Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jhansi: જાન પરણવા તો ગઈ પણ દુલ્હન વિના જ પાછી ફરી! વરરાજાએ કરી હતી આવી માંગણી

Jhansi: ઉત્તર પ્રદેશમાં લગ્ન કરવા માટે ગયેલ વરરાજાને લગ્ન કર્યા વગર જ પાછા આવવું પડ્યું છે. મળતી વિગતો પ્રમાણે ઉત્તર પ્રદેશના ઝાંસી (Jhansi)માંથી લગ્નમાં ભારે હોબાળો મચી ગયો હતો. વિગતો એવી સામે આવી છે કે, લગ્નની સરઘસ શરૂ થાય તે...
jhansi  જાન પરણવા તો ગઈ પણ દુલ્હન વિના જ પાછી ફરી  વરરાજાએ કરી હતી આવી માંગણી

Jhansi: ઉત્તર પ્રદેશમાં લગ્ન કરવા માટે ગયેલ વરરાજાને લગ્ન કર્યા વગર જ પાછા આવવું પડ્યું છે. મળતી વિગતો પ્રમાણે ઉત્તર પ્રદેશના ઝાંસી (Jhansi)માંથી લગ્નમાં ભારે હોબાળો મચી ગયો હતો. વિગતો એવી સામે આવી છે કે, લગ્નની સરઘસ શરૂ થાય તે પહેલા છોકરાના પક્ષે 8 લાખ રૂપિયાના દહેજની માંગણી કરી હતી. એટલું જ નહીં, સ્વાગતના ભાગરૂપે દારૂ અને બીયરની પણ માંગ કરવામાં આવી હતી. આ બાબતે યુવતીના પક્ષે બોલાચાલી થઈ હતી. થોડી જ વારમાં બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ. પરિણામ એ આવ્યું કે વરરાજા સંપૂર્ણ પોશાક પહેરીને બેઠો રહ્યો અને છોકરીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી. જે બાદ બંને પક્ષો હવે લગ્ન તૂટવા માટે એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.

Advertisement

ઝાંસીમાંથી લગ્નમાં ભારે હોબાળો મચી ગયો

વિગતે વાત કરવામાં આવે તો આ મામલે Jhansi શહેરના કોતવાળી વિસ્તારના નવીવસ્તીનો છે. અહીં રહેતા સંતોશ કશ્યપના દીકરા વિશાનના લગ્ન સીપરી બાજારના પાલ કાલોની નિવાસી સોનમ સાથે નક્કી થયા હતા. નોંધનીય છે કે, સગાઈ સહિતની તમામ રસ્મો થઈ ગઈ હતી અને 21 એપ્રિલે જાન લઈને ગયા હતા. પરંતુ ત્યા વરપક્ષ દ્વારા મોટી માંગણી કરવામાં આવી તેથી લગ્ન અધુરા રહ્યા અને જાનને વરણ્યા વગર જ પાછું ફરવું પડ્યું હતું.

વરરાજાએ 8 લાખના દહેજની માંગ કરી હતી

દુલ્હન સોનમનો આરોપ છે કે, વર પક્ષે લગ્ન પહેલા અચાનક દહેજ પેઠે 8 લાખ રૂપિયાની માંગણી કરી દીધી હતી. લગ્ન પહેલા બપોરે વરરાજા વિશાલ અને તેના કેટલાક સંબંધીઓ આ બાબતે વાત કરવા માટે આવ્યા હતાં. પરિવારના સભ્યોએ વરરાજા સાથે આવેલા લોકોનું ચા-નાસ્તો સાથે સ્વાગત કર્યું, પરંતુ તેઓ બિયર અને દારૂની માંગ કરવા લાગ્યા. જેના પર યુવતીના પરિવારે તેને ના પાડી દીધી હતી. યુવતીએ વિરોધ પણ કર્યો હતો.

Advertisement

વિવાદ વધતાં યુવતી સોનમે લગ્ન કરવાની ના પાડી

આરોપ એવો પણ છે કે, આ બાબતે વર પક્ષે કન્યા પક્ષના લોકો સાથે મારપીટ કરી પરિવારવાળા સાથે ગેરવર્તણુક પણ કરી હતી. વિવાદ વધતાં યુવતી સોનમે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. સોનમના કહેવા પ્રમાણે- દહેજના કારણે અમારા લગ્ન તૂટી ગયા છે. છોકરાની બાજુના લોકો જાતે ઘરે આવી ગયા હતા. લગ્નના મહેમાનો માટે દારૂની માંગણી કરવામાં આવી હતી. વરરાજાએ મને થપ્પડ પણ મારી. બાદમાં જ્યારે સંબંધીઓ દરમિયાનગીરી કરવા આવ્યા ત્યારે તેમને પણ માર મારવામાં આવ્યો હતો. અત્યારે તેની આ હાલત છે ત્યારે હવે પછી શું થશે? જેના કારણે હું હવે લગ્ન કરવા માંગતી નથી.

આ પણ વાંચો: Blast in Train : વલસાડ એક્સપ્રેસના એક ડબ્બામાં લાગી આગ, RPF જવાનનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો: શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને ઝટકો, કલકત્તા હાઈકોર્ટે શિક્ષકોની ભરતીને રદ્દ કરી

આ પણ વાંચો: ADITYA-L1 ને લઈને સામે મહત્વના સમાચાર, અવકાશમાં ભારતનું વર્ચસ્વ વધશે

Advertisement
Tags :
Advertisement

.