Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Waqf bill : વક્ફ સુધારા બિલ વચ્ચે નીતિશ કુમારને મોટો ઝટકો,વરિષ્ઠ નેતા આપ્યું રાજીનામું આપ્યું

વક્ફ બિલ વચ્ચે નીતિશ કુમારને મોટો ઝટકો મોહમ્મદ કાસિમ અન્સારી પાર્ટીમાંથી  આપ્યું રાજીનામુ બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો   Waqf bill : વક્ફ બિલ (Waqf bill )પર જનતા દળ યુનાઇટેડ (JDU) ના સમર્થન બાદ પાર્ટીના મુસ્લિમ નેતાઓમાં અસંતોષ વધી...
waqf bill   વક્ફ સુધારા બિલ વચ્ચે નીતિશ કુમારને મોટો ઝટકો વરિષ્ઠ નેતા આપ્યું રાજીનામું આપ્યું
Advertisement
  • વક્ફ બિલ વચ્ચે નીતિશ કુમારને મોટો ઝટકો
  • મોહમ્મદ કાસિમ અન્સારી પાર્ટીમાંથી  આપ્યું રાજીનામુ
  • બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો

Waqf bill : વક્ફ બિલ (Waqf bill )પર જનતા દળ યુનાઇટેડ (JDU) ના સમર્થન બાદ પાર્ટીના મુસ્લિમ નેતાઓમાં અસંતોષ વધી ગયો છે. આ મુદ્દે, JDU ના વરિષ્ઠ નેતા ડૉ. મોહમ્મદ કાસિમ અન્સારીએ પાર્ટીમાંથી રાજીનામું (Qasim Ansari resignation)આપી દીધું છે. ડૉ. અંસારી જેડીયુના વરિષ્ઠ નેતા રહ્યા છે અને બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાની ઢાકા વિધાનસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે. તેમના રાજીનામા બાદ બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ નિર્ણય JDU માં અસંતોષનો સંકેત છે. ખાસ કરીને મુસ્લિમ સમુદાય સાથે સંકળાયેલા નેતાઓમાં.

Advertisement

નીતિશ કુમારને મોટો ઝટકો

નીતિશ કુમારને રાજીનામું (Nitish Kumar)આપતી વખતે કાસિમ અન્સારીએ કહ્યું કે અમારા જેવા લાખો ભારતીય મુસ્લિમોને અટલ શ્રદ્ધા હતી કે તમે એક સંપૂર્ણ ધર્મનિરપેક્ષ વિચારધારાના ધ્વજવાહક છો, પરંતુ હવે આ માન્યતા તૂટી ગઈ છે. વક્ફ બિલ પર જેડીયુના વલણથી લાખો સમર્પિત ભારતીય મુસ્લિમો અને અમારા જેવા કાર્યકર્તાઓને ખૂબ જ આઘાત લાગ્યો છે.

Advertisement

આ પણ  વાંચો -School Holiday: વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર,આ રાજ્યમાં 30 એપ્રિલથી શાળાઓ રહેશે બંધ

મારા જીવનના ઘણા વર્ષો પાર્ટીને આપવાનો અફસોસ: કાસિમ અન્સારી

કાસિમ અન્સારીએ કહ્યું કે લલ્લન સિંહે લોકસભામાં જે રીતે અને શૈલીથી પોતાનું નિવેદન આપ્યું અને આ બિલને સમર્થન આપ્યું તેનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. વકફ બિલ આપણા ભારતીય મુસ્લિમોની વિરુદ્ધ છે. અમે આને કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકીએ નહીં. આ બિલ બંધારણના ઘણા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ બિલ દ્વારા ભારતીય મુસ્લિમોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, આ બિલ પણ પાસમાન્ડા વિરોધી છે. જેના વિશે તમને (Nitish Kumar) કે તમારી પાર્ટીને ખબર નથી. મને મારા જીવનના ઘણા વર્ષો પાર્ટીને આપવાનો અફસોસ છે. નીતીશ કુમારને લખેલા પત્રમાં કાસિમે કહ્યું કે હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને અન્ય જવાબદારીઓમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યો છું.

આ પણ  વાંચો -Lok Sabha: તમે ચીન સાથે કેક કાપશો,તો Trump Tariff તેને બરબાદ કરી દેશે...રાહુલ ગાંધીનો લોકસભામાં પ્રહાર

JDU એ વકફ બિલને ટેકો આપ્યો

તમને જણાવી દઈએ કે JDU એ વક્ફ સુધારા બિલને સમર્થન આપ્યું છે. JDU સાંસદ અને કેન્દ્ર સરકારમાં પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહે કહ્યું હતું કે આ બિલ મુસ્લિમ વિરોધી છે તેવી વાર્તા બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બિલ કોઈપણ રીતે મુસ્લિમ વિરોધી નથી. શું વકફ એક મુસ્લિમ સંસ્થા છે? વકફ કોઈ ધાર્મિક સંસ્થા નથી, તે એક ટ્રસ્ટ છે જે મુસ્લિમોના કલ્યાણ માટે કામ કરે છે. તે ટ્રસ્ટને તમામ વર્ગના લોકો સાથે ન્યાય કરવાનો અધિકાર હોવો જોઈએ, જે થઈ રહ્યું નથી. તે એક નિયમનકારી અને વહીવટી સંસ્થા છે જે મુસ્લિમોના અધિકારો માટે કામ કરે છે.

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Operation Sindhu: યુદ્ધ વચ્ચે ફસાયેલા 3,180 ભારતીય નાગરિકોની સુરક્ષિત વતન વાપસી

featured-img
સ્પોર્ટ્સ

Ben Duckettએ મચાવી ધૂમ, હેડિંગ્લીમાં ઈંગ્લિશ ઓપનરે હાંસલ કરી આ સિદ્ધિ

featured-img
રાષ્ટ્રીય

Tej Pratap Yadav Lalu Yadav વચ્ચે ક્યારે સુધરશે સંબંધો, ચૂંટણીમાં દેખાશે અસર?

featured-img
અમદાવાદ

Gujarat High Court : મેટ્રો શહેરોમાં ચાલતા PG-હોસ્ટેલ અંગે HC નું મહત્ત્વનું અવલોકન

featured-img
બિઝનેસ

EPFO ની મોટી ભેટ,Auto Settlement લિમિટ 1 લાખથી વધારી કરાઈ આટલા લાખ, જાણો

featured-img
અમદાવાદ

Khyati Hospital Scam : આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટે આપ્યો મોટો ઝટકો!

×

Live Tv

Trending News

.

×