Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODI એ રશિયાના રાષ્ટ્રપતિ સાથે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ?

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. PM મોદી અને પુતિન એકબીજાને પોતાના મિત્ર ગણાવે છે. બંને નેતાઓ વચ્ચે આગામી બ્રિક્સ સમિટથી લઈને યુક્રેન યુદ્ધ સુધીના ઘણા...
pm modi એ રશિયાના રાષ્ટ્રપતિ સાથે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. PM મોદી અને પુતિન એકબીજાને પોતાના મિત્ર ગણાવે છે. બંને નેતાઓ વચ્ચે આગામી બ્રિક્સ સમિટથી લઈને યુક્રેન યુદ્ધ સુધીના ઘણા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સાથે ટેલિફોન પર વાતચીત કરી હતીછે  PM મોદીએ ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું, મારી રાષ્ટ્રપતિ પુતિન સાથે સારી વાતચીત થઈ. અમે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના ઘણા સકારાત્મક પાસાઓ પર ચર્ચા કરી અને ભવિષ્ય માટે આ અંગે રોડમેપ તૈયાર કરવા માટે પણ સંમત થયા. અમારી પાસે બ્રિક્સની રશિયાની અધ્યક્ષતા સહિત સંખ્યાબંધ પ્રાદેશિક અને વૈશ્વિક બાબતો અંગે ચર્ચા થઈ હતી. PM એ 2024માં રશિયાના BRICS પ્રમુખપદ માટે શુભેચ્છાઓ પાઠવી હતી

Advertisement

વડાપ્રધાન કાર્યાલય (PMO)ના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, 'બંને નેતાઓએ રશિયા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓની સમીક્ષા કરી હતી. તેઓએ બંને દેશોમાં થયેલા વિકાસનું મૂલ્યાંકન કર્યું અને ભારત-રશિયા સંબંધોને વધુ મજબૂત કરવા માટે ભાવિ રોડમેપ વિકસાવવા સંમત થયા. PMOએ કહ્યું કે, 'બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વાત કરી. પીએમ મોદીએ 2024માં બ્રિક્સ અધ્યક્ષપદ માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને શુભેચ્છા પાઠવી હતી અને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. બંને નેતાઓ ભવિષ્યમાં પણ સંપર્કમાં રહેવા સંમત થયા છે. યુક્રેન યુદ્ધની શરૂઆતથી બંને નેતાઓએ એકબીજાના દેશોની મુલાકાત લીધી નથી પરંતુ ફોન પર ઘણી વખત વાત કરી છે. ગયા મહિને જ વિદેશ મંત્રી જયશંકર ભારત અને રશિયા વચ્ચેની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે મોસ્કો ગયા હતા.

Advertisement

BRICS જૂથ શું છે?

આ વખતે રશિયામાં બ્રિક્સ સમિટનું આયોજન કરવામાં આવશે. બ્રિક્સ જૂથમાં પાંચ દેશોનો સમાવેશ થાય છે - બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા. એવું માનવામાં આવે છે કે આ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. પહેલા તે BRIC જૂથ હતું પરંતુ 2010 માં, જ્યારે દક્ષિણ આફ્રિકા આ ​​જૂથમાં જોડાયું ત્યારે તે BRICS બન્યું.

જૂથની પ્રથમ બેઠક 2006માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં જી-8 સમિટની સાથે મળી હતી. પ્રથમ શિખર સ્તરની બેઠક 16 જૂન 2009ના રોજ રશિયાના યેકાટેરિંગબર્ગમાં યોજાઈ હતી. બ્રિક્સ જૂથ વૈશ્વિક વસ્તીના 41 ટકા, વૈશ્વિક જીડીપીના 24 ટકા અને વૈશ્વિક વેપારના 16 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રિક્સનો હેતુ પરસ્પર આર્થિક વિકાસ માટે કામ કરવાનો છે.

આ પણ વાંચો - Ayodhya રામ મંદિર બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ભક્તો વચ્ચે ઘર્ષણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.