West Bengal : BJP ના કેન્દ્રીય કાર્યાલય પાસે બોમ્બ જેવી વસ્તુ મળી, ગભરાટનો માહોલ ફેલાયો...
પશ્ચિમ બંગાળ (West Bengal)ના કોલકાતાથી મોટા સમાચાર સામે આવ્યા છે. BJP ના કેન્દ્રીય કાર્યાલય પાસે બોમ્બ જેવી વસ્તુ મળી આવી છે. આ માહિતી બાદ ઘટનાસ્થળે ગભરાટ ફેલાયો હતો અને પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.
BJP ના નેતાએ સવાલો ઉઠાવ્યા હતા...
એવો પ્રશ્ન ઉઠાવતા BJP ના નેતા અને ઉત્તર કોલકાતાના અધ્યક્ષ તમગન ઘોષે કહ્યું કે જો BJP પાર્ટી કાર્યાલયની સામે મળેલી વસ્તુ બોમ્બ હોય તો કોલકાતા પોલીસની બોમ્બ ડિસ્પોઝલ ટીમ ક્યાં છે? તેમણે એમ પણ કહ્યું કે સુરક્ષામાં ક્ષતિ હતી. નોંધનીય છે કે મતદાન પછીની હિંસાની તપાસ માટે આજે એક વિશેષ ટીમ રાજ્યમાં આવી રહી છે. તે પહેલા BJP ના મધ્યસ્થ કાર્યાલય પાસે બોમ્બ જેવી વસ્તુ મળી આવતા હોબાળો મચી ગયો હતો.
BJP નેતા રવિશંકર પ્રસાદનું નિવેદન સામે આવ્યું છે...
#WATCH | West Bengal: BJP leader Ravi Shankar Prasad says, "I have to say only one thing. Elections are held in the whole country, why is there violence only in Bengal after the elections? ...There was violence
during the Gram Panchayat elections and Vidhan Sabha elections too.… https://t.co/MQBvjHRmxu pic.twitter.com/6mG8jpVpNB— ANI (@ANI) June 16, 2024
BJP નેતા રવિશંકર પ્રસાદે કહ્યું, 'મારે માત્ર એક જ વાત કરવી છે, આખા દેશમાં ચૂંટણી થાય છે, ચૂંટણી પછી માત્ર બંગાળમાં જ હિંસા કેમ થાય છે? ગ્રામ પંચાયતની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ હિંસા થઈ હતી. આજે ફરી હિંસા થઈ છે. આખા દેશમાં ચૂંટણી થઈ અને આવી હિંસા ક્યાંય થઈ નથી. શું કારણ છે કે અમારા કાર્યકરો ડરી ગયા છે, જનતા ડરી ગઈ છે, આ ખૂબ જ ગંભીર બાબત છે અને જો મમતા બેનર્જી લોકશાહીમાં વિશ્વાસ રાખે છે તો તેમણે આનો જવાબ આપવો પડશે.
આ પણ વાંચો : “દુનિયાની આઠમી અજાયબી” Chenab Railway Bridge તૈયાર, જાણો ક્યારે દોડશે ટ્રેન
આ પણ વાંચો : NCERT ના પુસ્તકોમાંથી ‘બાબરી મસ્જિદ’ ગાયબ!, અયોધ્યા વાળા ચેપ્ટર પર પણ ચલાવી કાતર…
આ પણ વાંચો : Amarnath Yatra ને લઈને ગૃહમંત્રી Amit Shah એ કરી મહત્વની બેઠક, સુરક્ષા સ્થિતિની કરી સમીક્ષા