Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Weather Update: ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા! ઉત્તરથી લઈને ઉત્તર-પૂર્વ સુધી વરસાદની શક્યતા

Weather Update: દેશના કેટલાય રાજ્યોમા અત્યારે મૌસમની હાલત થોડી બગડેલી છે. ક્યાક પહાડોમાં વરસાદ સાથે બરફ પડી રહ્યો છે. તો ક્યાક મેદાન વિસ્તારમાં ગરમી પડી રહી છે. ગઈકાલે એટલે કે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં પણ હિમસ્ખલન થયું હતું. ભારતીય હવામાન વિભાગ...
08:38 AM Feb 23, 2024 IST | VIMAL PRAJAPATI
Weather Update

Weather Update: દેશના કેટલાય રાજ્યોમા અત્યારે મૌસમની હાલત થોડી બગડેલી છે. ક્યાક પહાડોમાં વરસાદ સાથે બરફ પડી રહ્યો છે. તો ક્યાક મેદાન વિસ્તારમાં ગરમી પડી રહી છે. ગઈકાલે એટલે કે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં પણ હિમસ્ખલન થયું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​દેશના ઘણા ભાગોમાં ભારે હિમવર્ષા, વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે.

ઉત્તર ભારતમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળશે

IMD ના જણાવ્યા પ્રમાણે ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં 23 ફેબ્રુઆરી સુધી વરસાદી ગતિવિધિઓ જોવા મળશે. ત્યાં 24 ફેબ્રુઆરીએ તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેની અસર બતાવશે. જેના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ફરી વરસાદની ગતિવિધિઓ શરૂ થઈ શકે છે. ઉત્તર પૂર્વ ભારતમાં IMD એ અરુણાચલ પ્રદેશમાં 23 ફેબ્રુઆરી દરમિયાન અને આગામી 2-3 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. 23 ફેબ્રુઆરીએ આસામ અને મેઘાલયમાં વરસાદની સંભાવના છે.

રાજધાની દિલ્હીમાં વરસાદ થવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 થી 27 ફેબ્રુઆરી દરમિયાન અરૂણાચલ પ્રદેશમાં છૂટાછવાયા હળવા/મધ્યમ વરસાદ અને બરફની પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે 24 અને 25 ફેબ્રુઆરીએ આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરણ અને ત્રિપુરામાં પણ વરસાદની સંભાવના છે. 25 થી 27 ફેબ્રુઆરી વચ્ચે રાજધાની દિલ્હીમાં વાદળો ગાઢ બની શકે છે. માર્ચની શરૂઆતમાં વરસાદની સંભાવના છે. જો કે આગામી બે-ત્રણ દિવસમાં તેની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

પશ્ચિમ હિમાલયમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી

સ્કાયમેટ વેધરે આપેલી વિગતો પ્રમાણે વાત કરીએ તો, આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટાછવાયા હળવા વરસાદ અને હિમવર્ષાની આગાહી છે. આ સાથે સાથે અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદની સાથે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની પણ શક્યતા છે. ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર ઝારખંડના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. ઉત્તર મધ્ય પ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો: Manohar Joshi: શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન, રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
All India Weather Updatescold weatherDelhi weather updategujarat weather update todayimd weather update todaynational newsToday's weather updateVimal Prajapati
Next Article