Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાકેશ ટિકૈત કિસાન યુનિયન નહીં પણ કોઇ પાર્ટી માટે કરતા હતા કામઃ રાજેશસિંહ ચૌહાણ

ખેડૂતોના મોટા નેતા દિવંગત મહેન્દ્ર સિંહ ટિકૈતની 11મી પુણ્યતિથી પર તેમના દ્વારા રચાયેલ ભારતીય કિસાન યુનિયન બે જૂથોમાં વહેંચાઇ ગયું છે. રવિવારે, લખનૌમાં સુગરકેન ઈન્સ્ટિટ્યૂટ ઓડિટોરિયમમાં BKU કારોબારીની બેઠકમાં મહેન્દ્ર સિંહ ટિકૈતના બંને પુત્રો નરેશ ટિકૈત અને રાકેશ ટિકૈતને ભારતીય કિસાન યુનિયનમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. નરેશ ટિકૈતને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી પણ હટાવ
રાકેશ ટિકૈત કિસાન યુનિયન નહીં પણ કોઇ પાર્ટી માટે કરતા હતા કામઃ રાજેશસિંહ ચૌહાણ
ખેડૂતોના મોટા નેતા દિવંગત મહેન્દ્ર સિંહ ટિકૈતની 11મી પુણ્યતિથી પર તેમના દ્વારા રચાયેલ ભારતીય કિસાન યુનિયન બે જૂથોમાં વહેંચાઇ ગયું છે. રવિવારે, લખનૌમાં સુગરકેન ઈન્સ્ટિટ્યૂટ ઓડિટોરિયમમાં BKU કારોબારીની બેઠકમાં મહેન્દ્ર સિંહ ટિકૈતના બંને પુત્રો નરેશ ટિકૈત અને રાકેશ ટિકૈતને ભારતીય કિસાન યુનિયનમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. નરેશ ટિકૈતને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી પણ હટાવી દેવામાં આવ્યા છે. 
એક સમયે કેન્દ્ર સરકાર સામે બાયો ચઢાવનારા હવે પોતાના જ યુનિયનથી બરતરફ થઇ ગયા છે. તેમના નજીકના સાથીઓ તેમને છોડીને એક નવું ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયન અપોલિટિકલ બનાવ્યું છે. જેમા જિલ્લાના બીજા સૌથી મોટા ગઠબંધન ખાપના ચૌધરીને અધ્યક્ષ અને રાષ્ટ્રીય સંરક્ષક બનાવવામાં આવ્યા છે. હકીકતમાં, BKU ના વિભાજનનો પાયો ત્યારે જ નાખવામાં આવ્યો હતો જ્યારે નવેમ્બર 2021 માં, બીજેપી ધારાસભ્ય ઉમેશ મલિક પર સિસૌલીમાં BKUના મુખ્યાલયમાં હુમલો થયો હતો. મહત્વનું છે કે, ટિકૈત પરિવાર સામે ખેડૂતોમાં આ નારાજગી બાદ ભારતીય કિસાન યુનિયનમાં ભાગલા પડવાના સંકેત દેખાઈ રહ્યા છે. કહેવાય છે કે, BKUના ઘણા સભ્યો સંગઠનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતની પ્રવૃત્તિઓથી નારાજ હતા. આ ખેડૂત નેતાઓનો આરોપ છે કે રાકેશ ટિકૈતે તેમના રાજકીય નિવેદનો અને પ્રવૃત્તિઓથી તેમના અરાજકીય સંગઠનને રાજકીય આકાર આપ્યો છે. 
