વિનેશને સિલ્વર મેડલ મળે... સમગ્ર વિશ્વના રેસલર્સ દ્વારા નિયમોમાં ફેરફાર કરવાની માંગ
- કુશ્તી મહાસંઘના નિયમોમાં ફેરફાર કરવા માટેની માંગ
- સમગ્ર વિશ્વ વિનેશ ફોટાગના નિર્ણયના કારણે સ્તબ્ધ થઇ ગયો
- વિનેશને સિલ્વર મેડલ તો મળવું જ જોઇએ તે પ્રકારની માંગ કરાઇ
નવી દિલ્હી : 100 ગ્રામ વજન વધવાના કારણે વિનેશ ફોગાટને ડિસક્વોલિફાઇ કરી દેવામાં આવી છે. 50 કિલો વર્ગની ફાઇનલમાં વિનેશનો મુકાબલો અમેરિકી પહેલવાન સારા સામે થવાનો હતો. વિનેશ ડિસક્વોલિફાઇ થવાના કારણે રમત ગમત મંત્રી મનસુખ માંડવીયાએ સંસદમાં નિવેદન આપ્યું અને કહ્યું કે, જે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી તે કરવામાં આવી છે. તે પહેલા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને વિનેશને સાંત્વના આપી હતી.
વાંચો : Paris Olympic 2024 : 'વિનેશના દુ:ખમાં આખો દેશ સાથે' નીતા અંબાણીનું દર્દ છલકાયું
વિનેશ ફોગાટના નિર્ણય બાદ સમગ્ર વિશ્વ સ્તબ્ધ
પેરિસ ઓલમ્પિકની ફાઇનલમાં પહોંચી ચુકેલી રેસલર વિનેશ ફોગાટના અયોગ્ય જાહેર કરવામાં આવતા સમગ્ર દેશ સ્તબ્ધ છે. 100 ગ્રામ વધારે વજનના કારણે ફોગાટને ડિસક્વોલિફાઇ કરી દેવાઇ છે. 50 કિલોવર્ગની ફાઇનલમાં વિનેશ અમેરિકી પહેલવાન સારા સામે લડવાની હતી. વિનેશના ડિસ્કવોલિફાઇ થવા અંગે રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં નિવેદન આપ્યું અને કહ્યું કે, જે પણ જરૂરી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આ પહેલા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને વિનેશનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. પીએમએ કહ્યું કે, વિનેશ ચેમ્પિયન્સામં ચેમ્પિયન છે. બીજી તરફ વિપક્ષે કાવત્રાની આશંકા વ્યક્ત કરી હતી.
Proposed Immediate Rule Changes for UWW:
1.) 1kg second Day Weight Allowance.
2.) Weigh-ins pushed from 8:30am to 10:30am.
3.) Forfeit will occur in future finals if opposing finalist misses weight.
4.) After a semifinal victory, both finalists’ medals are secured even if…
— Jordan Burroughs (@alliseeisgold) August 7, 2024
વાંચો : Vinesh Phogat ને શા માટે કરાઇ Hospitalized?
આંતરરાષ્ટ્રીય કુશ્તી મહાસંઘના નિયમો બદલવા માંગ
આ બધા વચ્ચે હવે આંતરરાષ્ટ્રીય કુશ્તી હાસંઘ (UWW) ના નિયમોમાં ફેરફારની માંગ પણ ઉઠી રહી છે. ફોગાટની અચાનક બહાર થયા બાદ ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ અને છ વખતની વર્લ્ડ ચેમ્પિયન જોર્ડન બરોજ (અમેરિકી રેસલર) દ્વારા વિનેશને UWW ને નિયમોમાં તુરંત જ ફેરફાર કરવા અને વિનેશને સિલ્વર મેડલ આપવાની માંગ કરી છે. તેમણે એક્સ પર બે અલગ અલગ પોસ્ટ શેર કરીને વિનેશનો સપોર્ટ કર્યો છે.
જોર્ડને એક પોસ્ટમાં લખ્યું કે, વિનેશને સિલ્વર મેડલ આપો. બીજી પોસ્ટમાં અમેરિકી સ્ટાર રેસલરે લખ્યું કે, UWW ના નિયમોમાં તત્કાલ ફેરફાર કરવામાં આવે
1. બીજા દિવસે 1 કિલો વજન વધે તેટલી છુટ મળે
2. વજન તોલ સવારે 08.30 ના બદલે 10.30 વાગ્યે કરવામાં આવે
3. ભવિષ્યની ફાઇનલમાં જો વિરોધી ફાઇનલિસ્ટ વજન ઘટડવામાં ચુકી જાય તો તેનો પરાજીત જાહેર કરવામાં આવે.
4. સેમીફાઇનલમાં જીત બાદ બંન્ને ફાઇનલિસ્ટના મેડલ સુરક્ષીત હોય, ભલે પછી બીજા દિવસે વજન કરવામાં નિષ્ફળ રહે. ગોલ્ડ મેડલ માત્ર તે જ પહેલવાનને મળે જે બીજા દિવસે પણ વજન ઓછુ રાખ્યું હોય.
5. વિનેશને સિલ્વર મેડલ આપવામાં આવે.
વાંચો :Paris Olympic 2024 : 'ભારતીય એથલિટ સાથે આ પહેલીવાર થયું...' બોક્સર વિજેન્દર સિંહનો સનસનીખેજ દાવો
આ પ્રકારે વજન ઘટાડવા માટે કરાયો પ્રયાસ
મંગળવારે રાત્રે વિનેશનું વજન 52 કિલો હતું. તેણે સાઇકલિંગ, સ્કિપિંગ વગેરે કરીને તેનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ રહી નહોતી. ગગન નારંગ, દિનશો પારદીવાલા, તેના પતિ, ફિઝીયો, મેડિકલ સ્ટાફ, આઇઓએ અધિકારી, ભારતમાં હાજર ઓજીક્યુ (ઓલમ્પિક ગોલ્ડ ક્વસેટ) દ્વારા તેના વજન ઘટાડવા માટે આખી રાત કામ કરવામાં આવ્યું. મળતી માહિતી અનુસાર ડૉ.પારડીવાલાએ ત્યાં સુધી કહ્યું કે, તેના જીવને જોખમમાં ન નાખી શકે. મીડિયા રિપોર્ટમાં તે માહિતી પણ સામે આવી છે કે, તેમણે દરેક શક્ય પ્રયાસ કર્યા છે. વિનેશ દર્દના કારણે પરેશાન હતી તેનું આખુ શરીર તુટી રહ્યું હતું. તે આજે સવારે છેલ્લા પ્રયાસ માટે સોના બાથમાં પણ ગઇ હતી. તે વિનેશ ઓલમ્પિક વિલેજ પોલિક્લિનકમાં છે. 50 કિલોગ્રામ રેસલિંગની ફાઇનલમાં પહોંચી હતી. ઇવેન્ટના બીજા દિવસે 50 કિલોગ્રામ વર્ગમાં વિનેશનું વજન 100 ગ્રામ વધારે હોવાનું સામે આવ્યું હતું.
વાંચો : Paris Olympic 2024 : અયોગ્ય ઠર્યા બાદ વિનેશ ફોગાટ આઘાતમાં, IOAના અધ્યક્ષ પીટી ઉષાએ કરી મુલાકાત