Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું યૌન સંબંધોના કારણે ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ? WHO શું કહે છે

હજુ આપણે કોરોનાથી પૂરી રીતે છુટકારો મેળવી શક્યા નથી ત્યારે વધુ એક વાયરસે દુનિયાના મોટાભાગના દેશને હચમચાવી દીધું છે. WHO અનુસાર ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન, યુકે અને યુએસ પછી હવે ભારતમાં પણ મંકીપોક્સના કેસ દેખાવા લાગ્યા છે. WHOએ કહ્યું છે કે, મંકીપોક્સના કેસ હજુ ઝડપી ગતિથી વધી શકે છે. મંકીપોક્સ વિશે એક નવો દાવો છે કે આ રોગ જાત
શું યૌન સંબંધોના કારણે ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ  who શું કહે છે
હજુ આપણે કોરોનાથી પૂરી રીતે છુટકારો મેળવી શક્યા નથી ત્યારે વધુ એક વાયરસે દુનિયાના મોટાભાગના દેશને હચમચાવી દીધું છે. WHO અનુસાર ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન, યુકે અને યુએસ પછી હવે ભારતમાં પણ મંકીપોક્સના કેસ દેખાવા લાગ્યા છે. 
WHOએ કહ્યું છે કે, મંકીપોક્સના કેસ હજુ ઝડપી ગતિથી વધી શકે છે. મંકીપોક્સ વિશે એક નવો દાવો છે કે આ રોગ જાતીય સંબંધોને કારણે પણ ફેલાય છે. જાણીને નવાઈ લાગશે પરંતુ આ કોઇ અન્ય કોઇનો નહીં પણ WHO નો દાવો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેન (WHO)એ કહ્યું છે કે, ઉત્તર અમેરિકા અને યુરોપમાં મંકીપોક્સ વાયરસનો પ્રકોપ મુખ્યત્વે પુરુષો વચ્ચેના સેક્સ સંબંધો દ્વારા ફેલાયો છે. મંકીપોક્સ હવે ઓછામાં ઓછા 14 દેશોમાં ફેલાઇ ગયો છે. 
WHO અનુસાર, છેલ્લા અઠવાડિયા દરમિયાન સમગ્ર યુરોપ અને ઉત્તર અમેરિકામાં મંકીપોક્સનો કહેર જોવા મળી રહ્યો છે અને તે વધુ વ્યાપક બનવાની ધારણા છે કારણ કે માહિતીની વહેંચણીમાં વિલંબ થઇ રહ્યો છે. WHOએ કહ્યું કે, તેને માત્ર 10 દિવસ પહેલા જ યુકેમાં મંકીપોક્સના બે પુષ્ટિ અને એક શંકાસ્પદ કેસની જાણ કરવામાં આવી હતી. જ્યારે ચાલીસ વર્ષોમાં પ્રથમ વખત આફ્રિકાની બહાર મંકીપોક્સના કેસ જોવા મળ્યા છે.
WHOનું શીતળાનું સંશોધન ચલાવતા ડો.રોસામંડ લુઈસે જણાવ્યું હતું કે, યુરોપમાં છેલ્લાં પાંચ વર્ષમાં માત્ર પ્રવાસીઓમાં જ મંકીપોક્સના કેટલાક કેસો જોવા મળ્યા છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે આપણે ઘણા દેશોમાં એક જ સમયે આવા લોકોને જોઇ રહ્યા છીએ જેમણે આફ્રિકામાં સ્થાનિક વિસ્તારોમાં મુસાફરી કરી નથી. WHO સલાહકારે જણાવ્યું છે કે, યુરોપ અને ઉત્તર અમેરિકામાં મંકીપોક્સ વાયરસનો વર્તમાન પ્રકોપ સ્પેન અને બેલ્જિયમમાં યોજાયેલી બે સેક્સ પાર્ટીઓ દ્વારા ઉદ્દભવ્યો અને ફેલાયો છે.
મંકીપોક્સ વાયરસ પોતે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન નથી, એટલે કે તે માત્ર સેક્સ દ્વારા જ ફેલાતો નથી, પરંતુ હાલના કેસોમાં સૌથી તાજેતરનો વધારો એવા પુરુષોમાં થયો છે જેઓ અન્ય પુરુષો સાથે સેક્સ કરે છે. જોકે, WHO અધિકારીઓએ કહ્યું કે, મંકીપોક્સ કોઈને પણ થઈ શકે છે. યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) ના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. જ્હોન બ્રુક્સે પણ કહ્યું છે કે, કેટલાક જૂથો જોખમમાં હોવાની શક્યતા વધારે છે. 
બીજી તરફ, યુરોપિયન સીડીસીએ અહેવાલ આપ્યો છે કે, યુરોપમાં અત્યાર સુધી નોંધાયેલા મોટાભાગના કેસ પુરુષો સાથે સેક્સ કરનારા પુરુષોના છે. યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કેટલાક કિસ્સાઓમાં જખમની પ્રકૃતિ જાતીય સંભોગ દરમિયાન પ્રસારણ સૂચવે છે."
Advertisement
Tags :
Advertisement

.