PARIS OLYMPICS 2024 નું સમાપન, જાણો કયા દેશના નામે છે સૌથી વધુ મેડલ
- PARIS OLYMPICS 2024 નું થયું સમાપન
- અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા દિવસ સુધી ચાલી ટક્કર
- ભારતે PARIS OLYMPICS માં જીત્યા કુલ 6 મેડલ
રમતોનો સૌથી મોટો મહાકુંભ એટલે PARIS OLYMPICS 2024 હવે સમાપ્ત થઈ ગયો છે. વિશ્વભરમાંથી વિવિધ રમતોના પ્રતિભાશાળી ખેલાડીઓએ આ શાનદાર ઈવેન્ટમાં તેમનો દમ દેખાડ્યો હતો. વર્ષ 2024 ના OLYMPICS નું આયોજન ફ્રાંસની રાજધાની PARIS માં કરવામાં આવ્યું હતું. PARIS OLYMPICS ની છેલ્લી મેચ આજે 11 AUGUST ના રોજ રમાઈ હતી, આ રમત મહિલા બાસ્કેટબોલ ઈવેન્ટ હતી. આ ઈવેન્ટમાં ફ્રાન્સ અને અમેરિકાની મહિલા બાસ્કેટબોલ ટીમ આમને-સામને હતી. આ મેચમાં અમેરિકાની ટીમની શાનદાર જીત થઈ હતી અને તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ એક જ ગોલ્ડ મેડલને કારણે અમેરિકાએ PARIS OLYMPICS માં ચીનની બરાબરી કરી હતી. આ ગોલ્ડની સાથે જ અમેરિકાએ જીતેલા ગોલ્ડની સંખ્યા 40 થઈ, બીજી તરફ ચીનએ પણ આ OLYMPICS માં 40 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. માટે કહી શકાય કે અમેરિકાએ PARIS OLYMPICS ની અંતિમ મેચમાં પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું છે.
અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા દિવસ સુધી ટક્કર
PARIS OLYMPICS માં આ વર્ષે ચીન અને અમેરિકાના રમતવીરોનો દબદબો રહ્યો હતો. તેમાં પ્રથમ ક્રમાંકે અમેરિકા છે, અમેરિકાના રમતવીરોએ 40 ગોલ્ડ, 44 સિલ્વર અને 42 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અમેરિકાએ જીતેલા મેડલની કુલ સંખ્યા 125 છે. બીજી તરફ ચીનની વાત કરવામાં આવે તો ચીનના ઓલિમ્પિકમાં કુલ 40 ગોલ્ડ, 27 સિલ્વર અને 24 બ્રોન્ઝ મેડલ છે. તેમના રમતવીરોએ જીતેલા કુલ મેડલની સંખ્યા 91 છે. તમને જણાવી દઈએ કે ઓલિમ્પિકમાં મેડલ ટેલીની રેન્કિંગ ગોલ્ડ મેડલ પર આધારિત છે. જે દેશે સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે તેને ટોપ પર રાખવામાં આવ્યો છે. જ્યારે ગોલ્ડ મેડલની સંખ્યા સમાન હોય તો સિલ્વર મેડલના આધારે નિર્ણય લેવામાં આવે છે. આ ઓલિમ્પિકમાં અમેરિકા એકમાત્ર એવો દેશ હતો જેણે 100થી વધુ મેડલ જીત્યા છે.
અંતે આ દેશએ મારી બાજી
𝐏𝐚𝐫𝐢𝐬 𝐎𝐥𝐲𝐦𝐩𝐢𝐜𝐬: 𝐅𝐢𝐧𝐚𝐥 𝐌𝐞𝐝𝐚𝐥 𝐓𝐚𝐥𝐥𝐲 🎖️
➡️ USA topped with 126 medals, including 40 Gold 🇺🇸
➡️ China 2nd with 91 medals, including 40 Gold 🇨🇳
➡️ Japan 3rd with 45 medals, including 20 Gold 🇯🇵
➡️ Australia 4th with 53 medals, including 18 Gold 🇦🇺
➡️… pic.twitter.com/4pBciWJ0uz— Paris 2024 Olympics Commentary (@Paris2024Club) August 11, 2024
અમેરિકા અને ચીનના જીતેલા ગોલ્ડની સંખ્યા સરખી જ છે. અમેરિકાએ અંતિમ દિવસમાં ફીમેલ વોલીબોલમાં ગોલ્ડ મેડલ જીતીને ચીનની બરાબરી કરી હતી. અમેરિકા અને ચીન બંનેએ પેરિસ ઓલમ્પિક્સ માં કુલ 40 - 40 ગોલ્ડ મેડલ જીત્યા છે. જ્યારે ગોલ્ડ મેડલની સંખ્યા સમાન હોય તો સિલ્વર મેડલના આધારે નિર્ણય લેવામાં આવે છે. જેમાં અમેરિકા પાસે કુલ 44 સિલ્વર છે અને ચીન પાસે 27 સિલ્વર મેડલ છે. માટે આ PARIS OLYMPIC MEDAL ની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાને છે.
જાણો ભારત કયા ક્રમાંકે
PARIS OLYMPICS માં ભારતના રમતવીરો ઘણા સપના અને ઘણી આશાઓ સાથે પહોંચ્યા હતા અને તેમણે દેખાવ પણ ખૂબ જ સારું કર્યું હતું. આ ઓલિમ્પિકમાં ભારતે એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જેના કારણે ભારત 71માં સ્થાને પહોંચી ગયું છે. ભારતે TOKYO OLYMPIC માં કુલ સાત મેડલ જીત્યા હતા. ટોક્યો ઓલિમ્પિક 2020 ભારત માટે ઓલિમ્પિક ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ રહ્યું છે. આ વર્ષે ભારતે 6 મેડલ જીત્યા છે જેમાં નીરજ ચોપરા, મનુ ભાકર, સરબજોત સિંહ, સ્વપ્નિલ કુસલે અને અમન સેહરાવતે દેશ માટે મેડલ જીત્યા છે.
આ પણ વાંચો : PARIS OLYMPICS 2024: બોક્સિંગ ચેમ્પિયન Imane Khelif એ નોંધાવી કાનૂની ફરિયાદ, જાણો શું છે કારણ