Seema Haider : સીમા હૈદરને ભારત છોડીને પાકિસ્તાન જવું પડશે ?
Seema Haider : શું સીમા હૈદર પાકિસ્તાન પરત જશે? કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદર ફરી ચર્ચામાં છે. હકીકતમાં, ભારત સરકારે કડક નિર્ણય લીધો છે અને દેશમાં હાજર પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે.
પહેલગામમાં આતંકી હુમલા બાદ સીમા હૈદર ફરી ચર્ચામાં આવી
જમ્મુ-કાશ્મીરના પહેલગામ (Pahalgam Terror Attack)માં આતંકવાદીઓ દ્વારા 26 પ્રવાસીઓની ક્રૂર હત્યા બાદ લોકોનો ગુસ્સો શમતો નથી. લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા તેમજ કેન્ડલ માર્ચ કાઢીને શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ
હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ ભારત સરકારે બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ મોટો નિર્ણય લીધો અને સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતી સુવિધાને સમાપ્ત કરી દીધી. આ નિર્ણય અનુસાર હવે પાકિસ્તાની નાગરિકો આ છૂટ હેઠળ ભારતની યાત્રા કરી શકશે નહીં.
સીમા હૈદર (Seema Haider) ભારત કેવી રીતે આવી?
જ્યારે, પાકિસ્તાની નાગરિકો કે જેઓ આ સુવિધા હેઠળ ભારતમાં પહેલેથી જ હાજર છે. તેમને 48 કલાકમાં દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ સીમા હૈદર ફરી એકવાર ચર્ચામાં આવી છે.
પાકિસ્તાનની સીમા હૈદર મે 2023માં નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ તેને પાકિસ્તાન મોકલવાની માંગ કરી છે. મીડિયાકર્મીઓએ પણ આ અંગે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સીમા હૈદરે આ વિષય પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
18 માર્ચે દીકરીને જન્મ આપ્યો હતો
ચાર બાળકો સાથે નેપાળ થઈને ભારત આવેલી સીમા હૈદરે(Seema Haider) 18 માર્ચે એક દીકરીને જન્મ આપ્યો હતો.જેનું નામ મીરા રાખવામાં આવ્યું છે. સીમા હૈદરના લગ્ન રાબુપુરાના રહેવાસી સચિન મીના સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. મીરા સીમા હૈદરનું પાંચમું સંતાન છે જ્યારે સીમા સચિન મીનાનું પ્રથમ સંતાન છે.
નાગરિકતા પર ઉભા થતા પ્રશ્નો
કાશ્મીરમાં પહલગામ હુમલા બાદ સીમા હૈદર(Seema Haider) ની નાગરિકતા પર સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે ભારત સરકારના આદેશ બાદ સીમા હૈદરને 24 કલાકમાં દેશ છોડીને પાકિસ્તાન જવું પડશે, જ્યારે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે સીમા હૈદરને આ મામલામાં કોઈ લેવાદેવા નથી અને તે ભારતમાં જ રહેશે.
સીમા હૈદર પાકિસ્તાન જવાની ચર્ચા પર પોલીસે શું કહ્યું?
સીમા હૈદર (Seema Haider) ના કેસમાં પોલીસનું કહેવું છે કે કાયદેસર રીતે ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાન પાછા જવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ સીમા હૈદર ગેરકાયદેસર રીતે ભારત આવી છે અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. જ્યાં સુધી ટ્રાયલ ચાલુ રહેશે ત્યાં સુધી તે ભારતમાં રહેશે. આ નિયમ તેને લાગુ પડશે નહીં. આ માહિતી રાબુપુરાના સબ ઇન્સ્પેક્ટર હરેન્દ્ર મલિકે આપી છે.
આ પણ વાંચો : Pahalgam Attack: સંજય રાઉતે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, કહ્યું- અમે બધા સરકારની સાથે છીએ