Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uttarakhand : વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : PM MODI

ઉત્તરાખંડમાં બે દિવસીય વૈશ્વિક રોકાણકારો પરિષદમાં દેશ અને વિશ્વના 5000 થી વધુ રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લેવા પહોંચી રહ્યા છે . રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે અત્યાર સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ત્રણ વિધાનસભા...
uttarakhand   વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે   pm modi

ઉત્તરાખંડમાં બે દિવસીય વૈશ્વિક રોકાણકારો પરિષદમાં દેશ અને વિશ્વના 5000 થી વધુ રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લેવા પહોંચી રહ્યા છે . રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે અત્યાર સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ત્રણ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદી પહેલીવાર ઉત્તરાખંડ પહોંચ્યા છે. પીએમ મોદીના હસ્તે વૈશ્વિક રોકાણકારો સમિટનો પ્રારંભ કરાયો છે.

Advertisement

દેવભૂમિ વિકાસ અને વિરાસતનું ઉદાહરણ

Advertisement

PM મોદીએ ઉત્તરાખંડમાં રોકાણકારોને આકર્ષવા માટેના વિવિધ વિકલ્પો વિશે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે આ દેવભૂમિ ચોક્કસપણે તમારા માટે ઘણા દરવાજા ખોલવા જઈ રહી છે. સાથે જ જણાવ્યું કે આજે ભારત વિકાસ અને વિરાસત જે મંત્ર સાથે આગળ વધી રહ્યું છે તેમાં ઉત્તરાખંડ તેનું ઉદાહરણ છે.

Advertisement

વિદેશમાં લગ્ન કેમ ?

PM મોદીએ જણાવ્યું કે આપણા ત્યાં કહેવાય છે જે જોડી તો ઇશ્વર બનાવે છે. પણ હું સમજી નથી શકતો કે જ્યારે જોડી ઇશ્વર બનાવે છે ત્યારે તે જોડી પોતાની યાત્રા ઇશ્વરના ચરણોમાં રહીને શરૂ કરવાની હોય પણ તે વિદેશમાં જઇને કેમ કરે છે. હું તો ઇચ્છુ છુ કે મારા નવયુવાનોએ એવી મુહિમ ચલાવવી જોઇએ કે વેડ ઇન ઇન્ડિયા, લગ્ન ભારતમાં કરો. દુનિયાના દેશોમાં લગ્ન કરવા એ ફેશન થઇ ગઇ છે. હું તો ઇચ્છુ છું કે તમે ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકો તો કંઇ નહી. પરંતુ આવનારા 5 વર્ષમાં તમારા પરિવારમાંથી એક ડેસ્ટિનેશન વેડીંગ ઉત્તરાકખંડમાં કરો.

વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે - PM

પીએમ મોદીએ ઉત્તરાખંડમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સમાં કહ્યું કે આગામી થોડા વર્ષોમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને હું તમને ખાતરી આપું છું કે સ્થિર સરકાર, નીતિ અને પરિવર્તનની ઈચ્છાશક્તિને કારણે મારા ત્રીજા કાર્યકાળ દરમિયાન આવું થશે.

શ્રમિકોનું સફળ રેસ્ક્યૂ બદલ વ્યક્ત કર્યો આભાર

PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. હું રાજ્યની સરકાર અને વહીવટીતંત્રને તેમના દ્વારા કરવામાં આવેલ ગતિશીલ કાર્ય માટે અભિનંદન આપું છુ. મહત્વનું છે કે સિલ્ક્યારા ટનલમાંથી 41 કામદારો ફસાયા હતા જેને સફળતા પૂર્વક બહાર કાઢી લેવાયા છે.

3 લાખ કરોડના MoU

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના જણાવ્યા અનુસાર રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે અત્યાર સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેમાંથી રૂ. 44 કરોડનું રોકાણ ગ્રાઉન્ડિંગ માટે તૈયાર છે.

ચાર ઝોનમાં વહેંચાયો છે વિસ્તાર

દેહરાદૂનમાં રોકાણકાર પરિષદ માટે સરકારે ઐતિહાસિક ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (FRI) કેમ્પસમાં એક મિની સિટીની સ્થાપના કરી છે. તે ચાર ઝોનમાં વહેંચાયેલું છે, જેમાં દરેક ઝોનમાં એક જ સમયે વિવિધ પ્રવૃત્તિઓ ચાલશે.

કેન્દ્રીય ગૃહમંત્રી સમાપન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે સંમેલનનું સમાપન કરશે. તેમના સ્વાગત માટે સરકાર અને સંગઠન દ્વારા પણ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી અમે ઉત્તરાખંડને દાયકા બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. કોન્ફરન્સની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડને રોકાણનું નવું સ્થળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ  પણ  વાંચો -આજે ZPM નેતા લાલદુહોમા રાજ્યના CM તરીકે લેશે શપથ, કેન્દ્રની મોદી સરકારને લઈ કહી આ વાત!

Tags :
Advertisement

.