Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્ટાર કિડ્સમાં ટોપ પર છે, કિંગ ખાનનો લાડકો અબરામ ખાન, 'મન્નત'માં ડબલ સેલિબ્રેશનનો માહોલ

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો લાડકો દીકરો અબરામ ખાન આજે 9 વર્ષનો થઈ ગયો છે.  મોટા ભાગે શાહરૂખ ખાનની વ્હાલી દીકરી  સુહાના ખાન તેના નાના ભાઈ અબરામ ખાન પર હંમેશા વ્હાલ વરસાવતી જોવાં મળે છે. તે તેના  નાના ભાઈને પ્રેમ કરવાની એક પણ તક છોડતી નથી. આજે 'મન્નત'માં ડબલ સેલિબ્રેશનનો માહોલ છે. જ્યારે મોટા પુત્ર આર્યન ખાનને મોટી રાહત મળી છે, તો બીજી તરફ નાના પુત્ર અબરામ આજે તેનો જન્મદિ
સ્ટાર કિડ્સમાં ટોપ પર છે  કિંગ ખાનનો લાડકો અબરામ ખાન   મન્નત માં ડબલ સેલિબ્રેશનનો માહોલ
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો લાડકો દીકરો અબરામ ખાન આજે 9 વર્ષનો થઈ ગયો છે.  મોટા ભાગે શાહરૂખ ખાનની વ્હાલી દીકરી  સુહાના ખાન તેના નાના ભાઈ અબરામ ખાન પર હંમેશા વ્હાલ વરસાવતી જોવાં મળે છે. તે તેના  નાના ભાઈને પ્રેમ કરવાની એક પણ તક છોડતી નથી. આજે 'મન્નત'માં ડબલ સેલિબ્રેશનનો માહોલ છે. જ્યારે મોટા પુત્ર આર્યન ખાનને મોટી રાહત મળી છે, તો બીજી તરફ નાના પુત્ર અબરામ આજે તેનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. અબરામ ખાને આજે એટલે કે 27મી મેએ તેનો  નવમો બર્થ ડે સેલિબ્રેટ કર રહ્યો વર્ષ છે. તે પોતાનો જન્મદિવસ મિત્રો અને પરિવાર સાથે ઉજવવાનો છે. શાહરુખાનની વાઇફ ગૌરી ખાને સોશિયલ મીડિયા શેર કર્યું.
 બહેન સુહાના સાથે ખાસ બોન્ડીંગ શેર કરે છે અબરામ 
અબરામ ખાને સ્ટાર કિડ્સ તરીકે તેની નાની ઉંમરમાં જ ઘણી લોકપ્રિયતા મેળવી છે. પોતાની ક્યૂટ સ્ટાઈલને કારણે અબરામ આજે લાખો દિલોની  ધડકન બની ગયો છે. આ જ કારણ છે કે તેનો દરેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આમાંની કેટલીક તસવીરોમાં બહેન સુહાના ખાન સાથે અબરામનું બોન્ડિંગ સ્પષ્ટ દેખાતું રહે છે. ઘણી તસવીરોમાં સુહાનાનો અબરામ પ્રત્યેનો વહાલ પણ જોવા મળે છે. આ તસવીરો જોઈને સ્પષ્ટપણે કહી શકાય છે કે અબરામ પરિવારમાં તેની બહેનની સૌથી નજીક છે.

2013માં સરોગસી દ્વારા અબરાહમનો જન્મ થયો હતો
ઘણા પ્રસંગોએ, સુહાનાએ તેના નાના ભાઈ અબરામ પર પ્રેમ વરસાવ્યો છે. સમયાંતરે સુહાના તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અબરામની તસવીરો શેર કરતી રહે છે. અબરામ ખાનનું ભાઈ આર્યન ખાન સાથેનું ક્યૂટ બોન્ડિંગ પણ ઘણા પ્રસંગોએ જોવા મળ્યું છે. જણાવી દઈએ કે અબરામ ખાનનો જન્મ વર્ષ 2013માં સરોગસી દ્વારા થયો હતો. જન્મથી જ અબરામ ખાન હંમેશા કોઈને કોઈ કારણસર લાઇમલાઇટમાં રહે છે.
અબરામે બોલિવૂડમાં એન્ટ્રી થઇ ચૂકી છે
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ફિલ્મ કલાકારના બાળકો જ ફિલ્મી દુનિયામાં આવે છે. ઘણા લોકો અબરામ માટે પણ એવું જ વિચારે છે અને બધાને અનુમાન છે કે શું અબરામ પણ ફિલ્મી દુનિયામાં પગ મૂકશે? બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે અબરામે થોડા વર્ષો પહેલા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે હા, શાહરૂખ ખાનની ફિલ્મ હેપ્પી ન્યૂ યરમાં અબરામ ખાનની ઝલક જોવા મળી છે. ફિલ્મના ક્રેડિટ વીડિયો સીનમાં અબરામ થોડી સેકન્ડ માટે જોવા મળે છે.
Advertisement
Tags :
Advertisement

.