Paris Olympics 2024: શ્રીજા અકુલાએ સ્વીડનની કાલબર્ગ ક્રિસ્ટીનાને માત આપી મેળવી શાનદાર જીત
Paris Olympics 2024: શ્રીજા અકુલાએ સ્વીડનની કાલબર્ગ ક્રિસ્ટીનાને માત આપી શાનદાર જીત મેળવી લીધી છે. તેમને જણાવી દઈએ કે, ટેબલ ટેનિસમાં ભારત માટે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. શ્રીજા અકુલાએ સ્વીડનને હરાવીને રાઉન્ડ-32માં જગ્યા બનાવી લીધી છે. નોંધનીય છે કે, વિમેન્સ સિંગલ્સના રાઉન્ડ ઓફ 64માં શ્રીજાએ સ્વીડનની ક્રિસ્ટીના કાલબર્ગને માત આપીને શાનદાર જીત મેળવી છે. વર્લ્ડ નંબર-25 શ્રીજાએ ક્રિસ્ટીનાને 4-0થી હરાવ્યું. ક્રિસ્ટીનાનું વર્લ્ડ રેન્કિંગ 58 છે.
ઓલિમ્પિકમાં ભારત ડબલ ફિગરમાં મેડલ જીતવાની આશા
આ વખતે ઓલિમ્પિક ગેમ્સમાં ભારત ડબલ ફિગરમાં મેડલની સંખ્યા પહોંચશે તેવી આશા છે. આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં 117 ખેલાડીઓની ટીમમાં ઘણા મોટા નામ સામેલ છે જેમણે જીત મેળવી છે. આ સાથે સાથે મેડલ પણ રેસમાં છે. આમાં એક નામ સામેલ છે શ્રીજા અકુલા. જે ટેબલ ટેનિસમાં ભારતની વર્તમાન વર્લ્ડ રેન્કિંગ સિંગલ્સ નંબર-1 ખેલાડી છે. શ્રીજા અકુલા (Sreeja Akula)એ ટેબલ ટેનિસ સિંગલ્સ અને મહિલા ટીમ ઈવેન્ટ્સમાં પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે.
🇮🇳 𝗦𝗿𝗲𝗲𝗷𝗮 𝗼𝗳𝗳 𝘁𝗼 𝗮 𝘄𝗶𝗻𝗻𝗶𝗻𝗴 𝘀𝘁𝗮𝗿𝘁! Sreeja Akula gets her Olympics campaign off to a winning start as she defeats Christina Kallberg, 4-0, in the round of 64 in the women's singles event.
🏓 Sreeja looked very confident today during the match, a positive… pic.twitter.com/85ghIUcrFD
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 28, 2024
કાલબર્ગ ક્રિસ્ટીનાને માત આપી શાનદાર જીત મેળવી
ભારતની વર્તમાન નંબર-1 ટેબલ ટેનિસ મહિલા ખેલાડી શ્રીજા અકુલા માટે છેલ્લા 2 વર્ષ શાનદાર રહ્યા છે જેમાં તેણે વર્ષ 2022માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસની મિશ્ર સ્પર્ધામાં શરત કમલ સાથે રમતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ 2024 માં, શ્રીજા અકુલાએ તેની કારકિર્દીમાં જોરદાર છલાંગ લગાવી અને છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની નંબર વન ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાને પાછળ છોડી દીધી અને તેની કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી. શ્રીજાએ ટેક્સાસમાં WTT ફીડર કોર્પસ ક્રિસ્ટી ખાતે તેની પ્રથમ WTT સિંગલ્સ કારકિર્દીનો ખિતાબ જીતીને 2024ની શરૂઆત કરી. બે મહિના પછી માર્ચમાં, શ્રીજાએ ડબલ્યુટીટી ફીડર બેરૂત II માં ટાઇટલ જીત્યું. જૂનમાં, શ્રીજા WTT કન્ટેન્ડર્સ લાગોસ જીતનારી પ્રથમ ભારતીય બની હતી.