Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકાની સડક પર 'પુષ્પા'નું 'ઓઉવા અંતવા' ગીત વગાડ્યું, લોકો મંત્રમુગ્ધ થઈને જોવા લાગ્યાં

જ્યારે કેરોલિનાએ અમેરિકાની સડકો પર તેના વાયોલિન પર 'પુષ્પા'નું ગીત 'ઓઓ અંતવા' વગાડ્યું ત્યારે બે ઘડી લોકો ચાલવાનું ભૂલીને સાંભળી રહ્યાં. સંગીતની ભાષા ગમે તે હોય પણ તેનો જાદૂ તો બધે ચાલે જ છે. જ્યારે પિયાનો પર 'પુષ્પા' ફિલ્મનું ફેમસ ગીત 'ઓઓ અંતવા' ગીત આવ્યું ત્યારે લોકોએ સિનેમાઘરોમાં હંગામો મચાવ્યો હતો. અલ્લુ અર્જુન અને સામંથા રૂથ પ્રભુ સાથે તમામ પ્રેક્ષકો પણ ડાન્સ કરવા લાગ્યા. જેનà«
અમેરિકાની સડક પર  પુષ્પા નું  ઓઉવા અંતવા  ગીત વગાડ્યું  લોકો મંત્રમુગ્ધ થઈને જોવા લાગ્યાં
જ્યારે કેરોલિનાએ અમેરિકાની સડકો પર તેના વાયોલિન પર 'પુષ્પા'નું ગીત 'ઓઓ અંતવા' વગાડ્યું ત્યારે બે ઘડી લોકો ચાલવાનું ભૂલીને સાંભળી રહ્યાં. સંગીતની ભાષા ગમે તે હોય પણ તેનો જાદૂ તો બધે ચાલે જ છે. 
જ્યારે પિયાનો પર 'પુષ્પા' ફિલ્મનું ફેમસ ગીત 'ઓઓ અંતવા' ગીત આવ્યું ત્યારે લોકોએ સિનેમાઘરોમાં હંગામો મચાવ્યો હતો. અલ્લુ અર્જુન અને સામંથા રૂથ પ્રભુ સાથે તમામ પ્રેક્ષકો પણ ડાન્સ કરવા લાગ્યા. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો અને પુષ્પાનો જાદુ કહીને લોકો ઝીમી ઉઠ્યાં હતાં. 
હવે આ ગીત અમેરિકાના રસ્તાઓ પર વાગી રહ્યું છે અને તેને લોકોના દિલ સુધી પહોંચાડવાનાર જાણીતી યુટ્યુબર કેરોલિના પ્રોટેસેન્કોએ સંભાળી છે. કેરોલિના પ્રોત્સેન્કોએ, જે ઘણીવાર રસ્તાના પર તેના વાયોલિન પર વિશ્વભરના ઘણા લોકપ્રિય ગીતો વગાડે છે, તેણે આ વખતે પુષ્પાનું ગીત 'ઓઓ અંતવા' વગાડ્યું છે. આ વીડિયો અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. 
કેરોલિના પ્રોત્સેન્કો એક પ્રખ્યાત YouTuber છે, જે વાયોલિન કલાકાર છે અને પ્રેક્ષકોને વિશ્વભરના લોકપ્રિય ગીતોની ધૂન પર ડોલાવતી હોય છે. કેરોલિનાનો જન્મ 3 ઓક્ટોબર, 2008ના રોજ યુક્રેનમાં થયો હતો. તેના માતાપિતા ગિટાર અને પિયાનો વગાડે છે. 2015 માં, તેમનો પરિવાર કેલિફોર્નિયા, યુએસએમાં સ્થાયી થયો. કેરોલિનાની ત્રણ YouTube ચેનલો છે અને તેના લાખો ચાહકો છે. તેના આ સંગીત પ્રેમના કારણે તે વિશ્વભરના મ્યુઝિક લવર્સમાં જાણીતું નામ બની ગઈ છે. તેની યુટ્યુબ ચેનલ ચેનલના 69 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આ રીતે તેના જુસ્સાને આ રીતે સમજી શકાય છે.
Advertisement
Tags :
Advertisement

.