Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rahul Gandhi હરોળમાં શા માટે બેઠા પાછળ? કારણ આવ્યું સામે

કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ માટે પ્રથમ હરોળમાં એક સીટ અનામત રખાઈ હતી રાહુલ ગાંધી તે છોડી બેઠા પાછળની હરોળમાં રાહુલ ગાંધીના સીટ છોડવા પાછળનું કારણ આવ્યું સામે ભારત ભરમાં સૌ દેશવાસીઓ આજે 78માં સ્વતંત્રતા દિવસને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવી...
07:03 PM Aug 15, 2024 IST | Harsh Bhatt

ભારત ભરમાં સૌ દેશવાસીઓ આજે 78માં સ્વતંત્રતા દિવસને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે. સ્વતંત્રતા દિવસના પર્વ નિમિતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.વધુમાં તેમણે દેશવાસીઓનું સંબોધન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા Rahul Gandhi માટે પ્રથમ હરોળમાં એક સીટ અનામત રાખવામાં આવી હતી.પરંતુ અહી આશ્ચર્યની વાત એ છે કે, તેઓ તે પ્રથમ હરોળમાં બેઠા ન હતા અને તેના સ્થાને તેઓ પાછળની હરોળમાં બેઠા હતા અને ત્યાંથી તેઓએ સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો. પરંતુ Rahul Gandhi એ શા માટે પોતાની આ પ્રથમ હરોળ છોડી હતી?

Rahul Gandhi બેઠા સામાન્ય લોકો વચ્ચે

વિપક્ષના નેતા Rahul Gandhi ને 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર પ્રથમ હરોળમાં સીટ આપવામાં આવી હતી. પરંતુ તેઓ તે સીટ ઉપર બેઠા ન હતા અને તેમણે સામાન્ય લોકોની વચ્ચે બેસીને તેમની સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણીનો આનંદ માણ્યો હતો.મળતી માહિતીના અનુસાર, સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે વિપક્ષના નેતા તરીકે આગળની હરોળની બેઠક રાહુલ ગાંધી માટે અનામત હતી, પરંતુ તેમણે પોતાની મરજીથી હરોળની પાછળ બેસવાનું નક્કી કર્યું હતું. Rahul Gandhi એ આમ કરવા પાછળનું કારણ સામે આવ્યું છે જેના અનુસાર, અધિકારીએ કહ્યું હતું કે - રાહુલ ગાંધીએ સ્થળ પર જ વ્યવસ્થાની દેખરેખ કરી રહેલા અધિકારીઓને કહ્યું કે તેઓ સામાન્ય લોકોની વચ્ચે બેસવા માંગે છે, કારણ કે તેઓ સંસદ ભવનમાં નેતાઓ સાથે બેસી રહે છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ જે હરોળમાં બેઠા હતા ત્યાં પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર એથ્લેટ અને સામાન્ય લોકો બેઠા હતા.આ લાઇનમાં બેઠેલાઓમાં ભારતીય હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ, કેપ્ટન હરમનપ્રીત સિંહ, શૂટર મનુ ભાકરનો સમાવેશ થાય છે.

PM MODI એ 11 મી વખત લાલ કિલ્લાથી લહેરાવ્યો ઝંડો

PM MODI એ સ્વતંત્રતા દિવસના અવસર પર સતત 11મી વખત લાલ કિલ્લાની પ્રાચી પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા.આ દરમિયાન વડાપ્રધાને ઈમાનદારી સાથે ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ભ્રષ્ટાચારીઓના કથિત વખાણ કરવાના વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : 15 AUGUST ના દિવસે મોટી દુર્ઘટના ટળી! આતંકવાદીઓએ પ્લાન્ટ કર્યા હતા 19 બોમ્બ પણ...

Tags :
15 AugustCongressDelhiIndependence DayLAAL KILLAOLYMPICS WINNERpm modirahul-gandhi
Next Article