Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympics 2024 : મેડલ જીત્યા બાદ મનુ ભાકરે જણાવ્યું જીતનું રહસ્ય

Paris Olympics 2024: સ્ટાર શૂટર (Star shooter)મનુ ભાકરે (Manu Bhakar)પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ ( history)રચ્યો છે. મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ (Bronze medal )જીત્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ છે. તેના બીજા ઓલિમ્પિકમાં,...
paris olympics 2024   મેડલ જીત્યા બાદ મનુ ભાકરે જણાવ્યું જીતનું રહસ્ય

Paris Olympics 2024: સ્ટાર શૂટર (Star shooter)મનુ ભાકરે (Manu Bhakar)પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ ( history)રચ્યો છે. મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ (Bronze medal )જીત્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ છે. તેના બીજા ઓલિમ્પિકમાં, મનુ તેનો પહેલો મેડલ જીતવામાં સફળ રહી હતી. મેડલ જીત્યા બાદ તેણે પોતાના શોટ પહેલા તેના મનમાં શું ચાલી રહ્યું હતું તે વિશે વાત કરી

Advertisement

મારા માટે આ અદ્ભુત ક્ષણ હતી

પોતાની જીત વિશે વાત કરતા મનુએ કહ્યું, 'આ વખતે હું શક્ય તેટલા મેડલ જીતવા માંગુ છું. હું શક્ય તેટલી વધુ ઈવેન્ટ્સમાં ભાગ લેવા માંગુ છું. આ વખતે ટીમે ઘણી મહેનત કરી છે. આ મારા માટે અવિશ્વસનીય ક્ષણ છે. મને આશા હતી કે હું દેશ માટે મેડલ જીતી શકીશ. હું ખુશ છું કે મેં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હું ભવિષ્યમાં વધુ મેડલ જીતવાની આશા રાખું છું.

Advertisement


છેલ્લા શોટ વિશે કરી વાત

Advertisement

તેના છેલ્લા શોટ પહેલા તેના મગજમાં શું ચાલી રહ્યું હતું તે સવાલનો જવાબ આપતા મનુ ભાકરે કહ્યું, 'મેં ગીતાને ઘણી વાંચી છે. આ સમય દરમિયાન મારા મનમાં શું ચાલી રહ્યું હતું, 'મારે એજ કરવાનું છે જે હું કરવા માંગુ છું. મારે પરિણામ વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારું ભાગ્ય બદલી શકતા નથી તેથી તમારે તમારું કર્મ કરવું પડશે. ગીતામાં પણ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તેનું કર્મ કરો અને ફળની ચિંતા ન કરો. તે સમયે મારા મગજમાં આ જ ચાલતું હતું.

શૂટિંગમાં 12 વર્ષના મેડલના દુકાળનો આવ્યો અંત

10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ તે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા શૂટર બની ગઈ છે. આ મેડલ સાથે તેણે ઓલિમ્પિકમાં શૂટિંગમાં 12 વર્ષના મેડલના દુકાળનો પણ અંત કર્યો છે. ભારતે છેલ્લે લંડન ઓલિમ્પિક 2012માં શૂટિંગમાં મેડલ જીત્યો હતો.

PM મોદીએ મનુ ભાકર સાથે  ફોન પર કરી  વાત

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકર સાથે ફોન પર વાત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા. તેમના ખબરઅંતર પણ પૂછ્યા. આ સિવાય તેમણે પેરિસમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે પૂછ્યું. તો પીએમએ મનુને એ પણ પૂછ્યું કે શું તેમણે જીત પછી પરિવારના સભ્યો સાથે વાત કરી કે નહીં, જેના જવાબમાં તેમણે કહ્યું કે તે રૂમમાં જઈને પરિવારના સભ્યો સાથે વાત કરશે.

આ પણ  વાંચો -Paris Olympic 2024: એર રાઈફલ શૂટિંગમાં અર્જુન બબુતાની ફાઇનલમાં એન્ટ્રી

આ પણ  વાંચો  -Paris Olympics 2024O:Manika Batra ટેબલ ટેનિસમાં બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ

આ પણ  વાંચો  -Olympic 2024 માં સુવર્ણ પદક સાથે એફિલ ટાવરના લોખંડના ટુકડા પણ ખેલાડી ઘરે લઈ જશે

Tags :
Advertisement

.