Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'INDIA' ગઠબંધનમાં સીટ વહેંચણી પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે શું કહ્યું

લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી દળોના 'INDIA' ગઠબંધનની છેલ્લી બેઠકમાં પણ સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી નથી થઈ શક્યો. જોકે, આ બેઠકમાંથી એ વાત સામે આવી છે કે, સીટ વહેંચણીની ફોર્મ્યુલા જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં નક્કી કરી લેવામાં આવશે. આ વચ્ચે...
06:09 PM Dec 25, 2023 IST | Hiren Dave

લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી દળોના 'INDIA' ગઠબંધનની છેલ્લી બેઠકમાં પણ સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી નથી થઈ શક્યો. જોકે, આ બેઠકમાંથી એ વાત સામે આવી છે કે, સીટ વહેંચણીની ફોર્મ્યુલા જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં નક્કી કરી લેવામાં આવશે. આ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે 'INDIA' ગઠબંધનમાં સીટ વહેંચણી અંગે મોટું નિવેદન આપ્યું છે.

જયરામ રમેશે સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધુ છે. તેમણે  કહ્યું કે, સીટ વહેંચણીમાં વાતતીચ થશે. જે કંઈ કરવાનું હશે અને કરીશું. અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ પરિસ્થિતિઓ છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને સીટ વહેંચણીની વાત ચાલી રહી છે.

 

ખુલ્લા મને અને બંધ મોં એ વાત આગળ વધારીશું

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમે ખુલ્લા મને અને બંધ મોં એ અમે સીટ વહેંચણી પર વાત આગળ વધારીશું. કોંગ્રેસની પાંચ સભ્યની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિ 28 ડિસેમ્બરના રોજ યોજાનારી નાગપુર રેલી બાદ પાર્ટી પ્રદેશ યુનિટો સાથે ચર્ચા કરશે. 20 ડિસેમ્બરથી ગઠબંધન અંગે શું રણનીતિ અપનાવવામાં આવે તેના પર ચર્ચા માટે રાજ્ય યુનિટોના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

 

સીટ વહેંચણી પર ચર્ચા માટે બનાવી રાષ્ટ્રીય ગઠબંધન સમિતિ

ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક બાદ કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષો સાથે સીટની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે પાંચ સભ્યોની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિનું ગઠન કર્યું હતું. આ સમિતિએ સીટની વહેંચણી પહેલા અલગ-અલગ પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ સમિતિ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં સાથી પક્ષો સાથે સીટોની વહેંચણી અંગે ફાઈનલ વાતચીત કરશે.

 

આ  પણ  વાંચો  -આ 28 નેતાઓને મંત્રીમંડળમાં મળ્યું સ્થાન, જાણો સંપૂર્ણ યાદી

 

Tags :
clarified standCongresscongress issueIndiaJairam RameshNationalseat sharing
Next Article