Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WEST BENGAL : મહિલા વન અધિકારી સાથે ગેરવર્તન કરતા પદ ગયું; છતાં મંત્રીનો રોફ આસમાને, કહ્યું - ‘માફી નહીં જ માંગું’

WEST BENGAL : પશ્ચિમ બંગાળના (WEST BENGAL) જેલ મંત્રી અખિલ ગિરી હવે ચર્ચાનો વિષય બન્યા છે. સમગ્ર બાબત હવે એમ છે કે - અખિલ ગિરીએ મહિલા વન અધિકારી સાથે ગેરવર્તન કર્યું હતું. આ ગેરવર્તન એ હદ સુધી હતું કે તેમણે...
west bengal   મહિલા વન અધિકારી સાથે ગેરવર્તન કરતા પદ ગયું  છતાં મંત્રીનો રોફ આસમાને  કહ્યું   ‘માફી નહીં જ માંગું’

WEST BENGAL : પશ્ચિમ બંગાળના (WEST BENGAL) જેલ મંત્રી અખિલ ગિરી હવે ચર્ચાનો વિષય બન્યા છે. સમગ્ર બાબત હવે એમ છે કે - અખિલ ગિરીએ મહિલા વન અધિકારી સાથે ગેરવર્તન કર્યું હતું. આ ગેરવર્તન એ હદ સુધી હતું કે તેમણે મહિલા અધિકારીને લાકડી વડે મારવાની વાત પણ કહી હતી. હવે બંગાળના CM મમતા બેનર્જીના આદેશ ઉપર તેઓએ મંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના જેલ મંત્રીના આ કૃત્ય ઉપર ભારતીય જનતા પાર્ટીએ તેની ખૂબ ટીકા પણ કરી હતી અને તેના જ ડેમેજ કંટ્રોલ માટે TMC પાર્ટીએ તેમના જેલ મંત્રીને પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું હતું. હવે જેલ મંત્રી અખિલ ગિરીએ સમગ્ર બાબત અંગે કહ્યું છે કે તેઓ પાર્ટી સૂચનને અનુસરસે પરંતુ તેઓ કોઈની માફી નહીં માંગે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Advertisement

શું છે સમગ્ર મામલો

સમગ્ર ઘટના એમ છે કે, જેલ મંત્રી અખિલ ગિરીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે મહિલા વન અધિકારી સાથે ગેરવર્તન કર્યું હતું. તેણે મહિલા અધિકારીને કહ્યું હતું કે તમે સરકારી કર્મચારી છો, બોલતી વખતે માથું નમાવવું જોઈએ. તમે જોશો કે એક અઠવાડિયામાં તમારી સ્થિતિ શું થશે. આ ગુંડાઓ… તમે ઘરે જઈ શકશો નહિ. જો તું તારું વર્તન નહિ સુધારે તો હું તને લાકડી વડે માર મારીશ. જેના બાદ આ ઘટનાનો ઘણો વિવાદ બન્યો હતો અને આ વિવાદ એટલો વેકર્યો હતો કે સીએમ મમતા બેનર્જીએ જેલ મંત્રી અખિલ ગિરીને તેમના પદ પરથી રાજીનામું આપવાનો આદેશ આપ્યો હતો.

Advertisement

પદ ગયું અને ભાન ભૂલ્યા

જેલ મંત્રી અખિલ ગિરીના મહિલા અધિકારી સાથે ગેરવર્તણૂકના મામલા અંગે ભારતીય જનતા પાર્ટીએ તેમનો વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને કેટલાક કડક પ્રશ્નો પૂછ્યા હતા. શું મમતા બેનર્જી આ મંત્રીને જેલમાં નાખશે? શું તે મંત્રી સામે કેસ કરશે? પરંતુ જેલ મંત્રી હજી પણ પોતે રોફમાં છે અને કહે છે કે તેઓ રાજીનામું મૂકી દેશે પણ કોઇની માફી નહીં માંગે.

આ પણ વાંચો : WAQF BOARD ના અધિકારો પર લાગશે લગામ? BILL પાસ થયું તો દેશમાં...

Advertisement

Tags :
Advertisement

.