Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એલન મસ્કનું ટ્વિટ, ટ્વિટર ડીલ હજુ હોલ્ડ પર છે

એશિયાના સૌથી ધનિક  વ્યક્તિ એલન મસ્કે ટ્વીટ કરીને કહ્યું છે કે ટ્વિટર ડીલ હાલમાં હોલ્ડ પર છે. મસ્કે તાજેતરમાં લગભગ $44 બિલિયનમાં ટ્વિટર ખરીદ્યાની  જાહેરાત કરી હતી. હવે આ મામલે વધુ એકે ટ્વિટ કરી જાહેરાત કરી છે કે આ ડીલ હજુ હોલ્ડ પર છે  ટેસ્લાના ચીફ એલન મસ્કએ આજે ​​જણાવ્યું હતું કે ટ્વિટર ખરીદવા માટેનો તેમનો $44-બિલિયન સોદો હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે. એલન મસ્કે કહ્યું છે કે સ્પામ
એલન મસ્કનું ટ્વિટ   ટ્વિટર ડીલ હજુ હોલ્ડ પર છે

એશિયાના સૌથી ધનિક  વ્યક્તિ એલન મસ્કે ટ્વીટ કરીને કહ્યું છે કે ટ્વિટર ડીલ હાલમાં હોલ્ડ પર છે. મસ્કે તાજેતરમાં લગભગ $44 બિલિયનમાં ટ્વિટર ખરીદ્યાની  જાહેરાત કરી હતી. હવે આ મામલે વધુ એકે ટ્વિટ કરી જાહેરાત કરી છે કે આ ડીલ હજુ હોલ્ડ પર છે

Advertisement

Advertisement

ટેસ્લાના ચીફ એલન મસ્કએ આજે ​​જણાવ્યું હતું કે ટ્વિટર ખરીદવા માટેનો તેમનો $44-બિલિયન સોદો હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે. એલન મસ્કે કહ્યું છે કે સ્પામ અને નકલી એકાઉન્ટના મુદ્દે ડીલ અટકી ગઈ છે. એલન મસ્કએ ટ્વિટ કર્યું, 'ટ્વિટર ડીલ અસ્થાયી રૂપે હોલ્ડ પર રાખવામાં આવી છે, કારણ કે સ્પામ અથવા ખોટા એકાઉન્ટ્સની ગણતરી માટેના આંકડા, જે 5% કરતા ઓછા વપરાશકર્તાઓ હોવા જોઈએ, હજુ સુધી મળ્યા નથી.'
ગયા મહિને સોશિયલ મીડિયા કંપની ટ્વિટરને એલોન મસ્કને $44 બિલિયનમાં વેચવાનો નિર્ણય કર્યો. સોશિયલ મીડિયા કંપની ટ્વિટરના શેરમાં 20%નો ઘટાડો થયો છે. ટ્વિટરે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
કંપનીએ મહિનાની શરૂઆતમાં ગણતરી કરી હતી કે પહેલા ત્રણ માસમાં તેના ખોટા અથવા સ્પામ એકાઉન્ટ્સ સક્રિય વપરાશકર્તાઓના 5% કરતા ઓછા હિસ્સો ધરાવે છે 
કંપનીએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી એલન મસ્ક સાથેનો સોદો પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને ઘણા પડકારોનો સામનો કરવો પડશે. જેમાં જાહેરાતકર્તાઓ ટ્વિટર પર ખર્ચ કરવાનું ચાલુ રાખશે કે નહીં તે મૂંઝવણમાં છે. એલન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે અને ટેસ્લા ઇન્કના સીઇઓ છે. તેમણે કહ્યું કે તેમની પ્રથમ પ્રાથમિકતા પ્લેટફોર્મ પરથી "સ્પામ બોટ્સ" (ડમી એકાઉન્ટ)  દૂર કરવાની રહેશે.

Advertisement
Tags :
Advertisement

.