BKU નેતાઓની નારાજગીના સમાચાર મળતાં જ રાકેશ ટિકૈત પણ શુક્રવારે રાત્રે તેમને મનાવવા માટે લખનઉ પહોંચ્યા હતા. જોકે, તેઓ આ પ્રયાસમાં સફળ થઈ શક્યા ન હતા. નારાજ ખેડૂત નેતાઓનું નેતૃત્વ કરી રહેલા BKUના ઉપાધ્યક્ષ હરિનામ સિંહ વર્માના ઘરે રાકેશ ટિકૈત સંગઠનના અસંતુષ્ટ નેતાઓને મનાવવાનો પ્રયાસ કરતા રહ્યા. જો કે આમાં સફળતા ન મળતા તે મુઝફ્ફરનગર પરત ફર્યા હતા. મહત્વનું છે કે, ભારતીય કિસાન યુનિયનના લીડરોએ રાકેશ ટિકૈત અને નરેશ ટિકૈત પર આરોપ લગાવ્યા છે. જોકે, આ આરોપ જનતા સમક્ષ પહેલા જ હતા જ પરંતુ હવે ખુલાસા કરતા તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી આ પડદાને દૂર કરી દીધો છે અને જણાવ્યું છે કે, અમે આ બંનેને કેમ ભારતીય કિસાન યુનિયનમાંથી બહાર કર્યા છે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેશ સિંહ ચૌહાણે રવિવારે BKUથી અલગ નવા સંગઠનની રચના કરવાની જાહેરાત કરી હતી. તેમણે તેનું નામ BKU (અરાજનીતિક) રાખવાની જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાત બાદ BKUમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટના પછી, BKU વતી સત્તાવાર નિવેદન જારી કરીને, 7 લોકોને તાત્કાલિક સંસ્થામાંથી બરતરફ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સંબંધમાં એક પત્ર રાકેશ ટિકૈતે ટ્વિટર પર શેર કર્યો છે. 
મીડિયા સાથે વાત કરતા ભારતીય કિસાન યુનિયન અરાજનીતિકનાં જે નવનિયુક્ત અધ્યક્ષ છે, તેમણે જણાવ્યું છે કે, રાકેશ ટિકૈત છેલ્લા ઘણા સમયથી સતત રાજનીતિક મુદ્દાઓ ઉઠાવી રહ્યા હતા અને તે પણ એક પાર્ટીના કહ્યા પર આ કામ કરવામાં આવી રહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે યુપીની ચૂંટણી આવી ત્યારે ભારતીય કિસાન યુનિયનના લીડરોને એક વિશેષ પાર્ટીના પ્રચાર કરવા માટે કહેવામાં આવ્યું. વળી તે સમયે ઈવીએમની રક્ષા માટે પણ આ લીડરોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. તે સમયે જ ઘણા ભારતીય કિસાન યુનિયન અરાજનીતિકના લીડર કહી રહ્યા હતા કે આપણે કિસાન યુનિયનના લોકો છીએ આપણે કિસાનોના મુદ્દાથી લેવાદેવા છે, આપણે મંડી, સુગરની મીલમાં ધરણા પ્રદર્શન કરવા જોઇએ. આપણે આ તમામ મુદ્દાઓ પર વાત કરવી જોઇએ. આપણે ઈવીએમથી શું લેવાદેવા છે. કોઇ પણ સત્તા પર આવે આપણે આપણા કિસાનોના મુદ્દાને ઉઠાવવા જોઇએ અને જો કોઇ સરકાર માને નહીં તો તેનો વિરોધ કરવું જોઇએ. આ આપણું કામ છે. પરંતુ રાકેશ ટિકૈત તે સમયે એક સિલેક્ટિવ કામ કરી રહ્યા હતા. જ્યા કોંગ્રેસની સરકાર છે ત્યા તે વિરોધની કોઇ વાત નહોતા કરતા. રાકેશ ટિકૈત જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હતી તે દરમિયાન ક્યારે પણ CM મમતા બેનર્જી વિરુદ્ધ એક શબ્દ પણ બોલ્યા નથી. તેઓ માત્ર એક ખાસ પાર્ટીની વિરુદ્ધમાં જ મોરચો ખોલીને બેસતા હતા. 
Advertisement
Tags :
Advertisement

.