ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

West Bengal : વધુ એક શરમજનક ઘટના, ડૉક્ટરે પેશન્ટને બેભાન કરી આચર્યું દુષ્કર્મ

પશ્ચિમ બંગાળમાં શરમજનક ઘટના, પેશન્ટ પર ડૉક્ટરનો અત્યાચાર ફોટા વાયરલ કરવાની ધમકી આપી ડૉક્ટર દ્વારા પેશન્ટનું શોષણ અશ્લીલ તસવીરો લઈ પેશન્ટને બ્લેકમેલ West Bengal : દેશમાં ઑગસ્ટ 2024માં કોલકાતાની આરજી કર હૉસ્પિટલમાં ડૉક્ટર દુષ્કર્મ-મર્ડર કેસ પછી ઊભો થયેલો વિવાદ...
01:11 PM Oct 30, 2024 IST | Hardik Shah
West Bengal octor raped patient

West Bengal : દેશમાં ઑગસ્ટ 2024માં કોલકાતાની આરજી કર હૉસ્પિટલમાં ડૉક્ટર દુષ્કર્મ-મર્ડર કેસ પછી ઊભો થયેલો વિવાદ હજી અટક્યો નથી ત્યારે વધુ એક ડૉક્ટરે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, ડૉક્ટરે તેની લેડી પેશન્ટને બેભાનનું ઈન્જેક્શન આપીને તેની વાસનાનો શિકાર બનાવી હતી. તેણે પીડિતાના અશ્લીલ ફોટોગ્રાફ્સ પણ લીધા અને તે ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને તેણે પીડિતાને બ્લેકમેલ કરવાનું પણ શરૂ કર્યું. તેણે પીડિતાની તસવીરો વાયરલ કરવાની ધમકી આપીને 4 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી.

પહેલા દુષ્કર્મ અને પછી બ્લેકમેલિંગ

પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લાના હસનાબાદ વિસ્તારનો છે. પ્રાઈવેટ ક્લિનિક ધરાવતા આરોપીનું નામ ડૉ.નૂર આલમ સરદાર છે. આ જ ક્લિનિકમાં તેણે મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પોલીસે પીડિતાની ફરિયાદ પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગનો કેસ નોંધ્યો છે. પોલીસે આરોપી ડૉક્ટરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે ડૉક્ટરે તેની સાથે એક નહીં પરંતુ ઘણી વખત દુષ્કર્મ કર્યો હતો. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કહ્યું કે તે નોર્થ 24 પરગણાના હસનાબાદ વિસ્તારમાં રહે છે. તેનો પતિ વિદેશમાં નોકરી કરે છે અને ત્યાં રહે છે.

ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર કર્યું દુષ્કર્મ

તેણે તેના પતિને ડૉક્ટરની ક્રિયાઓ વિશે જણાવ્યું અને તેણે ભારત આવીને પોલીસ કેસ કર્યો. પીડિતાએ જણાવ્યું કે તેની તબિયત ઠીક નથી. જ્યારે તે ડૉક્ટર નૂર પાસે આવી તો તેણે ઈન્જેક્શન લગાવવાની વાત કહી. તેણી ઈન્જેક્શન લેવા માંગતી ન હોતી, પરંતુ ડૉક્ટરે ઝડપી સ્વસ્થ થવાનું કારણ આપીને ઈન્જેક્શન આપ્યું. આ પછી તેને કશું યાદ નથી. જ્યારે તેણીને હોશ આવ્યો, ત્યારે તે ક્લિનિકમાં જ પલંગ પર સૂઈ રહી હતી અને તેના કપડાં અડધા પહેરેલા અને અડધા ઉતારેલા હતા. તેને લાગ્યું કે કંઈક ખોટું થયું છે. આ પછી ડૉક્ટરે તેની અશ્લીલ તસવીરો બતાવી અને પૈસા માંગ્યા. તેણે તસવીરો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે અનેકવાર દુષ્કર્મ કર્યો હતો.

પીડિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિતાના પતિએ કહ્યું કે તેને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પડોશીઓએ તેને કહ્યું કે તેની પત્નીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેને આ વાતની જાણ થતાં જ તે ભારત આવ્યો અને તેની પત્નીને તેની સમસ્યાનું કારણ પૂછ્યું. તેણે આખો મામલો જણાવ્યો અને પછી તે તેને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ ગયો. મેડિકલ રિપોર્ટ લીધા બાદ તેણે પોલીસને લેખિત ફરિયાદ આપી હતી. જણાવી દઈએ કે NCRBના રિપોર્ટ અનુસાર, પશ્ચિમ બંગાળ 34738 કેસ સાથે મહિલાઓ વિરુદ્ધ અપરાધોના મામલામાં ચોથા સ્થાને છે. ઉત્તર પ્રદેશ 65743 કેસ સાથે પ્રથમ, મહારાષ્ટ્ર 45331 કેસ સાથે બીજા અને રાજસ્થાન 45058 કેસ સાથે ત્રીજા ક્રમે છે.

આ પણ વાંચો:  'હરિયાણા ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પાયાવિહોણા', ECI એ 1600 પેજમાં Congress ને આપ્યો આ જવાબ

Tags :
Attempted Suicide After AssaultDoctor Arrested for BlackmailDoctor Assault Case West BengalDoctor Blackmail and Rape Casedoctor rape caseFemale Patient Assault West BengalInjection to Sedate PatientKolkata RG Kar Rape Murder CaseMedical Professional Abuse CaseNorth 24 Parganas Crime IncidentObscene Photos as BlackmailPatient Exploitation by Doctorrape caseRape NewsRG Kar Hospital ControversyRising Crimes Against Women in IndiaSexual Assault in Private ClinicThreat of Viral Photos in BlackmailWest Bengal Crime Statisticswest bengal news
Next Article