દેશના નવા વડાપ્રધાન PM Modi નહીં પણ Amit Shah બનશે? અમિત શાહે કરવો પડ્યો ખુલાસો
Delhi ના CM Arvind Kejriwal એ કહ્યું કે, મારી પાસે લખાવી લો આ વખતે મોદી સરકાર બની તો બે મહિનામાં યોગી મુખ્યમંત્રી નહીં રહે,આ જ સરમુખત્યાર શાહી છે. કોણ હશે ભાજપના વડાપ્રધાન, તે પણ કેજરીવાલે જણાવ્યું છે. દિલ્હીની દારૂનીતિ મામલે વચગાળાના જામીન મળ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી છે. મુખ્યમંત્રી કેજરીવાલે આમ આદમી પાર્ટી મુખ્યમથક પર પોતાના સમર્થકોને ફ્લાઇંગ કિસ આપતા કહ્યું કે, હું તમારા બધા વચ્ચે પરત આવીને ખુબ જ ખુશ છું. આપણે મળીને દેશને સરમુખત્યાર શાહીથી બચાવવાનો છે, હું મારી સંપુર્ણ શક્તિ સાથે લડીશ. મને દેશના 140 કરોડ લોકોનું સમર્થન જોઇએ છે.
કેજરીવાલની ગુગલી પર અમિત શાહનો ખુલાસો
અમિત શાહે અરવિંદ કેજરીવાલ દ્વારા ફેંકવામાં આવેલી ગુગલી અંગે ખુલાસો કરવો પડ્યો હતો. અમિત શાહે જણાવ્યું કે, કેજરીવાલ એન્ડ કંપનીએ કરેલા દાવામાં કોઇ દમ નથી. 75 વર્ષની વયે મોદીજી નિવૃત થાય તો તેમાં કેજરીવાલે કે INDI એલાયન્સે ખુશ થવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના સંવિધાનમાં એવું ક્યાંય પણ લખ્યું નથી કે, 75 વર્ષે નિવૃત જ થઇ જવું. મોદીજી જ એક ટર્મ પૂર્ણ કરશે. મોદીજી જ આગળ પણ દેશનું નેતૃત્વ કરતા રહેશે. આ બાબતે કોઇ જ કન્ફ્યૂઝન નથી.
#WATCH | On Delhi CM Arvind Kejriwal's 'Amit Shah will be the PM, if BJP wins' remark, Union Home Minister Amit Shah says "I want to say this to Arvind Kejriwal and company and INDI alliance that nothing as such is mentioned in BJP's constitution. PM Modi is only going to… https://t.co/eJgCHox2Q7 pic.twitter.com/bKJQ4OtMhe
— ANI (@ANI) May 11, 2024
મોદી આવતા વર્ષે નિવૃતિ જાહેર કરશે
મુખ્યમંત્રી કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સરમુખત્યારશાહીના આક્ષેપ કરતા કહ્યું કે, અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, શિવરાજ, વસુંધરા રાજે, મનોહરલાલ ખટ્ટર, રમણસિંહની રાજનીતિ મોદીજીએ ખતમ કરી દીધી છે. હવે નંબર યોગી આદિત્યનાથનો છે. જો ચૂંટણી જીતી તો 2 મહીનાની અંદર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બદલી દઇશું. આ સરમુખત્યાર શાહી છે. વન નેશન વન લીડર ઇચ્છે છે.
ભાજપનો નિયમ છે 75 વર્ષે નિવૃત, મોદીજી પણ થશે નિવૃત
કેજરીવાલે આગળ કહ્યું કે, મોદીજી આગામી વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઇ રહ્યા છે. 2014 માં મોદીજીએ રૂલ બનાવ્યો હતો કે ભાજપની અંદર જે પણ 75 વર્ષનું હશે તેને રિટાયર્ડ કરી દેવામાં આવશે. સૌથી પહેલા લાલકૃષ્ણ અડવાણીજીને રિટાયર કરવામાં આવ્યા, ત્યાર બાદ મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, યશવંત સિન્હાને રિટાયર કરવામાં આવ્યા હવે મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે રિટાયર થવાના છે. હું ભાજપને પુછવા માંગુ છું કે, તમારી અંદરથી પીએમ પદના ઉમેદવાર કોણ છે. કેજરીવાલે દાવો કર્યો કે, જો તેમની સરકાર બની તો પહેલા બેમહિનામાં યોગીજીનો ઉકેલ લાવવામાં આવશે. ત્યાર બાદ મોદીજીના સૌથી ખાસ અમિત શાહજીને વડાપ્રધાન બનશે. કેજરીવાલે કહ્યું કે, મોદીજી પોતાના માટે નહીં, અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે. તેમણે કહ્યું કે, મને પદની લાલચ નથી.
ચૂંટણી જીતશે તો વિપક્ષીઓને જેલમાં મોકલશે
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે, ભાજપ લોકસભા ચૂંટણી જીતશે તો મમતા બેનર્જી, એમકે સ્ટાલીન અને ઉદ્ધવ ઠાકરે સહિત વિપક્ષી નેતાઓને જેલ મોકલી દેવામાં આવશે. તેમણે નામ લીધા વગર જ અજિત પવાર પર નિશાન સાધતા જણાવ્યું કે, ભ્રષ્ટ લોકો ભાજપમાં જોડાઇ રહ્યા છે. જ્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમની સરકારનું ધ્યાન ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઇ પર છે. વડાપ્રધાન મોદી કેટલાક લોકો પર આરોપ લગાવતા કહ્યું કે, તેઓ 70000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા. એક બાદ એક થોડા દિવસો બાદ તેમણે તે લોકોને ઉપમુખ્યમંત્રી અને મંત્રી બનાવ્યા.
આપે જેટલા કોઇ પાર્ટીને પ્રતાડિત નથી કરી
અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદી પર આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમને કચડવામાં કોઇ કસર નથી છોડી. 75 વર્ષ દરમિયાન આ કદર કોઇ પાર્ટીના નેતાઓને પ્રતાડિત નથી કરવામાં આવ્યા, જે પ્રકારે વડાપ્રધાન મોદીએ અમને પ્રતાડિત કરવાનો પ્રયાસ કર્યો.