ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Zika Virus Cases: ઝિકા વાયરસે ફરી માથું ઉચક્યું, પુણેમાં 6 કેસ નોંધાયા

Zika Virus Cases: મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસે (Zika Virus)ફરી માથું ઉચક્યું છે. રાજ્યના પુણેમાં ઝિકા વાયરસ ફેલાઈ રહ્યો છે.શહેરમાં સક્રમણના 6 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. ખાસ વાત એ છે કે આમાં બે ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે.   હાલ...
09:27 AM Jul 02, 2024 IST | Hiren Dave
Zika Virus

Zika Virus Cases: મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસે (Zika Virus)ફરી માથું ઉચક્યું છે. રાજ્યના પુણેમાં ઝિકા વાયરસ ફેલાઈ રહ્યો છે.શહેરમાં સક્રમણના 6 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. ખાસ વાત એ છે કે આમાં બે ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે.

 

હાલ બંને મહિલાઓની હાલત સ્થિર

આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર, પુણેના એરંડવાને વિસ્તારની 28 વર્ષની ગર્ભવતી મહિલામાં ઝિકા વાયરસથી સંક્રમિત થઈ છે. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય અન્ય એક 12 સપ્તાહની ગર્ભવતી મહિલા પણ ઝિકા વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને મહિલાઓની હાલત સ્થિર છે. જો ગર્ભવતી મહિલાઓ ઝિકા વાયરસનો શિકાર થાય તો ભ્રૂણમાં માઇક્રોસેફલી થઈ શકે છે. આ એવી સ્થિતિ છે જેમાં મગજના અસામાન્ય વિકાસને કારણે માથું ખૂબ નાનું થઈ જાય છે.

પુત્રી સહિત ડોકટરો પણ સંક્રમિત

પુણેમાં ઝિકા વાઈરસના સંક્રમણનો પહેલો કેસ એરાંડવાને વિસ્તારમાં જ નોંધાયો હતો, જ્યારે 46 વર્ષીય ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટર બાદ તેમની 15 વર્ષની દીકરીનું સેમ્પલ પણ પોઝિટિવ આવ્યું હતું. આ સિવાય મુંઢવા વિસ્તારમાંથી બે સંક્રમિત લોકો મળી આવ્યા છે, જેમાંથી એક 47 વર્ષની મહિલા અને બીજો 22 વર્ષીય પુરુષ છે.

તંત્ર દોડતું થયું

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ તમામ દર્દીઓ પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યાનુસાર, સાવચેતીના પગલા તરીકે, મચ્છરોથી બચવા માટે ફોગિંગ અને ફ્યુમિગેશન જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે.

ઝિકા વાયરસનો પહેલો કેસ યુગાન્ડામાં નોંધાયો હતો

નોંધનીય છે કે ઝિકા વાયરસ સંક્રમિત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાયરસ ફેલાવવા માટે પણ જાણીતું છે. આ વાયરસની ઓળખ સૌપ્રથમ 1947માં યુગાન્ડામાં થઈ હતી.ઓક્ટોબર 2015 થી જાન્યુઆરી 2016 વચ્ચે બ્રાઝિલમાં લગભગ 4,000 બાળકો ઝિકા વાયરસથી જન્મ્યા હતા

આ પણ  વાંચો  - રાહુલ ગાંધીના હિંદુઓ પર નિવેદન બાદ હવે સંત સમાજમાં પણ નારાજગી

આ પણ  વાંચો  - “Rahul Gandhi નું નિવેદન જુઠ્ઠાણાનું પોટલું”, CM યોગીએ કહ્યું – અયોધ્યામાં કરોડોનું વળતર અપાયું…

આ પણ  વાંચો  - Andhra Pradesh : રાજ્યની આર્થિક સ્થિતિ સારી નથી, આ ડેપ્યુટી CM એ પગાર લેવાની ના પાડી…

Tags :
health newsInfectionMaharashtrapregnant womenPuneZika Virus
Next Article