Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympics 2024: શૂટર રમિતા જિંદાલનો ફાઇનલમાં પ્રવેશ, મેડલની આશા યથાવત

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં અત્યારે ભારતને પ્રદર્શન સારૂ રહ્યું છે. ઘણી ઇવેન્ટોમાં ભારે ક્વોલિફાઈ થયું છે. વિગતે વાત કરવામાં આવે તો, શૂટર રમિતા જિંદાલ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે તેમની પાસે હવે...
paris olympics 2024  શૂટર રમિતા જિંદાલનો ફાઇનલમાં પ્રવેશ  મેડલની આશા યથાવત

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં અત્યારે ભારતને પ્રદર્શન સારૂ રહ્યું છે. ઘણી ઇવેન્ટોમાં ભારે ક્વોલિફાઈ થયું છે. વિગતે વાત કરવામાં આવે તો, શૂટર રમિતા જિંદાલ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે તેમની પાસે હવે ભારતના લોકો મેડલની આશા રાખી રહ્યા છે. નોંધનીય છે કે, ક્વોલિફિકેશન રાઉન્ડની ધીમી શરૂઆત પછી, રમિતા છેલ્લા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આરક્ષિત કરતી હોય તેવું લાગતું હતું. કારણ કે તેણીએ 631.5 ના કુલ સ્કોર સાથે 05મા સ્થાને રહીને મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

Advertisement

ટોપ-8 શૂટર્સે ફાઇનલમાં સ્થાન મેળવ્યું

શૂટર રમિતા જિંદાલએ ક્રમશઃ 104.3, 106.0, 104.9, 105.3, 105.3, 105.7, 631.5 નો સ્કોર બનાવ્યો હતો. નોંધનીય છે કે, આ સ્કોર સાથે તે ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે ભારત 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. નિરાશાની વાત એ છે કે, પેરિસ ઓલમ્પિકમાં 10 મીટર મહિલા એર રાયફલમાં અમદાવાદની ઇલાવેલિન વાલારિવાન ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકી નથી. ટોપ-8 શૂટર્સે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Paris Olympics 2024: 10 મીટર એર રાયફલમાં ઇલાવેનીલ વાલારિવને પેરિસમાં મળી નિરાશા

આ પણ વાંચો: Paris Olympics 2024: બલરાજે રચ્યો ઈતિહાસ, રોઇંગમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય

આ પણ વાંચો: Paris Olympics 2024: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ મેળવી શાનદાર જીત, માલદીવને આપી માત

Advertisement
Tags :
Advertisement

.