Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યાસીન મલિકના મુદ્દે શાહિદ આફ્રિદીને અમિત મિશ્રાનો જડબાંતોડ જવાબ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી ભારત વિરોધી નિવેદનો માટે જાણીતો છે. કેટલાક દિવસો પહેલા શાહિદ આફ્રિદીએ ભારતને પાકિસ્તાનનો દુશ્મન દેશ ગણાવ્યો હતો. હવે આફ્રિદીએ પ્રતિબંધીત સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસિન મલીકના મુદ્દે વિવાદીત ટ્વિટ કર્યું છે. આફ્રિદીએ ટ્વિટર પર લખ્યું કે ભારત જે રીતે માનવાધિકારનું હનન ની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવાવાળાને ચુપ કરાવાની કોશિશ
યાસીન મલિકના મુદ્દે શાહિદ આફ્રિદીને અમિત મિશ્રાનો જડબાંતોડ જવાબ
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી ભારત વિરોધી નિવેદનો માટે જાણીતો છે. કેટલાક દિવસો પહેલા શાહિદ આફ્રિદીએ ભારતને પાકિસ્તાનનો દુશ્મન દેશ ગણાવ્યો હતો. હવે આફ્રિદીએ પ્રતિબંધીત સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસિન મલીકના મુદ્દે વિવાદીત ટ્વિટ કર્યું છે. 
આફ્રિદીએ ટ્વિટર પર લખ્યું કે ભારત જે રીતે માનવાધિકારનું હનન ની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવાવાળાને ચુપ કરાવાની કોશિશ કરી રહ્યું છે, તે વ્યર્થ છે. યાસિન મલીક પર લગાવાયેલા મનઘડંત આરોપ કાશ્મીરની આઝાદીના સંઘર્ષને રોકી નહી શકે. હું સંયુકત રાષ્ટ્રથી અપીલ કરું છું કે તે કાશ્મીરી નેતાઓની સામે આ પ્રકારના અનૈતિક ટ્રોલ્સને નોટિસ કરે.
આફ્રિદીના આ ટ્વિટને લઇને લેગ સ્પીનર અમિત મિશ્રાએ જડબાતોડ જવાબ આપ્યો છે. અમિત મિશ્રાએ લખ્યું કે પ્રિય શાહિદ આફ્રિદી, તેણે કોર્ટમાં પોતાને દોષીત કબુલી લીધો છે. તમારી બર્થડેની જેમ બધું જ મિસલીડીંગ ના થઇ શકે. કાશ્મીર મુદ્દે શાહિદ આફ્રિદી પહેલા પણ વિવાદીત નિવેદનો આપી ચુકયો છે. 
Advertisement

ઉલ્લેખનિય છે કે શાહિદ આફ્રિદી પોતાની ઉંમરને લઇને પણ વિવાદમાં રહ્યો છે. આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદના અનુંસાર તેનો જન્મ 1 લી માર્ચ 1980એ થયો હતો એટલે કે અત્યારે તેની ઉંમર 42 વર્ષ છે. 2019માં આફ્રિદીએ ખુલાસો કર્યો હતો કે 1996માં નૈરોબીમાં શ્રીલંકાની સામે 37 બોલમાં સદી ફટકારતી વખતે તે 16 વર્ષના ન હતો. 
Tags :
Advertisement

.