Wrestling : મેડલ પરત કરવા PMO જઈ રહેલ Vinesh Phogat ને પોલીસે અટકાવી, વાંચોઅહેવાલ
Wrestling : બજરંગ પુનિયા બાદ આજે મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે (Vinesh Phogat) પણ પોતાનો અર્જુન એવોર્ડ પરત કરી દીધો છે. જ્યારે તે સન્માન પરત કરવા જઈ રહી હતી, તે દરમિયાન તેમને પોલીસે કર્તવ્ય પથ પર રોકી લીધી. જોકે, વિનેશે પોતાનો અર્જુન એવોર્ડ (Arjuna Award) પુરસ્કાર કર્તવ્યપથ બેરિકેડ્સ પર મૂકી દીધો હતો. તેમણે પણ રોડ પર પોતાનો પદ્મશ્રી એવોર્ડ મૂકી દીધો હતો.
વિનેશે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો
Vinesh Phogat 26મી ડિરેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Narendra Modi) બે પાનાનો પત્ર લખ્યો હતો. જેમણે તેમણે ઘણાં મુદ્દા પર વડાપ્રધાનનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ મહિલા કુસ્તીબાજ (Wrestling) સાક્ષી મલિકના કુશ્તીમાંથી નિવૃત્તિ લેવા અને બજરંગ પુનિયાને પદ્મક્ષી એવોર્ડ પરત કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ (WFI) પ્રમુખ બ્રૃજભૂષણ શરણ સિંહની નજીકની વ્યક્તિની જીત બાદ આ પગલું ભર્યું હતું.
મહત્વનું છે કે રેસલીગ સલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયે તાજેતરમાં WFIનું નવું સંગઠન રદ કર્યું હતું, એટલું જ નહીં પરંતુ (Wrestling) નવા ચૂંટાયેલા પ્રમુખ સંજયસિંહને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા. સંજય સિંહને બીજેપી સાંસદ અને ભૂતપૂર્વ WFI પ્રમુખ બ્રૃજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવે છે. આ નિર્ણય એકલા પ્રમુખ દ્વારા નહીં પરંતુ કુસ્તી સંઘની કાર્યકારી સમિતિ દ્વારા લેવામાં આવે છે, જેના માટે એક તૃતીયાંશ સભ્યોની સંમતિ જરૂરી છે
સાક્ષીએ રડતા રડતા કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી
સંજય સિંહ પ્રેસિડેન્ટ બન્યા બાદ સાક્ષી મલિકે સૌથી પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. સાક્ષીએ આંસુથી કહ્યું હતું કે અમે 40 દિવસ સુધી રસ્તા પર સૂતા હતા અને દેશના ઘણા ભાગોમાંથી ઘણા લોકો અમને સપોર્ટ કરવા આવ્યા હતા. વૃદ્ધ મહિલાઓ આવી. એવા લોકો પણ આવ્યા જેમની પાસે કમાવાના પૈસા નહોતા. અમે જીત્યા નથી, પરંતુ આપ સૌનો આભાર. તેણીએ કહ્યું કે અમે દિલથી લડ્યા છીએ, પરંતુ જો WFI બ્રિજભૂષણ શરણ સિંહના બિઝનેસ પાર્ટનર અને નજીકના સહયોગી સંજય સિંહ ચૂંટાય છે, તો હું મારી કુસ્તી (Wrestling) છોડી દઈશ. આ દરમિયાન સાક્ષીએ તેના શૂઝ ઉપાડ્યા અને ટેબલ પર મૂક્યા.
આ પણ વાંચો-પીએમ મોદીના રોડ શોમાં જોવા મળ્યું ચોંકાવનારું દ્રશ્ય