Paris Olympics માંથી વિનેશ ફોગાટ અયોગ્ય, બ્રિજભૂષણ શરણ સિંહના પુત્રનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
- Paris Olympics માં ભારતને મોટો ઝટકો
- વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર કરાઈ
- બ્રિજભૂષણ શરણ સિંહના પુત્રનું સામે આવ્યું નિવેદન
ભારતને પેરિસ ઓલિમ્પિક (Paris Olympics)માં ગોલ્ડ મેડલ મળતા મળતા રહી ગયો. ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat)ને પેરિસ ઓલિમ્પિક (Paris Olympics)માંથી ગેરલાયક ઠેરવવામાં આવી છે. આને ભારત માટે મોટા ઝટકા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ મામલે પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના પુત્ર કરણ ભૂષણ સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે દેશને નુકસાન થયું છે. ફેડરેશન તેની તપાસ કરશે અને જોશે કે કંઈક કરી શકાય છે કે કેમ.
ફોગાટને કેમ ગેરલાયક ઠેરવવામાં આવ્યા?
વિનેશ ફોગાટ (Vinesh Phogat)ને મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની ફાઈનલ પહેલા વધુ વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી છે. ભારતના એક કોચે જણાવ્યું હતું કે આજે સવારે તેનું વજન 100 ગ્રામ વધારે હતું. નિયમો આને મંજૂરી આપતા નથી અને તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે.
#WATCH | Delhi: On Indian wrestler Vinesh Phogat's disqualification from #ParisOlympics2024, BJP MP Karan Bhushan Singh says, "It is a loss for the country. The Federation will take this into consideration and see what can be done" pic.twitter.com/lSntbFF3kv
— ANI (@ANI) August 7, 2024
આ પણ વાંચો : Paris Olympics 2024: Vinesh Phogat અયોગ્ય ઘોષિત જાહેર, ફાઈનલ રમવાનું સપનું તૂટ્યું
PM મોદીએ પીટી ઉષા સાથે વાત કરી હતી...
આ સંદર્ભે PM નરેન્દ્ર મોદીએ ભારતીય ઓલિમ્પિક (Olympics) સંઘના પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરી છે. સૂત્રોને ટાંકીને આ માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર PM મોદીએ પીટી ઉષા સાથે વાત કરી અને આ મુદ્દે માહિતી માંગી. ભારત પાસે કયા વિકલ્પો ઉપલબ્ધ છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ પીટી ઉષાને વિનેશ ફોગાટ (Vinesh Phogat)ની અયોગ્યતા સામે સખત વિરોધ નોંધાવવા પણ કહ્યું હતું.
આ પણ વાંચો : Paris Olympic2024: બ્રોન્ઝ મેડલ માટે ભારતીય હોકી ટીમ હવે આ ટીમ સામે ટક્કર