મધ્યપ્રદેશના ગામડાઓમાં મુખ્યમંત્રી રાઈઝ સ્કૂલ બનાવીશું: CM શિવરાજસિંહ
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે સાગરમાં આયોજિત રોડ શોમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણે ચૂંટણી રેલી સંબોધી હતી. તહેવાર પર ચૂંટણી સંબોધનમાં શિવરાજસિંહે જનતાને પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા હતા. અને કહ્યું કે આ સમર્થનની લહેર દર્શાવે છે કે પ્રદેશમાં ફરી ભાજપ આવી રહ્યું છે.
મધ્યપ્રદેશના ગામડાઓમાં મુખ્યમંત્રી રાઈઝ સ્કૂલ બનાવીશું: CM
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખુરાઈમાં એક જનસભાને સંબોધતા કહ્યું - હવે અમે સમગ્ર મધ્યપ્રદેશના દરેક 25-30 ગામોમાં એક મુખ્યમંત્રી રાઈઝ સ્કૂલ બનાવીશું. વિદ્યાર્થીઓને પીક અને ડ્રોપ કરવા માટે લેબ, લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસ અને બસ સેવા હશે. આ બધું મફતમાં મળશે.
દિવાળીની પાઠવી શુભકામના પાઠવી
મુખ્યમંત્રીએ કહ્યું, મારા ભાઈઓ, બહેનો, ભત્રીજી અને ભત્રીજાઓને દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ. ત્યારબાદ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું કે કોંગ્રેસ ક્યારેય વિકાસ કરી શકતી નથી, વિકાસ માત્ર ભારતીય જનતા પાર્ટીએ જ કર્યો છે અને વિકાસનો આ મહાયજ્ઞ ચાલુ રહેશે, મારા ખેડૂત ભાઈઓ... અમે 2700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉં અને 3100 રૂપિયાના ભાવે ડાંગર ખરીદીશું. કોંગ્રેસે માત્ર લોન માફીના નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે.
આ પણ વાંચો -UP NEWS : યોગી કેબિનેટનો મોટો નિર્ણય, વિશ્વની તમામ રામકથા અને રામલીલા પર સંશોધન થશે…