (weight) નો ફાઈનલ મુકાબલો નહીં રમી શકે. તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવી છે. તેનું વજન થોડું ઓવરવેઇટ આવ્યું હોવાનો દાવો કરાયો છે. આ નિર્ણય સામે ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે નક્કી મર્યાદા કરતાં તેનું વજન 100 ગ્રામ વધુ હોવાની જાણકારી મળી છે.

Advertisement

નિયમ શું કહે છે

યૂનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમો અનુસાર જો કોઈ એથલીટ વજન માપવામાં ભાગ નથી લેતો કે અસફળ થાય છે તો તે એથલીટને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવશે અને રેન્ક આપ્યા વગર જ છેલ્લા સ્થાને મૂકવામાં આવશે. ભારતીય પ્રતિનિધિમંડળે ફોગાટને વજનના માપદંડોને પૂર્ણ કરવા માટે વધારાના સમયની વિનંતી કરી હતી, પરંતુ તેમની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી.

ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા કરાઈ જાહેરાત

વિનેશ તેના ઐતિહાસિક ગોલ્ડ મેડલથી માત્ર એક જીત દૂર હતી, પરંતુ તે પહેલા ખરાબ સમાચાર આવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ હતું. વિનેશ ફોગાટે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં જાપાનની ઓલિમ્પિક ચેમ્પિયન કુસ્તીબાજ યુઈ સુસાકી સામે મોટો અપસેટ સર્જ્યો હતો અને તેને રોમાંચક રીતે 3-2થી હરાવ્યો હતો. આ પછી, તેણીએ યુક્રેનની ઓક્સાના લિવાચ સામેની ક્વાર્ટર ફાઈનલ મેચ 7-5થી જીતી લીધી અને સેમિફાઈનલમાં જગ્યા બનાવી.

Advertisement

આ પણ  વાંચો -Paris Olympic2024: બ્રોન્ઝ મેડલ માટે ભારતીય હોકી ટીમ હવે આ ટીમ સામે ટક્કર

Advertisement

IOAએ આપી પ્રતિક્રીયા

ભારતીય ઓલિમ્પિક ((Paris Olympics)એસોસિએશન (IOA) એ કહ્યું કે ભારતીય દળ વિનેશ ફોગાટને મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગમાંથી ડિસક્વોલીફાય કરવામાં આવી છે. ટીમ દ્વારા રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.

આ પણ  વાંચો -Paris Olympic 2024 : નીરજ ચોપરાએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, પ્રથમ થ્રોમાં જ ગોલ્ડ તરફ આગળ

ભારતીય રિપેચેજની આશાનો અંત આવ્યો

પેરિસ ઓલિમ્પિક્સ વિનેશ ફોગાટની ત્રીજી ઓલિમ્પિક છે. 2016ના રિયો ઓલિમ્પિકમાં, તે ઈજાના કારણે થોડા માર્જિનથી બ્રોન્ઝ મેડલ જીતવાનું ચૂકી ગઈ હતી. ટોક્યો ઓલિમ્પિકમાં, તે 53 કિગ્રા ક્વાર્ટર ફાઇનલમાં વેનેસા કાલાડઝિન્સકાયા સામે હારી ગઈ હતી. સેમિફાઇનલમાં હાર્યા બાદ કાલાડઝિન્સકાયાનું ટુર્નામેન્ટમાં રોકાણ સમાપ્ત થયું, જેના કારણે ભારતીય રિપેચેજની આશાનો અંત આવ્યો.

આ પણ  વાંચો-ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા Manu Bhaker સ્વદેશ પરત ફરી

ભારતે વિરોધ જતાવ્યો

પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુશ્તીની 50 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. વિનેશ ફોગાટને ડિસક્વોલીફાય કરવામાં આવ્યા છે. ભારતે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિનેશ ફોગાટને વધારે વજનના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી છે.

Tags :
Advertisement

.