Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોણ છે આ મહિલા જેને GOOGLE આપી રહ્યું છે આજે TRIBUTE..

GOOGLE DOODLE HAMIDA BANU TRIBUTE : ભારતમાં આજકાલ ઘણી મહિલા WRESTLER એ પોતાનું નામ રોશન કર્યું છે. થોડા વર્ષો પહેલા આવેલી ફિલ્મ DANGAL પણ મહિલા કુસ્તીને પ્રમોટ કરત હતી અને આવી ફિલ્મો સફળ પણ રહી છે. ભારતને કુસ્તીમાં ગીતા ફોગાટ,...
કોણ છે આ મહિલા જેને google આપી રહ્યું છે આજે tribute

GOOGLE DOODLE HAMIDA BANU TRIBUTE : ભારતમાં આજકાલ ઘણી મહિલા WRESTLER એ પોતાનું નામ રોશન કર્યું છે. થોડા વર્ષો પહેલા આવેલી ફિલ્મ DANGAL પણ મહિલા કુસ્તીને પ્રમોટ કરત હતી અને આવી ફિલ્મો સફળ પણ રહી છે. ભારતને કુસ્તીમાં ગીતા ફોગાટ, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બબીતા ફોગાટે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે. ત્યારે GOOGLE આજે ભારતની પહેલી મહિલા રેસલરને યાદ કરી રહ્યું છે અને તેનું DOODLE બનાવી તેને TRIBUTE આપઉઈ રહ્યું છે. કોણ છે આ મહિલા, શું હતી તેની સિદ્ધિ, ચાલો જાણીએ આ અહેવાલમાં..

Advertisement

ભારતની પ્રથમ મહિલા WRESTLER - હમીદા બાનુ

GOOGLE આજે ભારતની પ્રથમ મહિલા WRESTLER હમીદા બાનુને DOODLE બનાવી તેને TRIBUTE આપી રહ્યું છે. ઉત્તર પ્રદેશની આ મહિલા વિષે બહુ ઓછા લોકો જાણે છે. પરંતુ હમીદા બાનુએ તે સમયમાં કુસ્તીમાં નામ બનાવ્યું હતું જ્યારે કુસ્તીમાં ફક્ત પુરુષોનું વર્ચસ્વ હતું. હમીદા બાનુનો જન્મ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયો હતો અને તેમને શરૂઆતથી જ કુસ્તીમાં રસ હતો. જ્યારે હમીદાએ તેના પરિવારને કુસ્તી વિશે જણાવ્યું તો પરિવારે તેને ઠપકો આપ્યો. હમીદાએ બળવો કર્યો અને અલીગઢ આવી. અહીં સલામે પહેલવાન પાસેથી કુશ્તીની યુક્તિઓ શીખી અને પછી સ્પર્ધા શરૂ કરી હતી. ત્યાર બાદ હમીદા બાનુંએ કુસ્તીમાં ઘણી વખત પુરુષ કુસ્તીબાજોને હરાવ્યા હતા.

Advertisement

શા માટે GOOGLE આજે આપી રહ્યું છે TRIBUTE ?

આજનું ગૂગલ ડૂડલ હમીદા બાનોને સમર્પિત છે. પરંતુ દરેકના મનમાં પ્રશ્ન થાય કે શા માટે ગૂગલએ આજનો જ દિવસ પસંદ કર્યો? આજનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આજના દિવસે તેણે 1954 માં આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી હતી - તેણીએ પ્રખ્યાત કુસ્તીબાજ બાબા પહેલવાનને માત્ર 1 મિનિટ 34 સેકન્ડમાં હરાવ્યો હતો, જેના પછી બાબા પહેલવાને હંમેશા માટે કુસ્તી છોડી દીધી હતી. આ સાથે રેફરીએ જાહેરાત કરી કે એવો કોઈ પુરુષ રેસલર નથી જે હમીદાને હરાવી શકે.

Advertisement

આજનું ગૂગલ ડૂડલ બેંગલુરુ સ્થિત ગેસ્ટ આર્ટિસ્ટ દિવ્યા નેગી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ડૂડલમાં પપાછળ Google લખેલું છે, જે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલું છે. હમીદા બાનોને અલીગઢ કી એમેઝન તરીકે પણ ઓળખવામાં આવે છે.

'જે મને હરાવે તેની સાથે હું લગ્ન કરીશ'

હમીદા બાનુ કુસ્તીમાં એટલી હદ સુધી કુશળ હતી કે, તેણે એક વિચિત્ર જાહેરાત કરી હતી. હમીદાએ જાહેરાત કરી હતી કે, તે પુરુષ કુસ્તીબાજ સાથે લગ્ન કરશે જે તેને કુસ્તીમાં હરાવશે. આ જાહેરાત બાદ તમામ કુસ્તીબાજોએ તેનો પડકાર સ્વીકારી લીધો, પરંતુ કોઈ પણ પુરુષ હમીદા બાનુ સામે ટકી શક્યા નહીં. પ્રથમ મેચ પટિયાલાના કુસ્તી ચેમ્પિયન સામે અને બીજી કલકત્તાના ચેમ્પિયન સામે હતી. હમીદાએ બંનેને હરાવ્યા હતા.

આ પણ વાંચો : School Teacher Viral Video: આગ્રાની શાળામાં શિક્ષક અને આચાર્ય વચ્ચે…..

Tags :
Advertisement

.